મેડીકલ પ્રોફેશન માં છું... પણ સાહિત્ય પ્રત્યે ની રૂચી હોવાથી વાંચન નો શોખીન છું.... લેખક કે કવિ નથી પણ થોડું ઘણું લખું છું એ આપની સમક્ષ રજુ કરું છું.

પારખી નઝર થી મારી તને પથ્થર થી બનાવી દઉં મોંઘા હીરા,

હું નાનકડો રત્નકલાકાર અને તું #ચળકદાર મોંઘા હીરા.

તારી કિંમત કરોડોમાં અંકાણી અને,

મારી બે કોડીની ના રહી મોંઘા હીરા.


#ચળકદાર

વધુ વાંચો

માણસે પોતાના માટે #સ્વચાલિત યંત્રો બનાવ્યા,
હવે યંત્રો પોતાના આદિ માનવ બનાવી રહ્યા છે.

#સ્વચાલિત

તને શું દોષ દઉં, ભૂલ મારી જ હતી..

તારી #અસ્પષ્ટતા ને સહમતી માની હતી...

#અસ્પષ્ટતા

ધીરે ધીરે એવું કંઇક સમજાય છે કે,
કાળ ગુપચુપ ઘણું લૂંટતો જાય છે.

કહીયે દિલ ની વાતો એવા માણસો,
ચુપ થતા જાય છે, ગુમ થતા જાય છે.

શ્વાસ થી યે નિકટ જે હતા અબઘડી,
આંખ થી સાવ ઓઝલ થતા જાય છે.

ડગ સ્વયંભૂ વળી ને જતા જે તરફ,
એ ઘરો તૂટતા ખૂટતા જાય છે.

કોણ જાણે કયો શાપ લાગી ગયો,
લીલાછમ માણસો રણ થતા જાય છે.

જે ઘરો માં જઈ સહેજ હળવા થતા,
બારણાં એ બધા બંધ થતા જાય છે.

વડીલો કહે છે એ સાવ સાચું કે,
હવે, સ્થાન હળવાશ ના ઓછા થતા જાય છે.#કૃણાલમેવાડા

વધુ વાંચો

#સંઘર્ષ વિના ની સફળતા
દેવ વિના ના દેવળ જેવી હોય છે.

તારા લક્ષણ ઠીક નથી લાગતા કાન્હા
આમ મહેકતું વૃંદાવન છોડી કાં
ખારા સમુંદર ની લહેરો પર તણાઈ ગયો..

#લક્ષણ
#એકગોપીનીવ્યથા
#કૃણાલમેવાડા

વધુ વાંચો

આજકાલ સોશિયલ મીડિયા પર મિત્રો ની લાંબી #કતાર છે.
પરંતુ ખભે હાથ મૂકીને કહે "તેરા યાર હું મેં" ની ઘણી અછત છે.

#કતાર

#કૃણાલમેવાડા

instagram.com/krunalmevada_

વધુ વાંચો

તારો ને મારો પ્રેમજ એટલો #ઉત્કૃષ્ટ છે કે,
એને ના કોઈ “તાજ” ની જરૂર છે ના કોઈ “મહેલ”ની.

#કૃણાલમેવાડા .

અધુરા પ્રેમનું પણ ક્યારેક ભાગાકાર જેવુ હોય છે,

#દાખલો પતી જાય તો પણ કયારેક શેષ વધતી હોય છે!

#કૃણાલમેવાડા

વધુ વાંચો