પ્રેમ કરવો ગુનો નથી સાહેબ પણ પ્રેમ છોડીને ચાલ્યો જાય અને તો પણ તેને જ પ્રેમ કરવો તે પ્રેમ છે ????

વિમાન તો ગુજરાતી જ લે છે,
એક્ રૂપાણી સાહેબ ને,
બીજા મોદી સાહેબ!!!
લોકો તો સારા રોડ માટે પણ તડપે છે.
#વિમાન

માફી તો મેં સબંધ સાચવવા માંગી હતી,
ભૂલ ક્યાં હતી મારી તો પણ માફી માંગી હતી.
#માફી

મહાત્મા બનીને શુ કામ નું ?
બેન દીકરીની લાજ ના બચાવી શકીએ તો??
#મહાત્મા

તળિયું સેનું શોધું ,
તારા મનનું કે,
દરિયા જેવડા દિલનું.
#તળિયું

સ્વચલિત તો આપણા હાથ પગ જ છે ,
મન ક્યાં આપના કાબુમાં રહે છે.
#સ્વચાલિત

અસ્પષ્ટતા ત્યાં સુધી જ રહેશે,
જ્યાં સુધી તું મારી સાથે વાત નહીં કરે.
#અસ્પષ્ટતા

સ્વાદિષ્ટ તો તેની વાણી હતી ,
પણ ખબર ક્યાં હતી મને,
કે તેને હું ક્યાં પામી શકીશ.
#સ્વાદિષ્ટ

હા એ તારું મારુ કરતી હતી,
ને તમારું કરવા વાળા આગળ નીકળી ગયા.
#તમારું

હા તેને પોતાના રૂપનું ઘમંડ હતું,
તેને ક્યાં ખબર હતી કે ,
આ ચહેરો પણ એક દિવસ પીળો થઈ જશે.
#પીળો

યુદ્ધ કરું તો કોની સામે ,
પ્રેમિકા સામે ,માં સામે,
કે પછી ખુદના હૃદય સામે.
#યુદ્ધ