મૌન રહી શકું નહીં...................માણસ છું,મશીન નહીં. "મુખર"

ચળકદાર હતી યુવાની એની,
જોઇ જેણે સૂધબૂધ ખોવાઇ એની.

#ચળકદાર

એનાં પ્રેમમાં જીવન ચળકદાર થયું,
હૃદય તોડીને જતાં જીવન અંધકારમય થયું.

#ચળકદાર

સ્વચાલિત મન મારું થયું હતું,
ડગલે ને પગલે ઘણું એ પટકાયું હતું.

#સ્વચાલિત

તરસ છીપાવી જાય એવો પ્રેમ નથી જોઇતો,
તરસ વધારે એવો પ્રેમ શોધું છું.

અસ્પષ્ટતા હતી એની સાથેના સંબંધમાં,
સ્પષ્ટતા કરી સંબંધમાંથી મુક્તિ આપી દીધી.

#અસ્પષ્ટતા

સ્વાદિષ્ટ લાગે છે એક એક કોળિયો,
જો પરસેવો પાડીને મેળવ્યો હોય.

#સ્વાદિષ્ટ

સ્વાદિષ્ટ ભોજનની વાત શું કરો છો?
અમુક તરછોડવામાં આવેલા ભોજનની રાહ જોવે છે.

#સ્વાદિષ્ટ

એક જ છે આશા,
ન હોય કોઇ નિરાશા.

તમારું સર્વસ્વ લૂંટાવી દેજો,
પણ લૂંટવાની વૃત્તિ ત્યજી દેજો.

#તમારું

તમારું કોઈ નથી એવું માનીને ચાલવામાં મજા છે,
પોતાના બનાવીને દુઃખ દેનારા મળે રોજેરોજ છે.

#તમારું