Poet

#યુદ્ધ

માયાવી મોરચા મોટા મંડાય ,
એમ ,આ રસ્તો કેમ ખેડાય ?
શ્યામ ના જો હોઈ સથવારા!
સારથી ને જોરેં યુદ્ધ એમ જીતાય ...💐🙏

કૃતિ

વધુ વાંચો

#સંઘરવું
સંઘરેલાં સાથ માં ,
હાથ લઈ બે હાથ માં ,
ચાલ્યા જાય કિનારા ,
નદીને ભરી ને ભાથ માં .

ખારપ ખોતરી વહે જાજરમાની,
ટીપા માં તાંકે સાગર પર નજરનાની.

આશિષ જેના પર સ્વયં
વિશ્વ ના છે નાથ ના ,
ખળખળતા સચવાય એની,
એવી પ્રભુ ને પ્રાર્થના...
કૃતિ રાવલ

વધુ વાંચો

#સંઘરવું

ગહેકે હૈયું ,
સંઘરેલા ટહુકે ,
બની ચાતક!!
કૃતિ

#તરંગી
ખાટલી ની ખોળ ને શબ્દો ની સોડ ,
મોઢાની મોળ ઉતારે તરંગો નો તોડ,
શમણાં ની શોધ માં ફરે કવન ઘેલું,
મળી બે અણિયાળી આંખ્યું ની જોડ.
કૃતિ રાવલ

વધુ વાંચો

#મૃત
ચીર ચાખવી છે ,
મોત ની !!!
પીર ની ખોળ ઉતારી ,
બાથ ભરવી છે ,
ભીંત ની;
મોહરા દરેક ઉતારી ,
ઉજ્વળ છે!
અંધારિયું લાગતું,
મૃત્યુ !!!!
પામી ને લાગે ,
જીવન હવે ઠેઠ જીત્યું!!!

કૃતિ રાવલ

વધુ વાંચો

#હિંમત
તું મને અંત ને ઝીંદગી આરંભ સુધી લઇ આવી ,
પળ મને ક્ષણ પાસે થી થઇ ઝાકળ સુધી લઇ આવી

પડઘાઓની ક્ષિતિજ સંધ્યાના રંગો ને લઇ ને આવી ,
ચીતરેલી મોર ની કળા ને જો બાવળ સુધી લઇ આવી .

લાંગરી ભલે નાવ મજધારે #હિંમત કરી તારા કેવાથી ,
તારી ડૂબવાની જીદ.. મને વમળ સુધી લઇ આવી .

એમ કઈ ડૂબવાથી ડરે થોડો આ માંહ્યલો મારો....!! ,
આપણા કરમની કથા.. આ વ્યથા સુધી લઇ આવી

જો હોઈ સંગાથનો વેહમ તો જીવી લે ખુશી થી તું ,
તારીજ કલ્પનાઓ તને દાવાનળ સુધી લઇ આવી.

હોય ઓહાડીયા દાવાનળના !! વેહેમ તને મુબારક ,
ઠરી જવાની ભાવના આપણને વરાળ સુધી લઇ આવી .

કૃતિ રાવલ

વધુ વાંચો

#બેદરકાર
દરકાર ની ,
દાદ મેળવવાં હું,
બેદરકાર !!!

#બેદરકાર

દરીયા તું તો,
મીઠપ, પી ને ખારો ,
એળે વર્તારો !!

#સંતુલન
નીરખી નેહ
વાલમ ના નયને,
ક્યાં ? સંતુલન ?
કૃતિ

#આસમાની

આસમાની રે ,
આંખે બેસે ચોમાસુ,
ધરા પોખે રે .