સાહિત્યનો વિદ્યાર્થી. હું કોઈ સાહિત્યકાર નથી અને મેં એની યોગ્ય પદ્ધતિથી ટ્રેનિંગ લેવી જોઈએ એ પણ લીધી નથી. હા ! હું પ્રયત્ન જરૂર કરી રહ્યો છું કે એ બધી કળા શીખું. તેનો અભ્યાસ કરવાનો પ્રયત્ન સતત કરું છું. બસ! મારી અંદર ઉઠતા અલગ અલગ ભાવનાઓના સ્પંદનોને ઝીલવાના માધ્યમ તરીકે હું લેખન ને જોઉં છું. એ જ સ્પંદનો જે હું અનુભવું છું એનો અનુભવ વાંચનાર ને થાય તો મારો લખવાનો પ્રયત્ન સફળ થયો એમ હું સ્પષ્ટપણે માનું છું.

🌹🌹🌹

તને જાણવું એટલે તને અનુભવવું.

🌹🌹🌹

#અનુભવવું
#pk #કૃષ્ણ

ઉતાવળું રે ઉતાવળું, મન આ મારું ઉતાવળું,
સંભાળું કેમ હું સંભાળું ? તારા માટે બેબાકળું.

તું નથી તો લાગે હૈયે કાંઈક વસમું વસમું,
કોતરે છે કાળજું કોઈ જાણે અમથું અમથું,
તુજ વિના લાગે દુનિયા આખી જગ્યા કોઈ અવાવરૂ.
ઉતાવળું રે ઉતાવળું, મન આ મારું ઉતાવળું.

રાહ તારા આવવાની જોઈ બેસું કેટલું કેટલું ?
પ્રગટે પ્રભુ તો તને જોવાનું, માંગુ એટલું એટલું.
તારા વગર પાણી વિનાની માછલી જેમ તળફળું.
ઉતાવળું રે ઉતાવળું, મન આ મારું ઉતાવળું.

#ઉતાવળું
#pk #krushna

વધુ વાંચો

એ તો ખબર હતી કે છે મારુ ઉતાવળું મન,
આજે જાણ્યું,તને જોઈ થાય બેકરાર તન.

#ઉતાવળું
#pk #krushna

જિંદગી કયારેક પથ્થર સખત,
તો કયારેક લીલીછમ લોન નરમ.

#નરમ
#pk #krushna

પારકી પાનખર પુરી,
વ્હાલી વસંત વધાવો;
નિરાશા પર્ણો ખંખેરી,
આશા કોર સજાવો.

✒️ કૃષ્ણ

#વસંત #pk

(ઝૂલણા છંદ -37 માત્રા)

પાનખર લખી ગયો લખનારો,
આવો માંડીએ વસંતની વાર્તા.

ગાયોનો ગોવાળો છેલ છોગાળો
જાણે કે મોરલી વગાડે,
કોકિલ સંગ પુષ્પો એમ ખીલીને
નૂતનવિન પ્રભાત પોકારે.

પાનખર લખી ગયો લખનારો,
આવો માંડીએ વસંતની વાર્તા.

✒️ ~કૃષ્ણ
#વસંત

વધુ વાંચો

બન મન વસંત ઝૂમંત સરરર સર,
પગ ડગ ભરંત નચંત થિરકિટ ધા,
રજ કણ પણ ઉચ્છલ કરરર કર,
મન ઉમંગ ઝરણ વહે ખળખળ ધા.

#વસંત

ચોપાઈ છંદ
=========
વસંતનો વાયરો વાતો, મારા મનને લુભાવતો,
પાનખર આ આયખાને એ, અવનવ રંગ થકી ભરી દે.

#Spring
#krushna

સો-સો સપના સળવળે,
તાજી તૃષ્ણાઓ તળફળે,
રંગોમાં રક્ત રુમઝુમ રમે,
જ્યાં એક પગલું પગ ભરે.

#પગલું
#pk #krushna

મન નિષ્ક્રિય, તન સક્રિય, સઘળું ભાસે પરકિય,
મને તું પ્રિય, હું જ અપ્રિય, રટણ મનમાં હજીય.

#નિષ્ક્રિય