હું શાયર નથી પણ હ્રદય ના દર્દ ને શબ્દો આપવાની કોશીશ કરું છું , પછી એ જખ્મ તમારા હોય કે મારા મલમ લગાવાની કોશીશ કરું છું...#MR

વ્હાલની ગહેરાઈ ને માપી શક્યું છે કોણ,
ભાષા જ્યા અસમર્થ હોય ત્યા બોલી ઊઠ્યું છે મૌન...
? #MR

મળેલા સંસ્કારોનું કંઈક આમ સમ્માન રાખું છું,
જાણી કે અજાણી, દરેક સ્ત્રીનું પૂરતું માન આપું છું...
#MR

એનું પણ આ દરિયા? જેવું જ છે...
જોતા એવું લાગે કે એ મારી તરફ આવી રહ્યા છે,?
પણ હકીકત માં તો એ ત્યાં ના ત્યાં જ છે... ?
#MR

વધુ વાંચો

ફક્ત એટલાં માટે જ શાયરી લખુું છું દોસ્તો

મારું તો કોઈ નથી, પણ તમારું તો કોઈ હશે ને... #MR

આમ તો હું મારો favorite છું, પણ...
"તારા" વગરનો "હું";
એ મને જ નથી ગમતો...
?#MR ?

મને નથી ખબર પડતી
ઈશારા માં,?

વાત કરો તો
વાત આગળ વધે.?

#MR

જવા દો,આ હૃદયનું પણ સાવ એવું છે,
સંઘરી રાખે એ જે નાખી દેવા જેવું છે...!!! #MR

લાગણી ની વાનગી પીરસતા પહેલા
સામેવાળા ની પાચન શક્તિ ચકાસી લેવી સારી... #MR

રમશુ ક્યા સુધી સંતાકુકરી?
આજ તો થપ્પો કરી દઈએ! #MR

અણિયાળી આંખો ને ઉપરથી ચણિયાચોળીની ભાત, તને જોઈને ચાંદ પણ શરમાણો હશે એ રાત...#MR ?