Hey, I am reading on Matrubharti!

🇮🇳 સલામ 🇮🇳
#સલામ

'હૃદયના ભાવથી તને જ પ્રેમ કરું છું,
બસ આમ જ ચુપ રહીને પણ
તારી જ વાત કરું છું.
પામવી તો મુશ્કેલ છે તને પણ
છતાંય ઈન્તઝાર તો તારો જ કરું છું.
#મુશ્કેલ

વધુ વાંચો

સ્મશાનની રાખ ચારણીમાં વારંવાર નાખીને ચારી જોયુ...પરંતુ અફસોસ...

માણસનું અભિમાન, ઘમંડ, હોદ્દો, માન, મોભ્ભો, ઈજ્જત, બ્રાન્ડેડ વસ્તુ, દોલત, ક્યાંય મળ્યા નહીં.

જે માણસ જીવનભર સાથે લઈને ફરતો હતો.

વધુ વાંચો

એક તો લાભ પાંચમને,
પાછી તું અને તારી લાલ સાડી,
બસ પછી ચોઘડિયું શુ જોવું,
મારે તો મહુર્ત જ મહુર્ત....
#લાભ

એ મને લાભ શુભના ચોઘડીયા જેમ ફળે છે, હું ઘરેથી નીકળું અને એ રસ્તામાં સામે મળે છે.
#લાભ

વધુ વાંચો

બની ગયો તારા સંગીત મા હું ઓતપ્રોત....

જાણે અંધારું હતું ને તે જગાવી જ્યોત...
#જ્યોત

વધુ વાંચો

❛લીલાંછમ પાંદડાંએ મલકાતાં મલકાતાં
માંડેલી અચરજની વાત

ધરતીને સીમમાં જોઈ સાવ એકલી ને
તરત બાઝી પડ્યો વરસાદ❜
#ધરતીનું

વધુ વાંચો

હુ ઝાંઝર નો ઝનકાર સાંભળવા આતુર હતો,
અને એને આદત હતી ધીમે પગલે ચાલવાની....!
#આતુર

પ્રથમ પ્રેમની શરૂઆત નથી સમજાણી…

તૂટેલા દિલની રજૂઆત નથી સમજાણી…

પૂનમની ચાંદની હેઠળ નયનોએ કરેલી કબુલાત નથી સમજાણી…

ઘણાને વારંવાર મળવાનું થાય છે પણ કોઈની મુલાકાત નથી સમજાણી…

સ્વપ્નપ્રદેશમાં સદા રહ્યો છું એટલે મને હકિકત નથી સમજાણી…

હું ખુબ જ આતુર છું બધું જણાવા પણ અફસોસ મિત્રો મને મારા જ દિલની દાસ્તાન નથી સમજાણી…
#આતુર

વધુ વાંચો

લાગણીની ઇજાઓને હૂ હસતાં હસતાં વર્ણાવું છું ,

લોકો જાણવા આતુર છે કે હું શબ્દો ક્યાંથી લાવું છું !!
#આતુર

વધુ વાંચો