સાહિત્યનો જીવ છૂં અને સાહિત્યમાં હું જીવું છું, ફાટેલી તૂટેલી લાગણીઓને કલમના દોરાથી સીવું છું. સિહોર તાલુકાનું ઢુંઢસર ગામ કરણસિંહ ચૌહાણ છે નામ.શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજ,ભાવનગર ખાતે કરુ છું કામ, સૌ સાહિત્ય રસિકોને મારા હદયપુર્વકના પ્રણામ.

આતુરતાથી રાહ જુઅે છે મનડું અમારું,
હૈયાના દ્વારમાં થશે કદી આગમન તમારું.
#તમારું

નથી ખબર કે કઈ વાતના શિકાર થઈ ગયા,
કોઈનો ગુનામાં પોતે જ ગુનેહગાર થઈ ગયા
#શિકાર

આંખો સામેથી દ્રશ્ય અેવું પસાર થ્ઈ ગયું,
ક્ષણભરમાં જ યાદોના અે ઢગલા દ્ઈ ગયું.
#દ્રશ્ય

સ્વનું અભિમાન રાખીને બનો દુષ્ટ તમે,
કાં કોઈનું સન્માન રાખીને બનો પુષ્ટ તમે.
#દુષ્ટ

નથી છાનીમાની મારી આ જિંદગાની,અરીસા જેવું ચરિત્ર,શોર્યભરી જવાની.દિલમાં રાખું દયાને,હાથમાં છે ભવાની,છે આટલી મારી કથા,આટલી જ કહાની.

વધુ વાંચો

જીતવા નીકળ્યા તમારું દિલ,
ને ખુદને જ અમે હારી ગયા,
તો તમે જ હવે ચોખ્ખું કહો,
આમા નફો કે થયું નુકસાન.
#નુકસાન

વધુ વાંચો

રહો સાવધાન પોતીકાથી દિલમાં શૂળ ભોંકનાર ક્યારે કોઈ અજાણ નથી હોતા
#સાવધાની

અેક સુંદર મજાની ગજલ લખી દઉ, કોઈ મુંજવતી પઝલ લખી દઉ, કે તારી યાદમાં ખુદને ઘાયલ લખી દઉ

નિષ્ફળતા છતાં પ્રયત્નો અે બીજું કાંઈ નહિ,
પરંતુ આવનારી સફળતાનો જ છે સામાન
#સામાન

દરેક ગુનાહમાં ગુનેહગારને કંઈક તો સજા થાય છે,
વિશ્વાસ તોડનારનું કેમ બધું ભીનું સંકેલાય જાય છે!!
#ભીનું