Hey, I am reading on Matrubharti!

નહીં કેળવીએ જો પુસ્તક વાંચવાની ટેવ તો આપણને બાળકો વાર્તા સંભળાવાનુ કહેશે તો શું કહીશું એમને?

हूं मैं बेटी, तो क्या हुआ? मैं माता-पिता का बोझ नहीं, उनके लिए साथी हु, हूं मैं बेटी तो क्या हुआ? मैं माता-पिता का फक्र नहीं, उनके जीवन का सहारा हु!

વધુ વાંચો

હોય જેને વિદેશનુ આકર્ષણ કે મોહ,
એમને જરા કહો કે ઉથલાવે ભારત દેશનો ઈતિહાસ,
આકર્ષણ અને મોહનું કારણ એ જ કે આપણે ક્યાંક જાણી ન શક્યા કાં જાળવી ન શક્યા સંસ્કૃતિ,
સંસ્કૃતિને જાણીએ એ પહેલા તો લપાતા ગયા આપણે વિદેશી રીત-ભાતમા!!

વધુ વાંચો

નારી તું નારાયણીનુ બિરૂદ મળ્યું આપણા દેશની નારીઓને,
તો શા માટે થાય છે દુષ્કર્મ?
સરકાર ચૂપ કેમ છે?
શા માટે સરકાર ટાળે છે આપણા સવાલોને?
શું આ છે આપણો વિકાસ?
આ છે આપણું પ્રગતિશીલ ગુજરાત,આ છે આપણું પ્રગતિશીલ ભારત?
છે એ લક્ષ્મી તો શા માટે થાય છે એની સાથે આવું વર્તન?
હવે વખત આવી ગયો છે એનો નવચંડીનો રૂપ લેવાનો,
આખરે એ ક્યાં સુધી ઝઝૂમતી રહેશે આ બધાથી?
આંખોમાં એની તલવાર જેવી ધાર,
હાથમાં એના કટાર જેવી શક્તિ,
પગમાં એના મહિષાસુરને મારી શકે એવું જોમ,
લે ચાલ મહાકાળીનું રૂપ અને જીત તારી આ લડાઇ!

વધુ વાંચો

કાશ! હોય જિંદગીમાં Auto-Correct તો આપણી કરેલી ભૂલો સુધરી જાય,
કાશ! હોય જિંદગીમાં Auto-Suggestion,
તો આપણે લેવા જ‌ઈ રહેલા ખોટા નિર્ણયો વખતે એ સાચા નિર્ણય Suggest કરે આપણને!!

વધુ વાંચો

રહેવા દે તું મને મારી મોજમાં,
હુ જો બોલીશ તો તું પડી જ‌ઇશ અસમંજસમા!

હવે જે બાળકો જન્મશે એ બહુ Rational હશે.આપણે એને કહીશું કે આમ ન કર,આમ કરવાથી સારું ન લાગે તો એ પૂછશે કે કેમ સારું ન લાગે તો આપણે એના જવાબો આપવા જ પડશે.આપણે એના સવાલોને ટાળી નહીં શકીએ.હવેની આવનારી પેઢી એ વિજ્ઞાનમાં માનતી હશે એટલે આપણે Rational જવાબ આપવા જ રહ્યા!!

વધુ વાંચો

આપણને લાગતો ખાલીપો એ ખાલીપો હોતો જ નથી એ આપણી જાત સાથે વાત કરવા માટે મળેલો સમય હોય છે.બાકી આ અપાર વિશ્વમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો આપણી સાથે જ હોય છે.આપણને કોઈની વાતનો ફેર નથી પડતો એ આપણી ફક્ત માન્યતા હોય શકે, તથ્ય તો ન હોય શકે કારણ કે એક અજાણી વ્યક્તિ આપણી સામે માત્ર જોતી જ હોય તો પણ આપણે કેટલું બધું વિચારે ચઢી જતાં હોઈએ છીએ.એક અજાણી વ્યક્તિના જોવાથી જો આટલો ફરક પડતો હોય તો જાણીતા લોકોની વાતથી,એમના વર્તનથી કેટલો ફર્ક પડતો હશે??આપણા દરેકના જીવનમાં એવા સંબંધો હોય છે જેને મળીને, વાતો કરીને એક અલગ જ ઉમળકો થાય!!

વધુ વાંચો

આપણી જિંદગી સોશ્યલ મીડિયા પર એ હદે સમાઇ ગઇ છે જાણે આપણે આપણા જીવનનો સારાંશ જીવતા હોઈએ સોશ્યલ મીડિયા પર એવું લાગે છે.સોશ્યલ મીડિયાના આવિષ્કાર બાદ આપણી પાસે આપણને અભિવ્યક્ત કરવાના કેટલા બધા વિકલ્પો વધી ગયા છીએ.પણ શું આપણે ક્યારેય વિચાર્યું કે આ બધાની સાથે આપણે કેટલા એકલા પડતાં જ‌ઈએ છીએ? આપણે અભિવ્યક્ત તો કરી નાખીએ છીએ પણ જ્યારે રડવું હશે ત્યારે એ રૂદનને ક્યાં અને કોની પાસે વ્યક્ત કરશું એના માટે તો અંગત જ જોઈએ કારણ કે રડવાનું વ્યક્ત કરવાનુ એ હજુ પણ ઇમોજી સુધી જ સીમિત છે.આપણે આપણી જાતને વ્યક્ત તો ગમે ત્યાં કરીશું ને તો ચાલશે, પણ રૂદન માટે તો કોઈ ખાસ દોસ્ત-યાર, કોઈ ખાસ સંબંધ જ જોઈએ કારણ કે આપણે બધાની સામે રડી નથી શકતા.આપણને મહસૂસ થાય છે, આપણે આપણા ભૂતકાળના અનુભવો પ્રમાણે કાં તો હાલની પરિસ્થિતિ પ્રમાણે ‌સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા હોઈએ છીએ.આથી જ કહું છું કે સોશ્યલ મીડિયા એ આપણને આપણા જીવનનો સારાંશ જિવાડે છે!!

વધુ વાંચો

બહાર વધતા જાય છે છેતરામણના કિસ્સાઓ,
હવે કોની પર કરે માણસ વિશ્ર્વાસ??