મનમાં સ્ફુરેલી લાગણીઓને શબ્દદેહમાં ઢાળીને આલંકારિક વર્ણન કરવાનું ગમે છે.એ ગદ્ય અને પદ્ય રચનાઓ પણ હોઈ શકે છે. હરવુ ફરવુ ને વાંચન, લેખન અને નિરીક્ષણ કરવું ગમે છે. photographyનો શોખ છે.

હાઈકુ
---------
યાદ
-------

અકબંધ છે.
સ્‍મરણોનાં કાગળો,
ના તું ખોલીશ.

- મનીષા પ્રધાન

©MP

તું
------


..ને સતત
વધ-ઘટ થતા શ્વાસને,
રોકી ને
આખરે પુછી જ લીધુ
તું
સો ટકા
ઠીક તો છે ને!!!!!

- મનીષા પ્રધાન

વધુ વાંચો

આણું
--------
સારથીને વાંચનનો અનહદ શોખ એટલે થોડુંક લખતાં પણ શીખી હતી.અભ્યાસ સિવાયના કેટલાય પુસ્તકો તેણે ઘરમાં વસાવ્યા હતા.એ હંમેશા માં ને કહેતી" હું સાસરે જઈશ ત્યારે પણ આ બધા જ પુસ્તકો આણાંમા લઈ જઈશ..." પણ સમય સમય બળવાન હોય છે.
સારથી માટે સારું સાસરું તો મળ્યું પણ એ લોકોએ કહેવડાવ્યું કે અમારું ઘર નાનું છે અને તેમની દીકરીના અભ્યાસના પુસ્તકોથી જ કબાટ ભર્યા છે, એટલે હવે આ કોથળા ભરાય એટલા પુસ્તકો મુકવાની તો જગ્યા જ નથી.અને સારથી પોતાની ઈચ્છાનુંવર્તી મુજબ ન વર્તી અને મનોમન સ્વીકારી લીધું ને આણાંમા કોથળો ભરીને વાસણો લઈને એ સાસરે આવી.
#ઈચ્છાનુવર્તી

વધુ વાંચો

©MP

હૂંફ
------
સતત કંપનીના નફા નુકસાનની ભાગીદારીમા વ્યસ્ત રોમાએ પોતાની હૂંફમાં પોઢેલી દીકરીને આયાના હાથમાં સોંપીને ઝડપભેર ઘર બહાર નીકળી ગઈ.
#હૂંફ

વધુ વાંચો

©MP

©MP

©MP