શું કેહવુ...?

पाना खोना लगा रहेगा

हँसना रोना भी लगा रहेगा

आज ग़म तो कल ख़ुशी

आना जाना लगा रहेगा

સવાર નવી મારી
સોનેરી સ્વપનની સાથે સુખનું સરનામું લઈને આવે છે,
ઢળતી સંધ્યાની સાથે વીખરાઈ શમણાં સર્વ જાય છે
દીપક ઓલવાતા-કદમ ખોરવાતા, 
અજવાસ જતા; અંધારા પથરાય છે
રાત ઉદાસીભરી મન વિચલિત કરે જાય છે


ફરી આશાભરી આંખે મીટ મંડાય છે,
આવતીકાલની રાહ જોવાય છે,

આમ ને આમ, વ્હાણાં વીતે જાય છે.

વધુ વાંચો

गुरु! #लक्षण  मैत्री का, सबसे साचा होय !

टिकी रहे इंसानियत, भलाई न दूजी कोय !

'બત્રીસ લક્ષણા માનવી'માં માનવજાતીના 5 લક્ષણ જ છે.

બાકીના તેને પ્રાણીઓ અને પક્ષીઓ પાસેથી શીખવાના છે:

જેમાં,●કાગડાના 5 લક્ષણ
●કૂતરાના 6 લક્ષણ
●મોરના 7 લક્ષણ
●કૂકડાના 4 લક્ષણ
●ગધેડાના 3 લક્ષણ
●બગલાનું 1 લક્ષણ
●સિંહનું 1 લક્ષણ

વધુ વાંચો

શિક્ષક શું છે... શિક્ષક કેવા હોય
એના ઉપર ઘણું ઘણું લખાયું. મિત્રો

પરંતુ હું કંઈ જણાવું?

માત્ર શિક્ષકની નોકરી મેળવી
પગાર આશ્રિત રહેતી કોઈ પણ વ્યક્તિ શિક્ષક નથી.

જેમ શિક્ષક સરવાળા-બાદબાકી શીખવે છે
તેમ તેને પોતાને પોતાની અંદર કયા ગુણ ઉમેરવા
અને કયા બાદ કરવા તેનું સંપૂર્ણ જ્ઞાન અવશ્ય હોવું જોઈએ.

######################

જેના વદને સ્મિત નથી, તે શિક્ષક નથી
જેના હૃદયમાં હેત નથી, તે શિક્ષક નથી

જેના બોલ મધુર નથી,  તે શિક્ષક નથી
જેનો ઉર કોમળ નથી,  તે શિક્ષક નથી

જેની આંખોમાં સ્નેહ નથી, તે શિક્ષક નથી
જેની હાજરીમાં ઉત્સાહ નથી, તે શિક્ષક નથી

જે વિદ્યાર્થીને મીઠો ઠપકો આપ્યા બાદ મનાવી ન જાણે,
જે વિદ્યાર્થીના બોલતા નયન ન જાણે, તે શિક્ષક નથી

જેના વર્તનમાં તટસ્થભાવ નથી, તે શિક્ષક નથી
જે બાળ મનોવિજ્ઞાનનો જાણકાર નથી, તે શિક્ષક નથી

જેનામાં વર્ગ-નિયંત્રણ કરવાની આવડત નથી, તે શિક્ષક નથી
જેનામાં સમસ્યાઉકેલની શક્તિ નથી, તે શિક્ષક નથી

સ્નેહ, લાડ, વ્હાલ - વાતસલ્ય દૂર રહ્યા
વિદ્યાર્થીને ડરાવે-ધમકાવે, તે શિક્ષક નથી
અને જો વિદ્યાર્થી ઉપર હાથ ઉપાડે તો એ કતઇ શિક્ષક નથી./

#######################

ગર્વ સહ આભાર મારી માતાનો
જેણે આ અવગુણ બાદ કરતા શીખવ્યા
અને મને સાચો શિક્ષક બનાવ્યો


                         🖋️આભાર🖊️

વધુ વાંચો