લોકો શૂન્ય માંથી સર્જન કરે છે પણ મેં તો minus થી ચાલું કર્યું છે તો થોડો સમય લાગશે

દેશ બદલાઈ ગયો છે, હવે આપણી નજર પણ બદલવાની જરૂર છે...

" બહેન...કેટલો સમય લાગશે?"રમેશે સરકારી કાર્યાલયના અધિકારી બહેનને કહ્યુ..
"ભાઈ..સરકારી કામ છે.. તમે લાઇનમાં ઉભા રહો..તમારો વારો આવશે પછી તમારુ કામ તરત કરી આપીશ " ત્યાં કામ કરતા રમીલાબેને જવાબ આપ્યો..
"સાંભળોને બહેન..કાઈ થઈ શકે એમ નથી..? લાઇન ખૂબ લાંબી છે.. મારો ખૂબ સમય વેડફાઈ જશે..થોડુ ઘણુ લઈને મારુ કામ પેહલા પતાવી આપશોતો મહેરબાની.."રમેશે રમીલાબેનને થોડી આજીજી કરતા કહ્યુ..
એને ૫૦૦ની નોટ ધીમેથી ટેબલ નીચેથી રમીલાબેન તરફ સરકાવી..રમીલાબેને નોટ હાથમાં લીધી..
"તમારી ખૂબ મહેરબાની હો બહેન" રમેશ આનંદિત થતાબોલ્યો..
"રાજુ ભાઈ, જરાક અહિ આવો.........આ લો ૫૦૦ રૂપિયા...આ ભલા માણસને ગરમીમાં લાઇનમાં ઉભેલ લોકો ઉપર ખૂબજ દયા આવી.. એમને લાઈનમાં ઊભેલા દરેક વ્યક્તિ માટે નાસ્તો મંગાવવા આ પૈસા આપ્યાં છે.જાવ તમે લાઇનમાં ઊભેલા દરેક વ્યક્તિ માટે સમોસા લઇ આવો.અને જે પૈસા વધે એ આ સજ્જનને પાછા આપજો" રમીલાબેને થોડા મોટા સ્વર સાથે કાર્યાલયનાં પટાવાળાને કહ્યુ..
"તમારો આભાર સાહેબ...જાવ લાઇનમાં છેલ્લાં ઉભા રહો..તમારો વારો આવશે ત્યારે તમારુ કામ થઇ જશે."
ભોંઠૉ પડેલ રમેશ લાઈનમાં છેલ્લે જઇ ઉભો રહ્યો..

વધુ વાંચો

સચ્ચાઈનો સાથ ક્યાં સુધી?
દુનિયા જોવે બસ ત્યાં સુધી


-jaydip khachriya

બોલે તેના બોર વહેંચાઇ
અને
ન બોલવામાં નવ ગુળ

આ બન્ને નો સમન્વય કરીને
બોર વહેંચાઇ એટલું જ બોલવું.

આ તારણ..

Sweet & simple વાત છે,
જો જુની યાદોને ભુલવાની હોય તો નવી યાદો બનાવવી પડે.

ચા,
ચાંદ,
ચોપાટી

આ જ જીવનના સાચા સાથીદાર બાકી બધું મોહમાયા છે.

Be positive

શું રીંગણાનું ડીટીયુ positive??

120 KMPH ની‌ સ્પીડ થી ટ્રેન આવતી હોય અને તમે એની સામે ઊભા રહી જાઓ અને કહો કે કંઈ નહીં થાય be positive .....

હા તો કંઈ જ નહીં થાય ટ્રેનને તમારૂ તો રામ જ જાણે


દરેક ‌વખતે positive રહેવું પણ સારૂ નથી. સમય અને પરીસ્થીતી મૂજબ attitude બદલવો પડે

વધુ વાંચો

#moralstories

જુઠની જીત

અમદાવાદથી સવારના 6 વાગ્યે ઉપડેલ Train number 22954 ગુજરાત એક્સપ્રેસ લગભગ 10:15 એ ભરૂચ પહોંચવા આવી હતી. એટલામાં તો TC બધાની ટીકીટ ચેક કરતો કરતો એક 35 વર્ષના માણસ પાસે આવી ગયો અને એને જોઈને માણસના માથે પરસેવો દેખાવા લાગ્યો.

TC ને ખબર પડી ગઈ હતી કે આની પાસે ટીકીટ નથી પણ TC એ બે ત્રણવાર ટીકીટ માગી પણ એ ભાઈએ કઈ પણ બોલ્યા વગર ઉભો હતો અને એ ભાઈ ખુબ જ ગભરાઈ ગયો હતો.

એ ભાઈ પોતાની બેગમાં હાથ નાખીને કંઈક કાઢવા જ જતાં હતાં ત્યાં જ તો બાજુ માં બેસેલ 20 વર્ષના યુવાને કહ્યું આ અમારા બન્નેની ટીકીટ અને TC ચેક કરીને જતો રહ્યો.
યુવાનને પેલા ભાઈએ પુછ્યું તારી પાસે વધારાની ટીકીટ કેમ? ત્યારે ચોખવટ કરતા કહ્યું કે મારો દોસ્ત આવવાનો હતો પણ એ લેટ થઇ ગયો અને ટ્રેન ઉપડી ‌ગઈ.

"પણ ‌તુ મને ઓળખતો નથી તો પણ તું જૂઠું બોલીને મારી મદદ કેમ કરી?"

"આજે તમે કોઈકની મદદ કરો કાલે કોઈક તમારી મદદ કરશે. એમ પણ મહાભારતના યુધ્ધમાં પણ શ્રીકૃષ્ણ‌ના માર્ગદર્શન હેઠળ યુધિષ્ઠિર અસત્ય બોલીને જીત મેળવી હતી, તો આ વાત પરથી એમ નક્કી થાય કે એક જુઠ બોલવાથી કોઈ નું ભલું થતું હોય તો એ સો સત્ય કરતા સારૂ છે"

એટલામાં તો નર્મદા નદીનો પુલ આવી ગયો અને પેલા ભાઈએ બેગ માંથી રીમોટ કંટ્રોલ બહાર કાઢીને સેલ ફેંકીને રીમોટ કંટ્રોલ ભાંગીને બેગ સાથે નદીમાં ફેકી દીધું .

બીજા જ દિવસે સમાચારમાં મેઈન હેડલાઇન આવી
" ભરૂચ નજીક નર્મદા નદીમાં એક બેંગમાથી RDX બોમ્બ મળી આવ્યો.
મળતી માહિતી મુજબ આ બેગમાં રહેલા ડોક્યુમેન્ટ પરથી એવું જાણવા મળ્યું કે નર્મદા નદી પર ટ્રેન સાથે રેલ્વે બ્રીજ ઉડાવવાનો પ્લાનિંગ હતો."


એક ટીકીટએ આજે અનેકની જીંદગીની ટીકીટ બચાવી

Moral : बेवजह अच्छे बनो वजह से तो बहुत सारे बने फिरते हैं।

વધુ વાંચો

#MORALSTORIES

સુરતમાં આવેલી BAPS હોસ્પિટલમાં ICUની બહાર રમેશભાઈ, રમાબેન અને પોલીસ કમિશનર મિસ્ટર વાઘેલા ઊભા હતા.
રમાબેન લગભગ છેલ્લા એકાદ કલાકથી રડી રહ્યા હતા અને એનું કારણ હતું કે ICU ની અંદર બેડ નંબર ૨ પર દાખલ થયેલી એની ફુલ જેવી ૨૨ વર્ષની માસૂમ દિકરી પર કોઈક નરાધમે એસિડ ફેકયૂ હતું.

એટલામાં માં જ રમાબેન નો દિકરો રાકેશ ત્યાં આવ્યો અને એમના પિતાને પુછ્યું કે આ બધું કંઈ રીતે થયું.

" રીયાની આજે પરીક્ષા હતી ૧૧ વાગ્યે એ કોલેજ પહોંચી ગઈ ત્યારે એને ખબર પડી કે એ હોલ ટીકીટ ઘરે ભુલી ગઈ છે તો એ એની ફ્રેન્ડની સ્કૂટી લઈને આવતી હતી ત્યારે એના મોઢા પર સ્કાર્ફ બાંધ્યો હોવાથી એ હેવાને તારી બેન ને સ્કૂટીની માલીક કિરણ સમજીને એસિડ છાંટી દીધુ." આટલું બોલતાંની સાથે જ રમેશભાઈ રડવા લાગ્યા.

એટલામાં રાકેશ ICU ની અંદર ગયો અને રીયાની હાલત જોઈને પોતાને પસ્તાવો થતાં ટેબલ પર પડેલા scalpen થી પોતાના જ હાથની નશ કાપી નાખી.

Moral of story : જે તમારી બહેન કે પત્ની સાથે ન થવું જોઈએ એ તમે બીજાની બહેન કે કોઈ પણ સ્ત્રી સાથે ન કરો, ન કરવા દો કોઈ ને પણ.‌..
Wear helmet be safe

Jaydip khachriya

વધુ વાંચો