હતા મ્હેતો અને મીરાં, ખરા ઈલ્મી ખરા શૂરા હમારા કાફલામાં એ મુસાફર બે હતાં પૂરા.

મારે શું.. તારે શું.. આપણે શું..

આમાં ને આમાં સંબંધો ખોવાઈ રહ્યાં છે..

સ્ત્રી...

નથી તે વિરોધ કરતી
નથી તે સામનો કરતી
નથી તે સ્વીકારી શકતી
નથી તે માંગી શકતી
નથી તે છીનવી શકતી
નથી તે બતાવી શકતી
નથી તે પાછી ફરી શકતી
નથી તે સમજાવી શકતી
નથી તે પહેરી શકતી
નથી તે ફરી શકતી
નથી તે સાંભળી શકતી
નથી તે બોલી શકતી
તે કંઈ જ કરી શકતી નથી.
સ્ત્રી દુખી છે તેમાં શું ફક્ત અને ફક્ત વાંક તેનો જ છે ??

પોતાનાં સપનાઓની ચટણી બનાવી
સૌનાં જીવનમાં સ્વાદ ભરે છે.
સૌની ફરમાઈશ પૂરી કરતાં કરતાં
તેની ઈચ્છા ક્યાં દફનાવી
કોઈને ખબર નથી,
કોઈ જાણવા ઈચ્છતું પણ નથી,
અનેક ઈચ્છાઓ ડૂસકા ભરી શાંત થઈ જાય છે,
કોમામાં સરી પડે છે,
જીવે છે પણ કોઈ હલન ચલન નથી,
નિ:શબ્દ બની અસ્તિત્વ શોધે છે,
ફરી રાતના ગુમનામ અંધારે.
ફરજ સમજી ઈચ્છા વગર થતી ક્રિયા,
અરમાનો રગદોડાયને થાકી સૂઈ જાય છે,
પ્રસંગોપાત મળેલી ચીજો
અહેસાનનો અહેસાસ કરાવી જાય,
લાગણીઓ સજ્જળ જડ બને,
કટુવચનો, સમાજનાં બંધનો, શંકા-કુશંકા, અપમાન, હૂંફનો અભાવ...
કેટલું સહેતી નારી!
સામે ઉતર આપે તો,
અસંસ્કારી જાહેર કરાય...
પછી....
.............

"માત્ર પ્રેમ કરવાથી'જ સ્ત્રી સમજાતી નથી...
જીવવું પડે છે એની સાથે.."

વધુ વાંચો

માણો તો હું મોજ છું હું !
પણ ઘટતી જાઉં રોજ છું હું !!

ક્યારેક દુઃખ નો ધોધ છું હું !
તો ક્યારેક સુખની ખોજ છું હું !!

ભરી લ્યો તો હું શ્વાસ છું હું !
રાખી લ્યો તો વિશ્વાસ છું હું !!

ક્યારેક આસ પાસ છું હું !
તો ક્યારેક બહુ ખાસ છું હું !

લડી લ્યો તો જંગ છું હું !
પુરી લ્યો તો રંગ છું હું !!

ક્યારેક ઘણી તંગ છું હું !
તો ક્યારેક તારી સંગ છું હું !!

સમજો તો એક વિચાર છું હું !
માનો તો સાચો યાર છું હું !!

સ્વપ્ન માનો તો સાકાર છું હું !
ઈશ્વરે આપેલો ઉપહાર છું હું !!

વધુ વાંચો

એક ને વળાવું ત્યાં
બીજી દરવાજે ઊભી હોય છે,
આ ઈચ્છાઓ પણ ઘણી
અપલખણી હોય છે..!!

શિખર
અને
સિંહાસન
પર
વ્યક્તિ
હંમેશા
એકલો

રહે
છે.

શબ્દો ને આજ મૌન પાળી લેવા દે,
હૈયે થી હૈયા ને વાત કરી લેવા દે.

પ્રેમ ના પારખાં પાનખરમાં જ થાય દોસ્ત,

બાકી વરસાદમાં તો દરેક પાન લીલું જ લાગે છે.

🙏નવું વરસ🙏
🙏વીતે સરસ🙏

તું જાત પતંગીયા ની, ફરફર ફરફર ઊડે,
હું ફુલ ગૂલાબનું , તું જા ને દિલ મારૂં રડે!!

પીંજરુ સોના નું હોય એટલે સુખ આપે એવું થોડું છે,

પંખી ને તો આકાશ જોઈએ...