#AB..kunjdeep..enjoying my life with full of love

હું અને મારી કલમ અમે બંને અટકી ગયા
કારણ અમે બંને પ્રેમને ચીતરવા બેસી ગયા

જરાક અડગ મને ફરી કંઈક લખવા બેઠા
તો ફક્ત અને ફક્ત તને જ અમે લખી ગયા

હવે વાંક કોનો તે તું જ કહે અમને
અમે તો નાહક ના બદનામ થઈ ગયા
-કુંજદીપ

વધુ વાંચો

જીવી જુઓ કોઈ એકલવાયું જીવન,
આમ,જેમ જીવ્યું પોતે જ મારા માધવે

મોરલી રાખી અધરે પ્રહષઁ કર્યા બધાને,
તૃષ્ણા ત્યાગી પોતાની જ મારા માધવે

હર્ષ રાખી પોતાના મુખ પર બીજા માટે,
મીઠા ગોરસ ખવડાવ્યા સૌને મારા માધવે

અળગો ન થવા દીધો મેં મારા હૈયાથી
આખું જીવન કષ્ટ વેઠ્યુ છે મારા માધવે

હું રાધા, ને મને તો તૃપ્તિ ત્યારે જ મળી
જ્યારે ભેળવી મને એનામાં મારા માધવે

-કુંજદીપ 🌹

વધુ વાંચો

જાત પર વિશ્વાસ રાખી ને જીંદગી જીવું છું, રોજ નવા નવા સંઘર્ષોથી દિવસ શરું કરું છું

જરુર પડે હું જ પંચજન્ય વગાડી પોતાની જાતને જ જગાડું છું,

પાર ન કરું એ શિખર ત્યાં સુધી હું જ મારો સારથી બનું છું,

પછી પોતાનું જ સન્માન કરી શાબાશી આપું છું, કારણ હું મને ચાહું છું...

-કુંજદીપ

વધુ વાંચો

💕💕 ખોવાયો છે આજ મિત્ર મારો 💕💕

💕એક અઝીઝ દોસ્ત ની યાદ માં 💕


ખોવાયો છે આજ મિત્ર મારો
મળે તો મારું કહેણ કહેજો

જીગરજાન છે મિત્ર એ મારો
કોઈને મળે તો મને કહેજો

સુનો પડ્યો છે તારો સુદામા
કોઇ કૃષ્ણ ને જઈને કહેજો

બ્રાહ્મણ છું મિત્રતાની ભીખ ન માંગીશ
પણ તું મિત્ર પાસે માંગી તો જો

જાણું હદયના કોઇ ખૂણે તો હું છું
ફરી એકવાર મને યાદ કરી તો જો

ભર મહેફીલોમાં પણ તું છે એકલો
પાછો મારો સથવારો તું લઈતો જો

આજ આવી ને ઊભો છું હું તારા દ્વારે
તું ફક્ત અંદર મને બોલાવી ને તો જો..

ન દઈ શકીશ તને હું કંઈ જ ભેટ
પણ એકવાર મને ભેટી તો જો

ભલે ગરીબ બ્રાહ્મણ છું પણ
મારા દિલ ની અમીરી જોઈતો જો

કરું તારા પર બધું જ ન્યોછાવર પણ
પણ,એકવાર તો તું મને મળીતો જો

આ સોનાની દ્વારકાના રાજા ને પૂછું
જોયો મારો સખા? ખોવાયો અહીં જ જો

મળેતો મારું કહેણ કહેજો એટલું
તને સુદામા એ સાદ ને સાથ દીધો જો

-કુંજદીપ

વધુ વાંચો

તમે અણધારો અણસાર લઈને આવ્યા
પ્રણય ઉજવવા અવસર લઈને આવ્યા

મારા મનનાં માણીગર મારા માધવ તમે
જીવનમાં તમે પ્રેમનો પ્રસંગ લઈને આવ્યા

-કુંજદીપ 🌹

વધુ વાંચો

એવો પ્રેમ જ કરવો શું કામનો ??
જે મળી ન શકવાથી પતી જાય..

પ્રેમ તો એવો કરવો સાહેબ,

હાથ છૂટે પણ સાથ ન છૂટે અને અંતે,
શ્વાસ છૂટે ત્યારે આતમમાં ભળી જાય ..

-કુંજદીપ 🌹

વધુ વાંચો

આમ કાતીલ આંખોના વાર કરી દીલ ઘાયલ કરે છે
એની મીઠડી હંસી ના એ કામણ કરી મારણ કરે છે

કહી દો કોઈ હવે મારા કાનુડાને મને આમ ન સતાવે
તારી દિવાની આ રાધા ના હાલ હવે તું બેહાલ કરે છે

-કુંજદીપ.

વધુ વાંચો

ના કામ લાગી કોઈ તબીબની દવા
ના કામ લાગી કોઈ ફકીરની દુઆ

બસ જરા દિદાર જો તારા થાય તો
માંડે પાછું આ હૃદય મારું ધબકવા

-કુંજદીપ

વધુ વાંચો

મૂશક રાજના મિત્ર બની
જગ આખા માં તમે ફરો છો

મોદક દીઠા નથી કે બંને દાનત બગાડો છો..

કરતૂતો તમારી જગ વિખ્યાત
પણ સૌના વિઘ્નહરતા છો..

-કુંજદીપ

વધુ વાંચો

સર્જન નું વિસર્જન નક્કી જ છે
એજ તો તું પણ સૌને શીખવાડે છે

સ્વજન નું વિસર્જન હૈયે ઘા દે છે.
તું પણ જઈશ એથી દિલડુ દુખે છે

એક પિતાની વિદાય ભૂલી નથી હું
ત્યાં તે પણ જવાની વાત છેડી છે

પણ જગતમાં આવન જાવન તારું
મારા જીવનને એજ મહેકાવે છે.

બાપા આવતા વર્ષે હું રાહ જોઈશ
તું જલદી આવે એ મારી અરજી છે

-કુંજદીપ 🌹

વધુ વાંચો