॥ સર્વજન સુખાય સર્વજન હિતાય ચ ॥

વર્ષાની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ.

ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો (સ્વાનુભુત છે.)

૧) ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે જમ્યા પછી સુદર્શન/મહાસુદર્શન ઘનવટી - ૨-૩ ટીક્ડી ચાવીને પાણી સાથે (ત્રણ કલાકથી વહેલી નહી, પછી જ).

૨) જો ભાવે તો ભાદરવાના ત્રીસે દિવસ દુધ-ચોખા-સાકરની ખીર અથવા દુધ-પૌવા ખાવુ. ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ.

૩) જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય એવા પાકલ કેળાને છુંદીને એમા સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવા. જો ઇચ્છા હોય તો ઘી પણ ઉમેરવુ. પણ કેળા સાથે ઘી પાચનમા ભારે થાય. એટલે જો ઘી ઉમેરો, તો પછી બે-ત્રણ એલચી વાટીને ઉમેરી દેવી. પાચન સહેલુ થાશે. એવુ કોઇક જ હોય જેને સાકર-કેળા-ઘીનુ મિશ્રણ રોટલી સાથે ન ફાવે.

(જો ખીર અને કેળા - બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવુ).

૪) ભુલેચુકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય.

૫) ઠંડા પહોરે (વહેલી સવારે કે સાંજે) પરસેવો વળે એટલુ ચાલવુ. (ઠંડી અને ચાંદની રાતમાં રાસગરબા ના આયોજન પાછળનુ રહસ્ય આ જ હતુ - પરસેવો પડે)

આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે - रोगाणाम् शारदी माता. એને 'યમની દાઢ' પણ કહી. આપણામા એક આશિર્વાદ પ્રચલીત હતો - शतम् जीव शरदः એટલે કે આવી સો શરદ સુખરુપ જીવી જાઓ એવી શુભેચ્છા આપવામા આવતી.

વધુ વાંચો

*💐કુદરતે બે જ માર્ગ રાખ્યા છે.*
*કાં તો આપીને જાવ*
*નહી તો મુકીને જાવ*
*સાથે લઈ જવાની કોઇ વ્યવસ્થા નથી.*
*તો પણ માણસ માનવા તૈૈયાર નથી!🌺*

*💐🌹💐Good Morning💐🌹💐*
🙏har har mahadev 🙏 #🌅 સુપ્રભાત 🙏

વધુ વાંચો

*મિત્ર ની ખુબ જ સુંદર વ્યાખ્યા..*

*''તમે''*
*''તમારા'' થી જ્યારે ખોવાઈ જાઓ ત્યારે*
*''તમને'' શોધવામાં*
*''તમારી'' જે મદદ કરે એ*
*મિત્ર...!!*

Good morning

🌻🙏જય માં મોગલ🙏🌻

વધુ વાંચો

અંદરથી જાઞો ત્યારે જ
સાચી સવાર થાય છે..!
બાકી તો રોજ રાત પછી એક સવાર થાય છે...!
😊₲❍❍₫ ℳ✺₰ηιη₲😊
☀!!Զเधे Զเधे !!☀

*સાચો માણસ*
*ક્રોધીત હોઈ શકે..*
*કપટી નહીં.. !*

*જગતમાં બે છોડ એવા છે*
*કે જે કદી કરમાતા નથી...*
*અને એક વખત કરમાય પછી*
*લાખ કોશિશ કરો,*
*તોય ફરી પાછા ખીલતા નથી*
*એક છે *પ્રેમ*
*અને બીજો *વિશ્વાસ*


*💐Good morning 💐

વધુ વાંચો

Fact of 90s....
😃😃😃😃😃

સાતમ આઠમ તો અમારી હતી,
એય ને બીજ ત્રીજ થી જ લોટ ના મોટા મોટા દેણા મુકાઈ જાય,

આજુબાજુ વાળા ના વેલણ, પાટલા, ઉધાર માં લેવાઈ જાય,

એમાંય પાછું ગાંઠિયા નું પિત્તળ વાળો સંચો તો ગામ માં કોક પૈસાદાર ના ઘરે જ હોય, એનું પહેલા થી બુકિંગ કરાવ્યું હોય,

નાના નાના ટાબરિયા નું કામ તો બસ એની માં ( એ સમયે મમ્મી નો તી.) કે બહેન કે ભાભી જે વણી વણી ને આપે એ ખાટલા પર સાળી પાથરી એના પર દોડતા દોડતા સૂકવવા જવાનું,

વરસાદ હોય તો ચૂલા માટે સૂકું બળતણ ક્યાંક જૂના ઓરડા માં રાખી દેવું,

આઠમ ના મેળા માં ઘરે થી નિકડયે એ પેલા જ ઘરે થી માં કે બાપુજી એ જ નક્કી કરી દીધું એ કે તારે આ લેવાનું છે,..😄😄

ગમે એટલો વરસાદ હોય તોય બરફ નો ગોલો ક આઇસ ક્રીમ તો ખાવાની જ...🍧🍧🍧

લાકડા નો ખટારો મળે એટલે તો જાણે શું ય મળી ગયું...🚚🚚

અને એ વહેમ તો હજુ ગયો જ નથી કે મેળા માં મોડા મોડા જઈશું તો બધું સસ્તું મળશે...😃😃😃

જેવું પણ હતું, પણ

આજની 1000 રૂપિયા વાળી કાજુ કતરી મા એ મીઠાસ નથી જે એ સમય ની લાડવા માં હતી,

આજના મેથી ના કે ચાટ મસાલા વાળા ખાખરા માં એ મજા નથી જે એ સમય ની ખારી મીઠી પૂળી માં હતી,...

આજના મોટા મોટા અને અવનવા ચકડોળ માં એ મજા નથી જે એ સમય માં નાના એવા ચકડોળ માં હતી,..

આજ કાલ ના ટાબરિયા શું જાણે સાહેબ,
ત્યારે પૈસા ના હતા પણ મજા ખૂબ હતી,
આજ પૈસા ખૂબ છે પણ મજા જ નથી..

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

વધુ વાંચો

*કોઇ "ચિત્રગુપ્ત" ક્યારેય ...*
*આપણા "ચોપડા" લખતા નથી..*

*આપણે જ આપણું "ચિત્ર" ...* *"ગુપ્ત" રીતે દોરીએ છીએ..*


*Good Morning*

વધુ વાંચો

*પુરીમાં ચમચીથી કાણાં પાડવા મમ્મી બેસાડતી એવી સાતમ આઠમ હવે નથી આવતી...*

*હાથમાં લઈ પતરાં ના દેડકાં ટક ટક કરતા મેળામાં જઇએ એવી સાતમ આઠમ હવે નથી આવતી...*

*લાકડા ના ટ્રક માં દોરી બાંધી ફેરવતા. એવી સાતમ આઠમ હવે નથી આવતી...*

*શીતળા માતા ના મંદિરે જતા પાણી વાળા ફુગ્ગા ને કાંકરી ભરેલી દડી ની મોજ વાળી સાતમ આઠમ હવે નથી આવતી...*

*હાથ માં ચોખા રાખી આખી માતાજી ની વાર્તા સાંભળતા. એવી સાતમ આઠમ હવે નથી આવતી... મટકી ફોડ પછી પંજરી ના પ્રસાદ લેવા પડાપડી. એવી સાતમ આઠમ હવે નથી આવતી...*

વધુ વાંચો

*વાણીનો અફસોસ કદાચ થઇ શકે,*
*પણ મૌનનો પસ્તાવો કદી ના હોય શકે !!*
*શુભ સવાર....*

*પોતાના એ જ હોય જે કહ્યા વગર સાથે ઉભા રહે છે*
*સાહેબ*
*બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી દયે છે...*🥀
*🌹શુભ સવાર..*

વધુ વાંચો