મારા જીવન માં મોજ છે અને મોજમાં મારૂ જીવન છે, કવિતા લખવા માટે મારી પાસે શબ્દો છે અને શબ્દો પાસે મારી હાસ્ય પરી છે...

પહેલીવાર એ આવી મારી સામે ત્યારે
એ એક સુંદર પરી જેવી દેખાતી હતી
અમારી ચૉકની સાક્ષીએ દોસ્તી હતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે એ બાળકી પહેલીવાર રડી હતી
કેવું જોઈને મને એ રોજ હસતી હતી
બકબકથી મારી એ કંટાળી જતીહતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે રીસાઈને ઘર માથે લેતી હતી
Get Out કહીને મને ભગાવતી હતી
આમ, આંખો કાઢી મને ડરાવતી હતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે એ Teddy માટે ઝઘડતી હતી
પ્રોફેસર બનીએ સૌને ભણાવતી હતી
'ને રોજ મને કંઈક નવું શીખવતી હતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે એ રુમઝુમ સ્કુલમાં જતી હતી
કાળી આંખમાં કાજળ આંજતી હતી
'ને ધીમે ધીમે એ તો કેવું બોલતી હતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે એ પા-પા પગલી ચાલતી હતી
રોજ એની સુંદરતા હું ય લખતી હતી
એના ગુસ્સામાં પણ હું હસતી હતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે એ ગાગર લઇને રમતી હતી.
P. K...
Dobrener Ni Duniya

વધુ વાંચો

My poem at Banaskantha News paper @Banas Bachavo

માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસ્સો આવતો હોય તો જરૂર વાંચશો...

આ વાંચી લીધા બાદ જો દિલ ના ભરાઇ આવે તો તમે માણસ નહી ...

*ઘડપણનો બળાપો*

બાળકે દાદાને પૂછ્યું " ઘડપણ " એટલે શું દાદુ..?

દાદા -- તારી મમ્મીને સમય મળે ત્યારે....
- ચા બનાવે ને ત્યારે પીવા મળે તે ( ધડપણ )

- ચાનો કપ લેતા હાથ ધ્રુજે તે ( ઘડપણ )

- ધ્રુજતા હાથે ચા પીતા પીતા થોડી ઢોળાય....
ને જાતે પોતું મારવું પડે...
નહીં તો તારી મમ્મી રાડું નાખે તે ( ઘડપણ )

- સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય તે ( ધડપણ )

- નાહી ધોઈને તૈયાર થઈને બહાર વહ્યું જવાનું
ને જમવા ટાણે ઘેર આવવાનું તે *ઘડપણ*

- બપોરે જમીને સૌથી અલગ રૂમમાં 4 વાગ્યા સુધી.

- ઊંધ આવે કે ના આવે પડ્યું રેવાનુ તે ( ધડપણ )

- નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય....
પણ....,જોઈને રાજી થવાનું...,
ને પેટ ને મનાવી લેવાનું....
ને સાંજ સુધી બહાર રેવાનું....
*તે (ધડપણ )*

-વાત થતી હોય છોકરાની બોલે કઇક એના મમ્મી એને અને સંભળાવતા હોય કોઇ ને....
એનુ નામ *ઘડપણ*

-જો શાક મા મીઠુ ઓછુ હોય કે કઇક જોતુ હોય તો પતી ને કે તમારા મમ્મી પપ્પા ને સારુ સારુ ખાવુ...
આ સાંભળી ક્યાક ખુણા મા જઇ ને બે આંસુ વહાવી લે તે *ઘડપણ*

- જે વસ્તુ ની મા-બાપ ને ના પાડી હોય એજ વસ્તુ ને બન્ને માણસ હસીને ખાતા હોય એ જોઇ ને પણ બન્ને હસી લેતા હોય એ *ઘડપણ*

- બાળપણ જે ને આંગળી પકડી ને ચાલતા શીખવાડ્યુ હોય ,,,, એજ વ્યક્તી ધડપણ મા કોઇ ને ઠેસ આવતા કે આંધળો છે ચાલતા નથી આવડતુ બેટા એ છે *ઘડપણ*

- અંતે તે ઘયડા મા-બાપે કહ્યુ ,,,
બેટા અમે તો સહન કરી ને જ મોટા કર્યા છે તારા પપ્પા ને એ સહન ન કરી શકે 😔 તુ મદદ કરજે એમની..
આમ,,આટલુ સહન કરવા છતા પણ જેને પોતાના દીકરાનુ બળે વ્હાલા હા આ એજ *ઘડપણ*

- અંતે તે દાદાએ કહયું કે......

" બેટા...,! *" ઘડપણ "* બહું જ ખરાબ છે...!

કોઈને કરચલીવાળી ચામડી અને ધ્રુજતા હાથમાં રસ જ નથી....!

સૌને લીસ્સી ચામડીમાં જ રસ છે પણ તું ચામડીને નો જોતો હો બેટા...!,

મારી અંદર હજી એક જુવાન દાદો જીવે જ છે...
જેને રોજ સાંજે ૫ વાગે ભૂખ લાગે છે....

*આપણા સમાજની નરી વાસ્તવિકતા*

કોઈને સમજ આવી જાય વાંચવાથી

તોં *ઘડપણ* મા આવું સહન ના કરવું પડે...
મીત્રો સારુ લાગે તો એક વાક્ય સામે જરુર મોકલજો........

-- vaibhav patel

Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111240359

વધુ વાંચો

બસ લાગણીઓ વેરવિખેર થઇ છે મારી,
પ્રેમ હજુ પણ તારાથી જ છે મને,
તારાથી રસ્તો અને મંઝિલ જુદી છે મારી,
પણ પ્રેમ હજુ પણ તારાથી જ છે મને...
P. K...

વધુ વાંચો

આંખોને હવે ક્યાં તરવરાટ થાય છે તને જોવાનો,
ક્યાં છે હવે ઉમંગ તારી ખુશ્બુમાં મહેકવાનો,
બસ સવાર-સાંજ તને યાદ કરી લઉં છું તને
ભુલાઈ ગયો છે હવે અહેસાસ તારા સાથે હોવાનો...

P. K...


આજ પણ મને વાત મનાવવા માટે તારા નામને હથિયાર બનાવે છે આ લોકો...

વધુ વાંચો

મારી ખુશી તારા નામથી જોડાયેલ છે,
અને મારુ કામ તારી ખુશીથી જોડાયેલ છે,
હું ગઝલ લખુ કે ગણિત કરું
બધુ જ તારા શ્વાસ થી જોડાયેલ છે...
નખરાળી ફક્ત તારી P. K...

વધુ વાંચો

વહેલી સવારે મને તારી યાદ આવે છે,
ગણિત ભૂલાવી તારી વાત આવે છે,
સંકલન વિકલન હજુય નથી ફાવ્યું મને પણ
એ શીખવાનીય ખુબ મજા આવે છે,
limit continuityમાં આજે ગૂંચવાઉં
તો તારી સાથેની સવાર યાદ આવે છે,
exact equation તો આવડ્યું મને
પણ એમાં વળી condition આવે છે,
સાબિતી એની તો મળશે મને પણ
તારા શબ્દો ક્યાં મારે સાથ આવે છે,
સાંભળનાર કોઈ છે જ નહી મને બાકી
અવનવું નઝરમાં ગણિત રોજ આવે છે,
સ્થિતી મારી પેલાં અનોખા શુન્ય જેવી
સાથે ક્યાં મારી ઋણ કે ધન આવે છે,
પણ સાચુ કહું તો મને તારી યાદ આવે છે
જ્યારે મારા વખાણમાં તારી વાત આવે છે,
ગણિત મને ગમે છે બચપણથી ને એમાં
તારી Definitions મને સ્વાદ લાગે છે,
છોડીશ નહિ હું ગણિતને ક્યારેય
કેમકે એમાં perfect સ્થાન આવે છે...

મારો પહેલો પ્રેમ ગણિત નથી
તારી યાદ છે...

વધુ વાંચો