😇હેલ્લારો😇
હેલ્લારો પિકચરનો એન્ડ ન ગમ્યો .પિકચરના અંતને પુરુષ / સ્ત્રીના સંવાદોથી થોડો મઢયો હોત તો થોડી વધારે જામી જાત . વરસાદ અને એમાં પણ અંધકારમાં સ્ત્રી અને પુરુષ બંનેનો આક્રોશ ક્યાંય ઓગળી ગયો . એ અંધકારમાં લોકોના હાવભાવની અભિવ્યક્તિ પણ ઝાંખી લાગી .

વધુ વાંચો

માઁ ની કોખે જન્મ થતા જ મનુષ્ય તેની આસપાસ ના દરેક સંબંધો સાથે જોડાઈ જાય છે .
બાળપણ એટલે તો પ્રેમ પામવાની પુરી મોકળાશ ...
અને મળેલા એ પ્રેમના સંબંધોની શરુઆત...
કાળા વાળની ઉપર સફેદ વાળ અડ્ડો જમાવે ત્યાં સુધીના પ્રેમના તાંતણે ગૂંથાયેલ સંબંધોનો સથવારો...
અને એવા જ આપણા કોઈ અતૂટ સંબંધ જેમની આપણી જિંદગી માંથી અચાનક વિદાય થાય...
એ પેલા જ આપણી આસપાસ રચાયેલા મનગમતા સંબંધોનું
' ફુલેકુ '
જેને આપણે મન ભરીને માણી લઈએ .
લાગણીના તાંતણે બાંધેલી સંબંધોની મજબૂત ગઠરી હંમેશા અકબંધ રહે .
આપણી આસપાસ રહેલા સંબંધોને સુખડનો હાર લાગે એ પહેલાં આવો સંબંધોને જીવી લઈએ .
ચાલો સંબંધોને જીવી લઈએ
🤗🤗🤗🤗
:- મનિષા હાથી

વધુ વાંચો

' સત્ય '
    💸💸💸💸
આજે ચાલતા-ચાલતા મને અચાનક એવું લાગ્યું મારી પાછળ લોકોનો ઘણો કાફીલો છે .

પાછળ વળીને જોયું તો જે લોકો મારી સામે નજર પણ કરતા ન્હોતા એ ....લોકો પણ હોંશભેર સામેલ હતા . એ પણ ખૂબ પ્રેમાળ સ્મિત સાથે ....   બે ઘડી મન ચકરાઈ ગયું ..

અને મારું ધ્યાન મારા ખિસ્સા તરફ ગયું ...
     
          નોટોથી ભરેલું ખિસ્સુ , શૂટ-બુટમાં સજ્જ હું પોતે  ,મનમાં ને મનમાં હસવા લાગ્યો .
🤔 બસ મર્મ સમજાઈ ગયો ...

વધુ વાંચો

' કર્મોની ગતિ '

🌴🌴🌴🌴🌴

અંધારી કોઠડીમાં ઝળહળી
રહ્યો છે દીવો કોઈ ...
આવતીકાલની ચિંતાના
અંધકારમાં આજને પણ
જીવવુ દુર્લભ.....
સુખતો સઘળું સમાયેલું
ભીતર તો...પણ....
શોધું... અહીં તહી !!!!
અંતે તો કર્મોની ગતિ છે
ન્યારી..
વાવણી થશે એવી જ
જેવા બીજ રોપ્યા હશે...
:-મનિષા હાથી

વધુ વાંચો

💦વાછંટ 💦

💦 💦 💦

રોજ સમી સાંજે
દરિયાકિનારે આવુ છુ ...
ઘૂઘવતા દરિયાની થોડી
વાછંટથી મનને
મનાવું છુ..

દરિયાના પાણીમાં દેખાતું
તારું મનમોહક પ્રતિબિંબ
ખરેખર વ્હાલું લાગે છે
બસ એ વ્હાલપની યાદોમાં
વ્હેતો રહું છું.

વળતી વેળાએ તને દૂરથી
બાય-બાય કરું છું
અને
હોઠોથી ફ્લાયઇંગ
કિસ કરી
આંખોમાં ભીનાશ
સાથે હળવે પગલે
પાછો ફરું છુ....

લોકો પાગલ-પાગલ
કહી હસ્તા રહે છે ...
તો....પણ...
હું રોજ લાકડીના
સહારે રડતી આંખે
પાછો ફરું છુ...
:-મનિષા હાથી

વધુ વાંચો

' આશાનો છોડ ' રમેશનું ઘર એટલે એક નાનકડી રુમ અને એમાં જ ખૂણામાં બનેલું રસોડું જેમાં તે પોતાની વિધવા માઁ સાથે રહેતો હતો . વિધવા માઁ એ પોતાની પુરી જિંદગી રમેશના ભણતર પાછળ ખર્ચી નાખી .ન ટાઢ , ન તડકો અને લોકોના મેણા ટોણા તો ખરા જ ....પોતાની વિધવા માઁ એ  કેટકેટલું વેઠયું હતું . ગ્રેજ્યુએટ થયા પછી લગભગ પચીસ થી ત્રીસ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપીને આવ્યો હશે . પણ દરેક જગ્યાએ નિરાશા જ હાથ લાગી . રમેશ આજે પણ ઇન્ટરવ્યૂ આપીને આવ્યો .ત્યાં પણ એ જ સવાલ ' તમને કામનો કોઈ અનુભવ ખરો ? ' ઘેર આવતા જ ગુસ્સામાં ને ગુસ્સામાં ફાઇલ ફેંકી ઘરના પગથિયે બેસી ગયો . અંદર કામ કરી રહેલી માઁ અને ખાલી થયેલા વાસણોનો અવાજ..... બે હાથ વચ્ચે પોતાના નિરાશ ચહેરાને છુપાવીને બેસી ગયો . થોડી ક્ષણો પછી ચહેરાને હથેળીમાંથી બાર કાઢતા જોયું . કોરીકધાડ પડી ગયેલી બંજર જમીન પર એક લીલોછમ નાનકડો  છોડ ખીલી રહ્યો હતો . ગુસ્સામાં ફેંકેલી ફાઇલમાંથી વેરવિખેર થયેલા કાગળીયાને ફરી સમેટતા એક આશા સાથે રમેશે પોતાના ઘરમાં પ્રવેશ કર્યો .

વધુ વાંચો

' અર્થસભર વાર્તા '     🍂🍁🍂🍁🍂 આલોક નાણાવટી લાકડીના સહારે ધીમેં પગલે પોતાના જ ઘરમાં  , પોતાની બનાવેલી નાનકડી લાઇબ્રેરીમાં સજાવેલ અર્થસભર પુસ્તકોની દુનિયાને જોવા કબાટ ખોલ્યો .... ચશ્માની દાંડી સરખી કરતા એક પછી એક પુસ્તકને નિહાળતા રહ્યા . એક પુસ્તકને કાઢી અંદરના શબ્દોને વાંચવાનો પ્રયત્ન કર્યો . પુસ્તકના એક પાને સુકાયેલ લાલ ગુલાબના ફૂલની પાંખડીઓની સુગંધ આલોક નાણાવટીના હૃદયમાં અને પુસ્તકના પાના પર હજુ પણ એ સુગંધ એમને એમ અકબંધ હતી . આજના છાપામાં અવસાન નોંધમાં વાચેલું નામ..... ' શ્રુતિ અજમેરા ' આલોક નાણાવટીનો કોલેજકાળનો એ પ્રથમ પ્રેમ .....અને પુસ્તકમાંથી સરી પડેલ ગુલાબની પાંખડીઓ સાથે પુસ્તક પર સરી પડેલા અશ્રુઓ...   જિંદગીને અર્થસભર કેવી રીતે બનાવી શકાય એ શીખવામાં પુસ્તકોનો તો ઢગલો થઈ ગયો . પણ એકલા જ જિંદગી જીવવા  કાયમ જજુમતા ' આલોક નાણાવટી  યૌવનકાળથી  વૃદ્ધાવસ્થા સુધી નર્યું એકાંત , નિઃશબ્દ...

વધુ વાંચો

આલિંગન બસ એક વેંત
છેટું જ રહી ગયું .
પણ ચંદ્રયાનની સફળતા તો
એને નીચે આવતા જ મળી .
નરેન્દ્રમોદી જી નું આટલું ભાવવિભોર આલિંગન અને પીઠ થબથબાવતા પિતા સમાન શ્રી નરેન્દ્રમોદીજી

હજારો સલામ છે આપને અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીજી ને
👏👏👏👏

વધુ વાંચો

જીવન છે જરુરી
તો....
એડજેસ્ટમેન્ટ પણ
એટલું જ જરુરી
🤗🌹🤗🌹🤗
🙏શુભ સવાર 🙏