Life is a Summer Vacation...

હું જીવન જીવું છું. જીવનના અનુભવો એ સમય બગાડવા ને બદલે જીવંત સ્વીકારી લેવાનું વલણ લઈ લીધું...
Krina Shah.
#જીવંત

તમારી સાથેના અને લોકોની સાથેના વ્યવહાર માં સંપૂર્ણપણે વાસ્તવિક બનવાનું વ્રત લો...
Krina Shah.
#વાસ્તવિક

જો તમે આડુઅવળું અનુશર્શો તો અંતે તમે બહાર ફેંકાઈ જશો. સમજાય એને વંદન...
Krina Shah.
#આડુઅવળું

જે દિવસ થી હું ઝેન(ધ્યાન) કરતા શીખી છું તે દિવસ થી મારું અંગત જીવન બદલાઈ ગયું છે. ઝેન એ આધુનિક યુગની કોઈ નવી સાધના નથી. ઓફીસ નું કામ ઝેન અને લગન થી કરી શકાય છે અને આનંદમાં રહી શકાય છે.
Krina Shah.
#ઝેન

વધુ વાંચો

બગીચામાં જ્યારે આપણે ટહેલવા નીકળીએ ત્યારે મનને એવી તાલીમ આપો કે તેના અવાજો, સુગંધો પર બરાબર ધ્યાન આપી શકીએ. વૃક્ષો પર ના પાન ના આકાર જુઓ. વાદળો નું નિરીક્ષણ કરો. પ્રકૃતિ સાથેનો આ સંપર્ક આપણને ઉત્સાહી બનાવી દે છે...
Krina Shah.
#ઉત્સાહી

વધુ વાંચો

હસવા અને લડવાના-ખિસ્સા માંથી લઈ લીધેલી પેન, ડબ્બામાં થી ખાઇ લીધેલી ચોકલેટ, કોપી કરવા માંગેલી નોટ,પહેલી સિગરેટ નો કશ, પહેલો શરાબનો પેગ આ બધું જુવાન હોવાનું સાર્થક કરે છે...
Krina Shah.
#જુવાન

વધુ વાંચો

પૃથ્વી પર જીવવાનો અવસર મળ્યો છે તો જીવન માં ઈચ્છાનુવર્તી કામ કરવું જોઈએ.. જો ઈચ્છાનુવર્તી કામ નહિ કરો તો જીવન હાવી થઇ જશે.
Krina Shah.
#ઈચ્છાનુવર્તી

વધુ વાંચો

દરેક વ્યક્તિ નેતા છે.. કામમાં નવુ નેતૃત્વ દર્શવશો તો તમને વધુ આદર મળશે અને ખોટું દર્શવશો તો નકારાત્મક અનુભવ થશે.
Krina Shah
#ખોટું

વધુ વાંચો

ખળખળ વહેતા પાણી ના નાનકડા ઝરણાં પાસે ઊભી રહું છું. વાતાવરણ માં પથરાયેલી સુગંધની ભીનાશને શ્વાસ માં ભરું છું. બગીચા માં ટહેલવા નીકળે તેને જ ખરેખર આ અનુભવ થાય. જ્યારે કુદરત ના આ હરિયાળા બગીચા ને છોડીને ઘોંઘાટ ભરી દુનિયા માં પાછી ફરું છું ત્યારે જાણે નવા અવતારે વધારે તાજગી અને ભીનું અનુભવું છું...
Krina Shah.
#ભીનું

વધુ વાંચો

આજે આપણે વિવિધ પ્રકાર ના કર્તવ્યો, માનસિક તણાવ અને પ્રવૃત્તિ થી ઘેરાયેલા જીવનમાં આપણે ઉત્સાહી રહેવાનું ભુલી ગયા છીએ.દિવસમાં પાંચ મિનિટ ઉત્સાહી બનીશું તો તેનાથી શરીર માં ઉદભાવક રસ વહેતા થાય છે.
#ઉત્સાહી

વધુ વાંચો