મારું નામ મયંક ક. ભાવસાર "માસ્ટરમાઇન્ડ" છે. હું અમદાવાદમાં ગુરુકુળ વિસ્તારમાં રહું છું. મારો જન્મ સન ૧૯૭૨મા થયો હતો. મારુ વતન રણુજ ગામ છે. સન ૧૯૯૫માં L.D.C.E. માંથી મે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ સાથે એન્વા. એન્જિનિયર ની ડીગ્રી લીધી. ત્યારબાદ લગભગ ૨૨ વર્ષ સુધી આ ક્ષેત્રમાં કામ કર્યું. જેમાં ૫ વર્ષ I.S.R.O.- અમદાવાદ અને ૧૦ વર્ષ N.I.F.- અમદાવાદ નો સમાવેશ થાય છે. આની સમાંતર ૧૦ વર્ષ સુધી નેટવર્ક માર્કેટિંગ પણ કર્યું. હાલમાં સન ૨૦૧૪થી વિદ્યાર્થીઓને શિક્ષણમાં ટ્રેનિંગ અને કોચિંગ આપવાનું કામ ફૂલટાઈમ કરુ છું.

#હાઈકુ

કતલખાના?

થતાં ' તા જન્મ
મૃત્યુ ઘરમાં. આજે
દવાખાનામાં.

ચઢિયાતું કોણ?

એક જમાનો હતો સાહેબ, જ્યારે લોકોનો જન્મ ઘરમાં થતો હતો અને મૃત્યુ પણ. આજે લોકોનો જન્મ હોસ્પિટલ માં થાય છે અને મૃત્યુ પણ. સવાલ એ ઊભો થાય છે કે, પેલી જન્મ અપાવનારી દાયણ સારી કે પછી પેટ ચીરીને બહાર (જન્મ) કાઢનારો હાલનો દાક્તર?

વધુ વાંચો

#હાઈકુ

@ચોરપગલે@

મારી બારીમાં
અજવાળું, તિરાડ
વાટે ઘૂસી ગ્યું.

#હાઈકુ

ફજેતી

મારી બારીમાં
અજવાળું, તિરાડ
વચ્ચે ભરાણું.

#હાઈકુ
#ચિટર

મારી તરાપ -
ગૌગ્રાસ પર કાગે,
ભાગ પડાવા.

#હાઈકુ

પકડી લીધી -
પંખાની ત્રણે પાંખે,
સંપીને રસ્સી.

#હાઈકુ

ઉડયા ડટ્ટાનાં
બાકી પત્તા, પંખાથી.
લો, વર્ષ પત્યું.

#હાઈકુ

બસ હમણાં -
ભૂકંપમાં જર્જર
દલડું તૂટ્યું.

#હાઈકુ

ઉડાડ્યા પાન
કૅલેન્ડર નાં ફેને
લો, વર્ષ પત્યું.

#હાઈકુ

મારી બારીમાં
અજવાળું પૂછે છે --
અજવાળું કે?