Hey, I am on Matrubharti!

રાવણને બાળવાથી શું?
રાવણ તો અજર અમર છે
ઇ તો ભીતર વસે છે
કાગળના પૂતળા બાળ્યેથી શું?
હીન ભાવના તો વાઢી વધે છે
રોજ રોજ ફૂટે છે એને તો કુંપળો
એને ડામવાનું શું?
માઃહયલો બદલશે જે દી રૂપ રંગ
તે દી આપોઆપરાવણ સળગશે.

વધુ વાંચો

સૈયર સરત ન રહી
સમય સરી ગ્યો હાથથી
ઝંખનાના ઝાડને ફૂલડા ઉગશે
વીણીવીણીને છાબ ભરીશ હું
એનું અત્તર બનાવીશ
ઇ અત્તરથી અંઘોળ કરીશ હું
મઘમઘી ઊઠીશ
વાતાવરણને. ફોરમતું કરીશ હું
પણ મનની મનમાં રહી ગઇ
ઝંખના વાંઝણી રહી ગઇ
સૈયર સરત ન રહી
સમય સરી ગ્યો હાથથી
હાથતાળી દઇ ચાલ્યા ગ્યા શમણા
હું તો સેવતી. રહી મનોરમ ભ્રમણા
ખુદની ઓળખ પણ મૂળગી ભૂલી ગઇ
સૈયર સરત ન રહી.

વધુ વાંચો

આજ દિલે પટારો ખોલ્યો છે
સંસ્મરણનો
હું અવાક થઇ ગયો ઢગ જોઇને
ઓહ!આહ! વાહ! બોલાઇ ગયું
અ...ધ...ધ..ધ આ બધામાંથી
હું હેમખેમ પસાર થઇ ગયો
એકપણ ખરોંચ વગર
ના સંભવિત એ
ભલા કાજળની કોટડીમાં રહી
કાળાશના અંશ વગર
બહાર નીક્ળી શકાય?
પણ. ખરેખર ખેલ આબાદ
ભજવાઇ ગયો...
કેટલાય પ્રસંગો હતા હાજર
મારા. શૈશવથી માંડીને આજ સુધીના
પણ દરેકના ચહેરા પર
જુદા જુદા ભાવની લિપિ અંકીત. હતી.
આજ તો ઘણાનો સાથ છૂટી ગયો છે
ઘણાનો હાથ છૂટી ગયો છે
પણ આજેય સ્મરણની ઝલક
રણમાં.મીઠી વીરડી સમી લાગે છે.!

વધુ વાંચો

આકાશને માપવા અનુમાન ન કર
આકાશને પામવા અનુમાન ન કર
કર ઇરાદાની પાંખને બુલંદ
કેવળ તટના છબછબિયાથી
તળનું અનુમાન ન કર
છીપના મોતીને પામવા
મકકમ છલાંગ ભર
પ્રેમ મળશે જરૂર અનુમાન ન કર
પ્રેમ પામવા જાતને ચરિતાર્થ કરબસ આજ તો
સાવ નિરુદ્દેશ રખડવું છે
કશા કારણ વગર
સબૂધોની ક્ષિતિજે અડવું છે
કશા કારણ વગર
હેતાળ લાગણી સંગ ઉઘડવું છે
સ્મિતનો કારોબાર બહુ કર્યો
ભીની આંખેથી દડદડવું છે
કશા કારણ વગર
હાથમાં ઉમંગની કરતાલ સંગ ખખડવું છે
કશા કારણ વગર
ખૂબ કીધી પ્રતીક્ષા રાત-દી
આજ બધું છોડીને નિકળવું છે
પ્રેમનો તલસાટ ઘણો વેઠયો
દર્દને સરેઆમ ગબડવું છે
બસ આજ ઔઓ!

વધુ વાંચો

એક નવી ડગર. પર હું-તું જઇએ
ચાલ આજ ફરી પોતીકુ જીવી લઇએ
સપનાના કલ્પવૃક્ષને વાવી દઇએ
ઉમંગના પુષ્પોનું ઉપવન રસાવી લઇએ
લાગણીઓની વાદળીઓને વરસાવીને
સુખ સુખડની સુગંધ ફેલાવી દઇએ
ભાર ,પીડા, વ્યથાને ફંગોળી દઇએ
હળવા ફૂલ થઇને પંખી સાથે ઉડી લઇએ
સમીરના અડપલા મનભર માણી લઇએ
મારા-તારા,તારા-મારા ભેદને ભૂલી જઇએ
અદ્વૈત સમાધિનું એક સ્દાન બનાવી લઇએ...

શ્રધ્ધાની નાવ
તરી અફાટ સિંધું
આવે કિનારે

આંધી-તોફાને
બૂઝવાતો નથી આ
શ્રધ્ધાનો દીપ!

મા યાદસિંધુ
મબલખ મોતી નો
આપે ખજાનો!


યાદ તારી. આવશે ને
આંખ આંસું. સારશે
એ સમે, દેવલોકે. જઇ. વસેલી
મા,તું દ્રષ્ટિ નાખજે....યાદ
પથ મહીં ભૂલો પડુંને
યાતના. ઘેરી વળે
રક્ષવા....હામ. પૂરવા
મા, તુંહાથ માથે રાખજે...યાદ
અન્યનો. ટેકો થવાની
ટેક જો તૂટી પડે....ઢીલો પડું હું
એ સમે,દેવલોકે જઇ વસેલી
મા, તું દ્રષ્ટિ નાંખજે.....યાદ
ટકવાની....મકકમ થવાની
તાકાત મા તું આપજે.....યાદ

વધુ વાંચો

હું
બેઠી
પરસાળમાં
હાથમાં લઇ કાન. મા
તું કયારે મને
પદરવ સંભળાવીશ મા?
હું
બેઠી
પરસાળમાં
આંખો બિછાવીના વાટ. મા
તું કયારે સૂરત દૈખાડીશ મા?
હું
બેઠી
પરસાળમાં
શમણાની ડાળ લઇ હાથમાં
તું કયારે ડાળ સજાવીશ મા?


હે ગજાનન
વિઘ્ન હરંતા
મંગલ કરંતા
દુઃખ હરંતા
સુખ કરંતા
સર્વ દેવોમાં પ્રથમ સ્થાન તારૂ
સર્વ પહેલા થતું પૂજન તારૂ
લાભ શુભ રિધ્ધિ સિધ્ધિના દાતા
શુધ્ધ બુધના સ્વામી
તારુ કાયમ રહે
હ્રદયમાં સ્થાપન
કેમ કરી શકું હું તારૂ બાપ્પા વિસર્જન?
ખયાલ માત્રથી. થરથરતું મન
ગાત્રોમાં થતું કંપન
તને કેમ કરું જળમાં વિલિન?
અક્ષતના સ્વામી
તમને કેમ કરૂ વિક્ષત?
હે ગજાનન
કાયમ રહે. મારા. હ્રદયમાં તવ સ્થાપન!તારાથી
દૂર સુદૂર
મેં મારો આવાસ ચણ્યો
છતાંય
હું જે ગલીમાં
મારા ચરણ રાખવા જાવ છું
ત્યાં. ત્યાં
આગળ-આગળ
તારા ચરણની છાપ છે!

વધુ વાંચો

હું
ના ચોર
હા ચોર
હોત તો?
ઇશુના
દિલના
વહેતા
રકતમાંથી
દયા ચોરી લેત
ગાંધીના
વિચારમાં
એકરૂપ થયેલ
સત્ય ,અહિંસા ચોરી લેત
કાશ!
બુધ્ધના નયનમાંથી
કરૂણા ચોરી લેત
કબીરના
વલણની
શુધ્ધતા ચોરી લેત
મીંરાના
રકતમાંથી
ભકિત ચોરી લેત
નરસિંહના રકતમાંથી
આસ્થા ચોરી લેત
જો હું ચોર હોત તો !મને પાછા આપો(3)
તલસે છે,તડપે. છે. ,ટળવળે છે
હિઝરાય છે, ઝૂરે છે મારૂ મન
આ વાયદાના રસ્તાને હડસેલી દો
મન સ્મરણની માટી પાછી પાથરી દો
સળગાવી દો....આ. રાક્ષસી એકલતાને
ઝૂમતી. રણઝણતી યાદોને.....ધીમે. ધીમે
આંખ આંગણથી. નિસરવા દો
મને બંદી બનાવતી
ખોટી ચણેલી ઇજજતની તોતિંગ
ઇમારતો તોડી પાડો
મને મોકળાશમાં ખૂલવાને. ખીલવા દો
મારા વિશ્વાસના ખોરડાને ઊભું કરી દો
ઠેલી દો. હડસેલી. દો
પરંપરાના મેલા સાગરને જોજન દૂર
મને તો.મારી એષણાની
નદીના કલકલતા. સૂરને સૂણવા દો
એને તટે મારી પ્રીતના વૃક્ષો
મિલન ગીત ગાતા'તા
એ મને પાછા આપો
મને બીજું કશુંય ના જોતુ!

વધુ વાંચો

સમયના હાથમાં છે બધી ચાવી
કોઇને બનાવી દે સિકંદર
કોઇને કરી દે મસ્ત ફકીર
ભલે જીવ્યો જીત્યો જગતમાં
મબલખ કરી કમાણી
ખબર સહુને હોય છે
અંતે મળતી હોય છે કબર
રાજા હો કે રંક
કરે ગુણક ભાજકને સરવાળા
સરવૈયાને અંતે
સમજાયે છે સત્ય
કેવળ અહીંયા કરાય છે
સ્નેહની જ બાદબાકસજળ આંખ તો સહુ કોઇ જોતા
ખબર કયાં પડે છે?
અનરાધાર રડે છે. અંતર
પરિણામ મેળવવા
તલપાપડ મન
અંતે ખબર પડે છે
અહીંનું તો અહીંયા. રહેવાનું છે
દિન-રાત લડયો જે ખાતર!


સહુની મુઠ્ઠીમાં બંધ
સપનાની જાગીર હોય છે
તૃણ હોય કે હોય તરૂ
સંતાન તો છે ધરતીના
એક ચૂમૈ ગગનને
એક ચૂમે ગાલ ધરતીના
એવી તાસિર બન્નેની જુદી છે
એવી અલગ બેઉની તકધીર છે
દિવસભર દમામ કરતો ભાનુ
સાંજે અસ્ત પામે છે
દિવસભર ઓઝલ રહેનાર શશી
રાતે તારાની મહેફિલ માણે છે
રહેવાનું સ્થળ તો એક છે
પણ હુકૂમતનો રાહ ફેર છે
મસ્તીની ભોગવી જાગીર
અલવિદા કહેવાય છે!

વધુ વાંચો

આંખડી મારી લાડકવાયી
અણમોલ ખજાનો છે રે એની પાસ
જુદા જુદા રૂપ.ધરી એ રહેતી પાંપણ સાથ
ખુશી વેળાએ છલકી જઇને
કહેતી મનની વાત
ગમ તણા ધખારા વેળા
થઇ જતી ઉદાસ...
સપનાની તો છાબ ભરે રોજ
મૌન રહીને ખોલી દેતી ભાવ તણા કમાડ
બટકબોલી જાત છે એની
ખોટુ સાંખે નહિ લગાર
અણગમાના ટાણે ઇ તો થાતી લાલમલાલ
વાલમને જોતા શરમના શેરડા પડતા ગાલ
નયન ઢાળી ખીલતી ખૂલતી લાગતી રે શરમાળમારા હ્રદયને મેઃ
તારી જાગીર માની લીધું
ખબર કયાં હતી મને
તું કોરૂ રણ કરી દે શે!


ઝાંઝવા તો બહુ પીધા હવે
થોડું સાચુકલુ જળ તું આપ
હું તો તરસ સહરા તણી
એનો વધતો જાયે છે વ્યાપ
કયાં લગી આ ચાલશે
સાજન જીવતરના. ખેલ
મનના મેળે મેળ ના
હવે બધુંય પડતુઃ મેલ!

વધુ વાંચો

હે શિવ
મને તું
ત્રીજું લોચન.દે
બાળવા માટે
પ્રશ્ન એઊઠે છે
કે મારે શું બાળવું છે?
કે પછી હું શુઃ બાળીશ?
આ અંબાર કેમ બળાય?
વાત સાચીસછે
તો પછી હવે
આ સમયમાં લગરીક સત્ય રહયું છે
એને જ બાળી દઇએ તો?
પછી બધેય રહે સમતા
ન રહે કયાંય.વિષમતા!
માણસ
માણસ ધારે તે કરી શકે
ધારે ત્યારે કરી શકે
મહાસાગર માપી શકે
પૃથ્વીના પેટાળ ખોદી શકે
ગગન વિહાર કરી શકે
કુદરતનેય કયારેક. વામણી કરી શકે
કિંતુ તે દોડમાં
પ્રાપ્તિની હોડમાં
યંત્રવત બની ગયો છે
ધબકાર ખરો પણ....ખોખલો
તે સમીકરણો રચી શકે છે
તે સમીકરણ ઉકેલી શકે છે
પણ મનના કોયડામાં?
આર્યભટ્ટની શૂન્ય સાથે રાખે છે
એટલે અંતરમાં અંતર
એકલતાનુઃ જંતર વાગે છે
જન્મ,શિશુ,યૌવન,જરા નો ક્રમ
ઉલટાવી કે પલટાવી શકતો નથી
ત્યાં પાછો પડે છે
નથી પ્રેમ ખરીદી શકાતો
નથી જીવન આપી શકતો
નથી લાગણી વાવી શકતો
ત્યાં.એ પાછો પડે છે
બાકી તો માણસ બધું જ કરે છે.

વધુ વાંચો