કૃષ્ણપ્રીયા....કૃષ્ણમયી...નથી બનવુ મારે... રાધા...રૂક્ષમણી...કે મીરાંબાઈ...હું તો બસ મારા કૃષ્ણ ની મુરલી બનવા ચાહું છું...

લાગે જાણે કુદરત રુઠયો આજ...
આવી પડી એવી આફત આજ...

વાવાઝોડું, કોરોના, તીડ હુમલા...
ને હવે આવ્યા વરસાદી હુમલા...

નથી બચ્યો એક પણ ખૂણો...
જ્યાં જઈ શકે માનવ અવગુણો...

નથી હવે હામ હૈયામાં...
કર હવે તું શ્યામ ખમૈયા...

વિનવે તને "લાડુ" કર જોડી...
કરજે તું નૈયાં પાર અમારી...
✍🏻- ખ્યાતિ સોની "લાડુ"

વધુ વાંચો

મળ્યું છે એક #રત્ન મને...
લાગે છે બહુ વ્હાલું જાણે....

હશે બધા માટે મૂલ્યવાન એ....
મારાં માટે તો છે અમૂલ્ય એ...

રાખ્યું છે હંમેશ મેં એને...
મારાં હૃદયમાં સ્થાન આપીને...

લાગે જાણે છે એના થકી જ...
મારાં અસ્તિત્વનું ઓજસ આજે...

કરે છે "લાડુ" એના દિલની વાત...
આજે સહુની સાથ...

મળ્યું છે એક #રત્ન "લાડુ" ને...
લાગે છે બહુ વ્હાલું એને...
#રત્ન
✍️- ખ્યાતિ સોની "લાડુ"

વધુ વાંચો

રહેવા દે મને રાત ની મીઠી નીંદર માં...
એ નીંદર જેમાં છું હું તારી આગોશ માં...
કાન્હા...
સપનાં નથી જોવા મને...
આંખ ખોલું ને જોવો છે તને...
✍-ખ્યાતિ સોની "લાડુ"

વધુ વાંચો

નથી મજા અતિ લાગણીશીલતામાં..
મુકાવે ક્યારેક એ #સંકટ માં..
✍️- ખ્યાતિ સોની "લાડુ"

"ભાઈ!!....કેવો છે આ શબ્દ...!!! ભાઈ!!!"

મારી નજર થી જોશો તો પડશે ખબર...
કેવો છે આ શબ્દ...!!!ભાઈ...!!

નથી આ કોઈ ઋણાનુબંધ...
કરવો પડે જેનો ઋણસ્વીકાર..!!😐😐

આ તો છે લોહીનો સંબંધ...
હોય જેમાં ફક્ત સ્નેહસ્વીકાર...!!😊😊

બબ્બે ભાઈઓ ની એકલી બહેન...
નાનપણથી જ બહુ લાડકડી....!!

મળ્યો મને મોટાભાઈ માં...
સ્નેહ પપ્પા જેવો જ...!!

મળ્યો મને નાનાભાઈ માં...
દોસ્ત સૌથી સારો...!!

મોટો મારો જીવતો જાગતો ગૂગલ...😎😎
ને છોટુ મારી સંકટ સમયની સાંકળ...!!

મોટો મારો ભલો-ભોળો ભગવાન...
ને છોટુ મારો રાવણનો દિમાગ...!!😀😀

મોટો મારો ઝીલે પડ્યો બોલ...
ને છોટુ મારો આળસુ નો પીર...!!☺️☺️

પણ હા....એક વાત કહું હો....
મારા મોટુ ને છોટુ ની....

કરૂં બંન્ને ને ગમે તેમ હેરાન...
મારુ કે પછી ખેચું વાળ..!!🙅🙅

મારે જો એ સામે મને...
કરું હું પપ્પા ને ફરિયાદ...!!🤷🤷

પણ કરે જો મને કોઈ હેરાન...
ટીપી નાખે એને બુરે હાલ...!!😡😡

કરે જો કોઈ #દોષરોપણ મારાં પર...
લઈ લે એ દોષ પોતાં પર...!!🙂🙂

ખૂબ હસાવે...ખૂબ ખિલાવે...
આંસુ કદી ના આવવા દ્યે...!!👌👌

કરે મારી ઈચ્છા પૂરી સઘળી...
મોટો ને છોટુ બંન્ને ભેગા મળી..!!🤗🤗

ભલે થઈ આજે હું સાસરવાણી...
છું આજે પણ બંન્નેની એજ મણિ મટકુડી...!!😍😍👸👸

માનું છું ખુદ ને હું સૌથી ધનવાન...
પામ્યા છે ભાઈઓના રૂપમાં ભગવાન...!!🤗🤗😘😘

માંગુ પ્રભુથી એક જ વરદાન...
કરજે પૂરાં તું એના કામ...!!🙌🙌

વરસાવજે સદા તારાં સ્નેહનો વરસાદ..
કરજે સદા તું પૂરી એમની આશ...!!💐💐😊😊

હે કાળિયાઠાકર! માંગુ છું હું તારી પાસ...
રાખજે અમારો સ્નેહ અપાર...!!🙏🙏🙏

✍️- મારા ભાઈઓની લાડકી "લાડુ"...😊😊😊

Happy Rakshabandhan to my dearest darling brothers... Kanuda (JD) and Niksudu (Niks)..🥰🥰😄😄

#દોષારોપણ
#શુભકામનાઓ
#રક્ષાબંધન

વધુ વાંચો

ઈશ્વરના ઘરમાં,
હોવી જોઈયે એક બારી એવી પણ!!
થઈ શકે જ્યાં #પૂછપરછ ,
જીવનનાં લક્ષ્યની!!
મળી રહે જ્યાં મદદ,
પહોંચવા એ લક્ષ્યને!!
✍️- ખ્યાતિ સોની "લાડુ"

વધુ વાંચો

આવ રે વરસાદ!
મારાં ગિરનારની ગોદમાં,
જુએ વાટલડી મારી વનની વનરાઇ!!

આવ રે વરસાદ!
મારાં ગિરનારની ગોદમાં,
જુએ વાટલડી મારી નદી રે સોનરખ!!

આવ રે વરસાદ!
મારાં ગિરનારની ગોદમાં
જુએ વાટલડી મારા ગીર ના સાવજ!!

આવ રે વરસાદ!
મારાં ગિરનારની ગોદમાં,
જુએ વાટલડી મારૂં કુંડ રે દામોદર!!

આવ રે વરસાદ!
મારાં ગિરનારની ગોદમાં,
જુએ વાટલડી મારા ભવનાથ મહાદેવ!!

આવ રે વરસાદ!
મારાં ગિરનારની ગોદમાં,
જુએ વાટલડી મારી અંબાજી માઁ!

આવ રે વરસાદ!
મારાં ગિરનારની ગોદમાં
જુએ વાટલડી મારો ગઢ રે ગિરનાર!!

આવ રે વરસાદ!
મારાં ગિરનારની ગોદમાં,
જોઉં વાટલડી થઈ અધીરી -લાડુ!!

✍️- ખ્યાતિ સોની "લાડુ"

વધુ વાંચો

है अगर हिम्मत तुझमें,
#तत्काल फ़ैसला करनेकी।

ना डरना फिर तू,
उस फैसले के रुजानो से।

ना थकना फिर तू,
आने वाली चुनौतीओ से।

ना देखना फिर तू,
मूड़ करके पीछे।

ना करना फिर तू,
अफसोस अपने जीवन से।

#तत्काल
✍️-ख्याति सोनी "लाडू"

વધુ વાંચો

Take the decision on #Instant basis, if you have guts to face the pros and cons of it..

Otherwise...Think twice...Act wise...😊😊🤔🤔🙏🙏

#Instant
✍- Khyati Soni "લાડુ"

હોત જો ક્ષમતા #ત્વરીત નિર્ણય કરવાની,
તો ના હોત અવઢવ જીવનમાં આજ!

છે મંજુર મને અવઢવ આ મારી,
નથી મંજુર પછી અફસોસભર્યું જીવન!

#ત્વરિત
✍️- ખ્યાતિ સોની "લાડુ"

વધુ વાંચો