I am an IT professional, passionate about literature and language, have tried to write Poems and stories, hoping to get the love and respect from reader community on Matrubharti

માઇક્રોફિક્શન : બાઈક
એ દીપલી, આ તારા રાજુડાની બાઈક મૂક અને આ મારી નવી નક્કોર ગાડીમાં આવ, અહીં તારા રૂપને સાચવવા એસી છે, બાઇકની ધૂપ નથી.

એ જયલા, રાખ તારી ગાડી તારી પાસે, એમાં તારું અભિમાન દેખાય છે. મને ખુશ રહેવા રૂપની નહીં રાજુડાના પ્રેમની જરૂર છે.
-મહેન્દ્ર 'પ્રેમી'

વધુ વાંચો

આજની આ ઘડી રળિયામણી
માણી લઈએ, ફરિયાદ પછી કરીએ.

પ્રોબ્લેમસ એકલા નથી આવતાં
મન મોકળું રાખજો

ઘણા લોકો તમને ફક્ત ટીકાઓ કરતા જોવા મળશે.
વધુ પડતી ટીકા કરવી એ જીવનમાં અપૂર્ણ ઈચ્છાઓ પ્રત્યે ખુદનું રોષ દર્શાવે છે.
અને રસપ્રદ વાત એ છે કે
ટીકા કરવા કરતાં ટક્કર લઈ લીધી હોત તો ઈચ્છાઓ પૂરી થઈ જાત. સમાજને એક ટીકાકાર ઓછા મળ્યા હોત.
બસ ખોટ આપણને વિશ્વાસની હોય છે.
તમે શું કરશો, ટીકા કરશો કે ટક્કર લેશો?

વધુ વાંચો

વરસાદ તને સમ છે તારા વાદળનાં
તને સાચવી રાખીશું ગામના પાદરમાં
બસ હવે શાંત થા, જઈને ભળીજા સાગરમાં
નહીં તો જા મારી કિટ્ટા, અમે ન્હાઇશું શાવરમાં
(કવિ વરસાદી )

વધુ વાંચો

તમે ટક્યા છો એટલે શ્રેષ્ઠ છો એવું નથી,
પણ તમે બીજા કરતાં વધુ સહિષ્ણુ છો.
અને જે ટકે એમની જીતવાની શક્યતાઓ વધુ હોય છે.
લગે રહો...

વધુ વાંચો

શિસ્ત અને સાતત્ય ખૂટે એટલે શ્રેષ્ઠતા ઘટે છે

એક ક્ષણે થયું કે બસ આ છેલ્લો શ્વાસ અંદર ગયો
આ બહાર નહીં આવે અને આજે પતી જ જઈશું
પછી મેમો યાદ આવ્યો અને ફરી હેલ્મેટ પહેરી લીધું
- હેલ્મેટ શ્વાસ લેવા નહીં બચાવવા માટે છે

વધુ વાંચો

લેખકો ધ્યાનથી વાંચજો

You also grant the right to use any Published Works, information, ideas, concepts, know-how or techniques contained in any communication you send to us for any purpose whatsoever, including but not limited to developing, manufacturing and marketing Published Works using such information. All rights in this paragraph are granted without the need for additional compensation of any sort to you.

આ તમે કોક સાઈટ પર એગ્રી થઈને પ્રકાશિત કરી રહ્યા છો
જો ભવિષ્યમાં તમારી વાર્તા પર ફિલ્મ બને તો તમને કશું મળે નહીં

વધુ વાંચો

ગઈકાલે બેંગ્લોર લિટરેચર ફેસ્ટિવલમાં માતૃભારતી વતી ભારતીય ભાષાઓમાં લખાતા સાહિત્યનો પક્ષ મુક્યો અને ભવિષ્યમાં ખૂબ બધી તકો ઉભી થવાની વાત કરી

વધુ વાંચો