be happy

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
દોસ્ત અમારે તો નિભાવવીતી દોસ્તી,
ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા.

વધુ વાંચો

સમય ના વહેણ માં સમાઈ ના જતા,
દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા

વધુ વાંચો

સૌથી વધુ દિલ દુખાવે તે ઘડી તે છે કે તમે કોઈને ગુમાવો અને આંસુ વહે
આના કરતા પણ વધુ દિલ ત્યારે દુખે છે જ્યારે તમે કોઈને ગુમાવો છો પણ ચહેરા પર હાસ્ય રાખવુ પડે છે

વધુ વાંચો

.💐💐💐💐

આ રચનાની અંતિમ કડીઓ દરેક વાલીઓને ઘણું બધુ કહે છે જે વિચારવા જેવું...

છ છ કલાક સ્કુલ ને
ત્રણ ત્રણ કલાક ટ્યુસન ,
તો ય આ નોટ તારી કોરી ,
Say Sorry ! My Son,
Say Sorry !

ઘસી ઘસી ખવડાવી બદામ ,
વળી માથે તે ચોપડ્યું ઘી ,
યાદદાસ્ત માટે તે શંખપુશ્પી ની
કંઇ બાટલી પેટ માં ભરી ,
કેમ પણ કરી તને યાદ ના રહેતું લેશન ,
યાદ રાખે તુ સિરિયલ ની સ્ટોરી ,
Say Sorry ! My Son,
Say Sorry !

ટીચર તો ટોકે છે, મમ્મી તો રોકે
બોલે નહીં પપ્પા બે ઠોકે ,
કોઇ જો પુછે કે ચાલે છે કેમ?
ત્યારે અમથું બોલાય જાય ઓકે !
મુડલેસ રહે તે મુંજી ગણાતું બાળ ,
મુડ માં રહે તે ટપોરી ,
Say Sorry ! My Son,
Say Sorry !

પંખી તો બચ્ચાં ને ઊડતાં શીખવે અને
માણસ બચ્ચાં ને આપે પીંજરું
મમ્મી તો મોર ની પ્રેકટિશ કરાવે,
થાય બાળક ને ટહુકાઓ ચીતરું,
મમ્મી ક્યાં જાણે કે
કોરી નોટબુક માં બાળ લાવ્યું છે
આખું આભ દોરી ,
Say Sorry !
My Son, Say Sorry !

વધુ વાંચો

--------------------------------------
નથી રમાતી આઇસ-પાઇસ,કે
નથી રમાતો હવે થપ્પો,
એક બીલાડી જાડી હવે,
નથી પહેરતી સાડી,
બચપન આખું મોબાઇલ રમે.....

નથી કહેવાતી કોઇ વારતા,
નથી વેરાતાં બોખા વહાલ,
દાદા કરે ફેસબુક અને
દાદી યુ-ટ્યુબ માં ગુલતાન!
બચપન આખું મોબાઇલ રમે...

મમ્મી હવે ક્યાં રાંધે છે,
બાઇ ની રસોઇ નો છે સ્વાદ,
પપ્પા પણ સદાય ઘાંઘા થૈ,
આપે લાઇક અને આપે દાદ!
બચપન આખું મોબાઇલ રમે....

કન્યા વ્યસ્ત છે સેલ્ફી માં,
વરરાજા પણ બહુ વ્યસ્ત,
વિધી વિધાન ની ઐસીતૈસી,
સૌ સૌમાં છે બસ મસ્ત!
બચપન આખું મોબાઇલ રમે....

બધા કરે ગુટુર-ગુ હવે,
વોટ્સેપ ના સથવારે,
કવિઓ પણ જો ને ચઢી ગયા,
ફેસબુક ના રવાડે,
બચપન આખું મોબાઇલ રમે...

ડીજીટલ અમે હસીએ હવે,
ડીજીટલ અમારું રુદન,
લાગણી ઓ અંગુઠે વ્યક્ત થાય,
એવા થયા બધા સંબંધ!
બચપન આખું મોબાઇલ રમે...

પાંચ ઇંચ ના સ્ક્રીન માં
બધું સુખ જઇ ને સમાયું,
આ રમકડું આમ રમવામાં,
પોતીકું સ્વજન ભૂલાયું!
બચપન આખું મોબાઇલ રમે...

લોકો ભલે ને ગમે તે કહે,
અમને બહુ મજા આવે છે,
જબરું થયું હવે તો જગમાં,
માણસ કરતાં મોબાઇલ વધુ ફાવે છે!
બચપન આખું મોબાઇલ રમે....

*–🌹👏🌹👌👌👌👌👌*

વધુ વાંચો

. *😀મજાક કરું છું......*

-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-

અલ્યા ભાઈ મજાક કરું છું........
શું આ શક્ય છે?😀😀😀😀😀
સાસ વહુ જો ઝઘડે તો હું બંનેને ધમકાવું,
બંને જો ના માને, મો પર બેન્ડેડ હું લગાવું.
ઘરવાળીને એક વરસ, પિયર હું મૂકી આઉ,
મમ્મીને યાત્રા મોકલી, એકલો લ્હેર મનાવું.
અલ્યા ભાઈ મજાક કરું છું........
શું આ શક્ય છે?....
હું સિરિયલો પર બૅન લગાવું, શું આ શક્ય છે?
હું ડાયરેકટરને જેલ કરાઉ , શું આ શક્ય છે?
હું હર ઘરમાં શાંતિ ફેલાવું ,શું આ શક્ય છે?

અલ્યા ભાઈ મજાક કરું છું........
શું આ શક્ય છે? 😀😀😀😀😀
ગાડી મારી પેટ્રોલ નહીં ,પાણીથી ચલાઉ,
ફૂંક મારીને પંખો ફેરવું, દિવડે લાઈટ જલાવું,
સાયકલ ઉપર નેતા ને અભિનેતાને ઘુમાવું,
અલ્યા ભાઈ મજાક કરું છું........
શું આ શક્ય છે?...
હું ધુમાડા પર ટેક્સ લગાવું, શું આ શક્ય છે?
ઝડપ તોડે એને જેલ કરાવું, શું આ શક્ય છે?
હું કાયદા ઘડી ઇંધણ બચાઉ શું આ શક્ય છે?

અલ્યા ભાઈ મજાક કરું છું........
શું આ શક્ય છે?😀😀😀😀😀
ભ્રષ્ટચારી નેતાને શોધી, ઊંધો હું લટકાવું,
આવતા જતા લોકો પાસે ટપલીદાવ કરાવું,
કાળું મો કરીને એને ગધેડાની સેર કરાવું.
શું આ શક્ય છે?.......
હું નેતા બનવા પરીક્ષા લાવું શું આ શક્ય છે?
હું ચૂંટણી પ્રથાને બંધ કરાવું શું આ શક્ય છે?
હું પક્ષાપક્ષી બંધ કરાવું શું આ શક્ય છે?

અલ્યા ભાઈ મજાક કરું છું........
શું આ શક્ય છે?😀😀😀😀😀
વ્યસન કરે એના પાછળ કૂતરા હું દોડાવું,
વ્યસન વેચનારને પકડી હું જાહેરમાં ફટકારું.
નિર્વ્યસની બનાવી સૌને રોગોથી બચાવું.
અલ્યા ભાઈ, મજાક કરું છું........
શું આ શક્ય છે........
હું વ્યસનીને વોન્ટેડ બનાવું શું આ શક્ય છે?
લાખોના એમને દંડ ફટકારું, શું આ શક્ય છે?
વ્યસન ભગાડી દેશ બચાવું, શું આ શક્ય છે?

અલ્યા ભાઈ મજાક કરું છું........
શું આ શક્ય છે?😀😀😀😀😀
પ્રેમ કરું ઇન્સ્ટોલ અને ઈર્ષા ડીલીટ કરાવું,
સુખને ઍડ કરાવી હું દુઃખડા રિમુવ કરાવું,
મારું ચાલે તો મોબાઈલ જાહેરમાં સળગાવું.
અલ્યા ભાઈ મજાક કરું છું........
શું આ શક્ય છે?.........
હું કલિયુગને સતયુગ બનાવું શું આ શક્ય છે?
હું હરેકમાં માનવતા જગાવું, શું આ શક્ય છે?
હું દુનિયા જીવવા લાયક બનાવું, શું આ શક્ય છે?
અલ્યા ભાઈ મજાક કરું છું........
🤫🤫🤫🤫🤫🤫🤫
-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:

વધુ વાંચો

💦

*ખરેખર આવું થાય તો ,
મજા આવી જાય . . . !!*

રિવાઇન્ડ બટન દબાવું ,
ને બાળપણ આવી જાય . . . !!

છૂટી જાય બ્રીફકેસ ,
ને દફતર આવી જાય . . . !!

સ્કૂલ બસ ના બદલે ,
આગળ સીટ વાળી સાઈકલ દેખાઈ જાય . . . !!

છૂટે મોબાઈલ હાથ થઈ ,
ને ગિલ્લી ડંડો આવી જાય . . . !!
ગૂમ થાય કોમ્પ્યુટર ,
ને બ્લેક બોર્ડ દેખાઈ જાય . . . !!

મિનરલ વોટર ના બદલે ,
પાણી ની પરબ આવી જાય . . . !!

પીવું પાણી ખોબલે ખોબલે ,
ને બાંયો થી મોઢું લુછાઈ જાય . . . !!

હીમેશ રેશમીયો ગૂમ થાય ,
ને ફરી રફી આવી જાય . . . !!
ઠેર ઠેર લતા, કિશોર ને મુકેશના ગીતો સંભળાય . . . !!

ફુલ સ્પીડથી ભાગતી જીંદગી ,
થોડો શ્વાસ ખાય . . . !!
શેરી મોહોલ્લે દોડું બેફામ ,
ભલે ને ઘૂંટણ છોલાય . . . !!

ચાઇનીઝ ફૂડ લારી ને બદલે ,
બોમ્બે ભેળવાળો દેખાય . . . !!
ફ્રોઝન આઈસક્રીમ ને બદલે ,
ભૈય્યાજી ની કુલ્ફી ખવાય . . . !!

મોબાઈલ પર રમતી આંગળીઓ ,
ફરી લખોટી રમતી થાય . . . !!
રોજિંદી દોડધામ ને બદલે ,
ઉભી ખો રમાય . . . !!

મામા ના ઘર નું વેકેશન ,
પરદેશ ગમન કહેવાય . . . !!
પરદેશી કાર્ટૂન ને બદલે ,
બકોર પટેલ જ વંચાય . . . !!

*ખરેખર આવું થાય તો , , ,
મજા આવી જાય . . . !!!*

💦 ,,,,

વધુ વાંચો

સારા વ્યવહારનું કોઈ આર્થિક
મૂલ્ય ભલે ન હોય...
પરંતુ...
સારો વ્યવહાર કરોડોનાં હૃદયને
ખરીદવાની ક્ષમતા જરૂર રાખે છે.

વધુ વાંચો

*"ગુસ્સો"*
તમને મામુલી માણસ બનાવે છે...
*"મદદ"*
તમને મોટા માણસ બનાવે છે...
જ્યારે...
*"ક્ષમા"*
તમને મહાન માણસ બનાવે છે...

વધુ વાંચો

*શું "જતું"કરવું*

*અને*

*શું "જાતે"કરવું*

*એ જો સમજાઇ જાય તો સ્વગઁ અહીંજ છે....*

*આકાશમાં ઉડતા એક ફુગ્ગા ઉપર બહુ સરસ લખ્યું હતું કે,*

*જે બહાર છે તે નહી પણ જે અંદર છે,તે માણસને ઉપર લઇ જાય છે*

વધુ વાંચો