Hey, I am on Matrubharti!

🌹લખવું 📝એતો માત્ર એક કળા ✏️છે.🌹

👉 કળા ✏️એ માં સરસ્વતી દેવીની દેન છે.

👉માટે કળા ✏️ને આપણે માન આપવું જોઈએ.

👉 કળા ✏️ની પુજા, અર્ચના, ઉપાસના, આરાધના કરવી જોઈએ.

👉 આપણું લખાણ ✏️મૌલિકતા ભર્યું હોવું જોઈએ.

👉આપણા લખાણ ✏️માં આત્મનિર્ભરતા હોવી જોઈએ.

👉કોઈ નાં લખાણ ✏️ની ચોરી કરી લખાય તેને કળા નાં
કહેવાય. 🙏મૌલી.🙏

👉ભલે થોડું લખીયે ✏️પણ સચોટ અને આત્મબળ થી
લખીયે.

👉 તેના માટે વાંચન 📝ખૂબજ જરૂરી છે, જેટલું 📝વાંચન વધારશો એટલી જ આત્મનિર્ભરતા વધશે.

👉પછી તમે દીલ દઈને આત્મબળ થી લખી ✏️શકશો, એમાં કોઈ બેમત નથી.

👉પછી તો માત્ર નાની નાની ✏️પ્રતિયોગિતામાં જ નહીં પણ મોટી મોટી ✏️પ્રતિયોગિતામાં પણ સફળતા મળશે.

👉 માં સરસ્વતી 📝નાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે.✏️
🌹મૌલી.🌹🙋

👉 માત્ર ને માત્ર વાંચન 📝 વધારવું જોઈએ.👈
#માત્ર

વધુ વાંચો

પરિચય કંઈ આપવા જેવી વસ્તુ નથી.
પરિચય શેનો આપવા નો,
તમારી માણસાઈ નો ?🏃🏃
તમારા બંગલા - ગાડી નો ?🛵🚗🚐
તમારી જાતીનો ?👉👈
તમારી સુંદરતા નો ?💃💃
તમારી આવડત નો ?🏃
તમારા હોદ્દા નો ?👌
તમારી ચાલાકી નો ?🤼🏃
તમારા ભણતર નો ?👌
તમારા ગણતર નો ?🌹
તમારા અનુભવ નો ?👈
તમારા સંસ્કાર નો ?🌹
તમારી બુદ્ધિ નો ?👉
તમારા વિવેક નો.........ના....ના....ના....જરાય નહીં.

પરિચય આપવો જ હોય ને તો, તમારા આત્મા નો જ🧘
આપજો.એજ સાચો પરિચય છે. આત્મા અમર છે, અને
જે શરીર 💃કે નામ મળ્યા છે ,તેતો રાખ થઈ જશે.🌹
🌹મૌલી.🌹🙋
આત્મા નો પરિચય આપશો તો આપોઆપ જ, બાકી નો
પરિચય તમારા આત્મા નાં કોમ્પ્યુટર માં દેખાઈ આવશે.
માટે ફક્ત ને ફક્ત 🧘આત્મા પરજ ધ્યાન રાખવું.🙏

🌹મૌલી.🌹🙋

#પરિચય 👉🌹👈 હું એક આત્મા છું,
એજ મારો કે તમારો
સાચો પરિચય છે.👉🌹👈

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

વધુ વાંચો

🙏 સાંભળો, સાંભળો, સાંભળો 🙏
(૧) હું ભારત ની ધરતી માતા ને વંદન કરું છું.
(૨) હું મારી જનેતાને વંદન કરું છું.
(૩) હું ધરતી પર ની દરેક માં ને વંદન કરું છું.

🌹દરેક માં ની પ્રાર્થના તો એકજ હોય છે, મારા બાળક નું
રક્ષણ કરજો.બધા એ પોતાની માતા ને વંદન કરવા જોઈએ.તેને ખુશ રાખવી જોઈએ, માન-સન્માન આપવું
જોઈએ. સમય આપી એના દિલની ❤️ વાત સાંભળવી જોઈએ. માં પોતેજ દુર્ગાનું સ્વરૂપ છે, તેનાં માટે નવા કપડાં
લાવશો ને , તો મંદિરમાં બેઠેલી માં ને ચુંદડી ઓઢાડી જ કહેવાશે.🌹
💃Happy Mother's Day💃
🌹મૌલી.🌹🙋.
#સાંભળવુ

વધુ વાંચો

એક ભાઈ રોજ સવારે છાપું વાંચતા - વાંચતા ચ્હા પીતા હોય , ને ત્યારે એમની પત્ની બુમ પાડે , કહું છું સાંભળો છો ? આજે પણ તે ભાઈ નો નિત્યક્રમ ચાલુ જ છે.પણ
ખાલી ફરક એટલો જ છે કે પત્ની ની બુમ પડતી નથી,
છતાંય સંભળાય છે. કારણ તેમની પત્ની હયાત નથી.
તેમને પત્ની નો આ શબ્દ સાંભળવા નો પણ નિત્યક્રમ જ
હતો. 🙏. 🌹મૌલી.🌹🙋


#સાંભળવુ

વધુ વાંચો

🙏 માં બાપ બાળક જ્યારે નાનું હોય છે ત્યારે, તેને
બોલતાં શીખવાડે છે. ચાલતાં પણ તેમની આંગળી પકડી
ને જ શીખ્યો હોય છે.પણ જ્યારે તે મોટો થાય ત્યારે ,
નાની-નાની વાતમાં સંભળાવે છે, કે ચુપ બેસો તમને કંઈ
ખબર પડે નહીં.દરેક વખતે વચ્ચે બોલવાની ટેવ જ પડી
ગઈ છે.માં બાપ ને તો આવું બધું સાંભળવું જ પડે છે.🙏

🌹મૌલી.🌹🙋
#સાંભળવુ

વધુ વાંચો

🙏ગોરા ગોરા ગાલ પર,લાલ - પીળા ચશ્માં,👁️
આંખો ભોળી રાખે ને,મનમાં દુષ્ટતા નાં રાયતાં.🙏
🌹મૌલી.🌹🙋
#દુષ્ટતા

વધુ વાંચો

🙏બાળક જ્યારે નાનું હોય છે ત્યારે દરેક માં પોતાના
બાળક ને કનૈયો કે રામ જ સમઝે છે.અથવા તેવો બને
તેવાં સપનાં જોતી હોય છે.જોવાજ જોઈએ સારું
કહેવાય. પણ મોટા થતાં જ અમુક દીકરો કે દીકરી🤼
એવું દુષ્ટતા 🏃🏃ભર્યું કામ કરી બેસે છે, કે માં બાપ ને
સમાજમાં નીચું જોવાનો વારો આવે છે.દરેક માં બાપ
પોતાના બાળકને સંસ્કાર તો આપતાં જ હોય છે, છતાં પણ આવું બનતું હોય છે.તેમા માં બાપ નો તો કોઈ વાંક
જ નથી હોતો. વાંક હોય છે નસીબ નો, કર્મ નો.તેના
ખરાબ કર્મજ તેને દુષ્ટતા આચરવા પ્રેરે છે.🙏
🌹મૌલી.🌹🙋
#દુષ્ટતા

વધુ વાંચો

🐤સંધ્યા નો સમય થાય કે તરત પક્ષી🐦 પોતાનાં
માળા તરફ આગળ વધે છે.અને આપડે તો સંતોષ જ
નહીં, હજુ કમાઈ લઈએ - હજુ કમાઈ લઈએ .દશ
વાગ્યા હોય ને તોય હજુ કોઈ ઘરાક આવી જશે.ઘરના બૈરાં - છોકરાંની તો પડી જ નાં હોય.એમને પૈસા નહીં
સમય જોઈએ છે.પૈસા તરફ નહીં સમય તરફ આગળ વધવું જોઈએ.🕘🏃🏃🏃
🌹મૌલી.🌹🙋
#વધવું

વધુ વાંચો

🙏જૈન સાધુ ભગવંતો હંમેશા ખુલ્લા પગે જ આગળ વધતાં હોય છે.ગમે તેટલાં કાંકરા,કાચ, કાંટા હોય,કે પછી ઠંડી, ગરમી માં તડકો કે છાંયો હોય.તેમને મારા કોટી😷
કોટી વંદન.🙏
અને આપડે આગળ વધવું છે,પણ આરામથી
ગાડીઓ માં.🛵🏍️🚗🚐

🌹મૌલી.🌹
#વધવું

વધુ વાંચો

🙏ચાલો આપણે બધા મોક્ષ નાં રસ્તે
આગળ વધીએ, ત્યાં સદાય કાળથી 🏃🏃🏃
પ્રભુ એ ભલે 🙏પધાર્યા નું પાટીયું લગાવી રાખ્યું છે.
અને નર્ક માં પણ હવે પ્રવેશ બંધ છે, નું પાટીયું લાગી ગયું છે.કારણ ત્યાં ભીડ બહુ જ વધી ગઈ છે.જેને મોક્ષ માર્ગે
આગળ વધવું છે, તેને પહેલાં સત્ય અને બીજા અહીંસા
નાં માર્ગ પર ચાલવું પડશે. ત્યાંથી આગળ જતાં સીધો મોક્ષ માર્ગ આવશે.સીધો ને સરળ જ છે.વહેલા - મોડાં
તો બધાને જવાનું જ છે, તો સીધાં,સરળ અને પાકાં રસ્તે
જ જઈએ.ઉતાવળ નાં કરતાં , હજુ બધાં એ સત્ય અને અહિંસા નાં માર્ગ પર ચાલવા માટે જીવવાનું છે.🙏
🌹મૌલી 🌹
#વધવું

વધુ વાંચો