Hey, I am on Matrubharti!

એમાં ખોટું શું છે ❣️

રસ્તો મને યાદ છે

हिंद का समय आया ।। 🇮🇳

વિશ્વાસ અને વૈષ્ણવી ધીરજ ભાઈના જોડિયા સંતાન હતા. કમ નસીબે ધીરજભાઈના પત્ની રમાબેનનું મૃત્યુ થઇ ગયું હતું. ઘરના કામ કાજ વ્યવહાર બધુજ વૈષ્ણવી સિખી ગઈ હતી અને સંભાળતી હતી. વૈષ્ણવીને આર્ટ એન્ડ ક્રાફટ નો ખૂબ જ શોખ હતો. ઘરમાં કોઈપણ વસ્તુ વેસ્ટ થવા નહિ દેવાની વૈષ્ણવીનો નિયમ હતો. હર વર્ષે વિશ્વાસ માટે વૈષ્ણવી અવનવી રાખડી જાતે બનાવતી હતી. આ વર્ષે રાખડીની થીમ કંઇક હટકે રાખવી હતી, એટલે વૈષ્ણવીએ બે પાતળા લંબગોળ બનાવી એમાં ચાર પક્ષી બનાવ્યા જેમાં એક પક્ષી અલગ હતું અને ત્રણ સાથે. હાથમાં બંધાઈ જાય એટલી નાની આવૃત્તિમાં વૈષ્ણવીએ ખુબજ આકર્ષક ચિત્ર કંડાર્યું હતું. રક્ષાબંધનનો દિવસ આવ્યો, ભાઈ તો તૈયાર જ હતો. જેવી વૈષ્ણવીએ રાખડી બાંધી પિતાએ ફોટોગ્રાફર તરીકે એકદમ ચપળતાથી ખુબજ સરસ ફોટોઝ લઈ લીધા. રાખડી જોતાજ વૈષ્ણવી, વિશ્વાસ અને ધીરજભાઈ રડવા માંડ્યો. બધાજ સમજી ગયા કે એ ચિત્રનું મર્મ શું હતું. ત્રણ પક્ષી આજે રોઈ રહ્યા હતા, અને એક પક્ષી ખૂબ જ દૂર ચાલ્યું ગયું હતું.

પરિવારનું સદસ્ય મૃત્યુ થયા બાદ દૂર તો થઇ જાય છે પણ એની યાદો ક્યારેય ભુલાતી નથી. એ આપણી અંદર હંમેશા જીવે છે.

આજે આપણે આપણા પરિવાર સાથે છીએ તો જીવી લઈએ, મજા માણી લઈએ. કાલે શું થશે કોને ખબર!

✍️ ચિરાગ વ્યાસ
(અંજાર - કરછ)

વધુ વાંચો

કોરોના વાયરસ ને ૩-૪ મહિના થઈ ગયા. દુનિયા મા સંક્રમિત લોકો નો આંકડો ૧ કરોડ પાર થઈ ગયો છે, આપણા ભારત મા પણ સંક્રમિત લોકો ની સંખ્યા ૭.૬ લાખ થી વધુ થઇ ગઈ છે, છેલ્લા ૨૪ કલાક મા ૨૪૦૦૦ થી વધુ કેસ આવ્યા છે. તેમ છતાં હજુ સુધી આપણે સૌ સલામત છીએ. આપણે સૌને પૂરતું જમવાનું સમયસર મળી જાય છે. નાના મોટું જેવું પણ કામ કરીએ છીએ એ કામ ધંધો પણ સલામત છે. પરિવાર ના હરેક સદસ્ય ની તબીયત બરાબર છે.

ભગવાન ની કૃપા આનાથી વધુ કેટલી હોય શકે. સલામત છીએ, એક વાર ભગવાન નો આભાર જરૂર માનીએ. હે ભગવાન તમારી કૃપા, આશીર્વાદ અને પ્રેમ આમજ વર્ષાવતા રહેજો એવી પ્રાર્થના. 🙏🚩😊

✍️ ચિરાગ વ્યાસ
(અંજાર - કરછ)

વધુ વાંચો

નીતિ

કહેવું અને કરવું નીતિ ની વાત છે,
ડાબે આપેલું જમણું ન જાણે નીતિ ની વાત છે,
આપ્યું કુદરતે જીવન કોઈ કિંમત વિના,
મે બધાય નું મૂલ્ય કર્યું નીતિ ની વાત છે,
ક થી જ્ઞ તો ક્રમ ની વાત છે
પણ 'હું' થી ' આપણે ' નીતિ ની વાત છે,
અંધકાર માં ચિરાગ હરકોઈ પ્રગટાવે છે,
શ્રદ્ધા થી કાલ માટે સાંચવે નીતિ ની વાત છે,
પ્રણય થવો કિસ્મત ની વાત છે,
પણ છેલ્લા શ્વાસ સુધી ટકાવવો નીતિ ની વાત છે,
નીતિ નીતિ હરકોઈ કરેજ છે,
નીતિ થી જીવવું એ પણ નીતિ ની વાત છે.

✍️ ચિરાગ વ્યાસ
(અંજાર - કરછ)

વધુ વાંચો

શબ્દ
-_-_-

મૌન સમજનારને ક્યાં કદી શબ્દની જરૂર પડે છે,
કોઈના શબ્દ બાણ તો કોઈના ફૂલ અહી ઝરે છે,
કહેલ શબ્દ આજે પણ અસર તો જરૂર કરે છે,
વાક્યુદ્ધ એટલેજ અહી હવે શસ્ત્રો નું કામ કરે છે.

✍️ચિરાગ વ્યાસ
(અંજાર - કચ્છ)

વધુ વાંચો

અપમાન થી સમ્માન સુધીની સફર એટલે...
સફળતા.

✍️ ચિરાગ વ્યાસ
(અંજાર - કરછ)

#પરિવાર #family
-_-_-_-_-_-_-_-_-

અદ્રશ્ય દોરે બંધાય એ પરિવાર,
અતૂટ સાથ નિભાવે એ પરિવાર.

હોય ભલે સોમ મંગળ કે બુધવાર,
હોય હંમેશા સંગાથ નો તહેવાર.

દુઃખ પણ જ્યાંથી ભાગે વારમ વાર,
સાથે હંમેશા હોયછે આખું પરિવાર.

કહેવતમાં દુનિયાનો છેડો ઘર કહેવાય,
કારણ કે ત્યાં જ હોય આખું પરિવાર.

બંગલો હોય કે હોય નાની ઝૂંપડી,
ના રહે જીવન જો સાથે ના હોય પરિવાર.

ભાઈ બહેનનો જ્યાં થતો કલરવ હોય,
મા ની મમતા પિતાની મીઠી વઢ હોય.

પત્ની નો વરસતો પ્રેમ અનરાધાર હોય,
બોલવાની જ્યાં હરકોઈને છૂટ હોય.

પરિવાર માં જે વ્યક્તિ સૌથી નાનું હોય,
મજાક સૌથી વધુ એનીજ થતી હોય.

એકને રિસાવવાની અજીબ આદત હોય,
અને ઘર આખું મળીને એને મનાવતું હોય.

એકનો ગુસ્સો આસમાન ને અડતો હોય,
ઠારવામાં આખું પરિવાર એની સાથે હોય.

ના કોઈ બંધન હોય ના કોઈ નિયમ હોય,
તોય નિયમ એકમાત્ર અતૂટ બંધનનો હોય.

હરેકના દિલ મળી બનતું જ્યાં પરિવાર હોય,
સ્વર્ગ થી પણ સારો એ અનેરો અહેસાસ હોય.

અંધકાર મા ચિરાગ પરિવાર હોય,
પરિવાર વિના સુનું આખુંય સંસાર હોય.


✍️ ચિરાગ વ્યાસ
(અંજાર - કચ્છ)

વધુ વાંચો