હું ગુજરાતી , ગર્વ મને આ માળા નો, પાંખો ઘસાય દિનરાત પંખી ની તોય ઉડવું ગગન સમીપે ,ગર્વ મને આ અટક ચાળા નો,ગર્વ મને આ માળા નો..

મુક્તિ કે આનંદ ,કરુણા કે પ્રેમ

અટવાયો છે માનવ સગવડ ની આ સોડ માં

મોક્ષ કે કલ્યાણ ,સ્વર્ગ કે સુખઃ

ભટકાયો છે માનવી મન ની આ દોડ માં

સંબંધ કે સમાજ ,દેશ કે દુનિયા

પટકાયો છે માનવી સમય ની આ ખોળ માં

વિજ્ઞાન કે જ્ઞાન ,શોધ કે શાપ

લલચાયો છે માનવી બુદ્ધિ ની આ પોળ માં

kirtisinh

વધુ વાંચો

જીવન માં જે કઈ સહન કરવું પડેછે તે અજાગ્રત દશામાં તમે કરેલાં કર્મ નું ફળ છે તેમજ માનજો ,બીજા કોઈ ને દોષ દેશો નહિ .પોતાની જાતને જ દોષિત માનજો

મનુષ્ય ગૌરવ દિન ની શુભ કામનાઓ 🎕🎕🎕

વધુ વાંચો

આજે આકાશ ગંગા માં ઉર્જા નો પ્રવેશ થઇ ચુક્યો છે.
નવ દિવસ સુધી આ ઉર્જા પૃથ્વી ના ઔરા ની આસપાસ રહેશે .
જે વૃત્તિ વિષયક કામનાઓ કે ઈચ્છાઓ હશે તેમાં પણ ઉર્જા નો પ્રવેશ થશે આ પ્રકિયા માંથી કોઈ પણ બાકાત રહેતું નથી . તમારા મસ્તિસ્ક ની FREQUENCY કંઈક વિશેષ રીતે કાર્ય કરશે જેની નોંધ લેવાં નો એક માત્ર અવસર એટલે નવરાત્રી .
મંગલ ઉર્જા પરસ્પર અવિરત રહેશે જેમાં લેશ માત્ર શંકા નથી

શુભ નવરાત્રી -કીર્તિસિંહ ચૌહાણ

વધુ વાંચો

હે ખોદાયજી ,

બદલાય એટલા બદલજો ,

સમાચાર હવે સાધન બની ગયા છે.

ચેનલે ચેનલે ચર્ચાઓ ના ચકડોળ ,

ચક્કર હવે સાવ સાધારણ બની ગયા છે .

વધુ વાંચો

કૃષ્ણ કાલા અને કલા ,કૃષ્ણ કાલ અને કાળ
જન્મે જન્મે જનમ દિન ,દિને દિને નવમ દિન
કૃષ્ણ રાસ અને ઉલ્લહાસ ,કૃષ્ણ હાસ્ય અને અટ્ટહાસ્ય
કૃષ્ણ પાથ અને પરમાર્થ ,કૃષ્ણ પ્રેમ અને પ્રતીક્ષા
કૃષ્ણ મિત્ર અને મોનીટર ,કૃષ્ણ ગુરુ અને ગરિમા
કૃષ્ણ શબ્દ અને નિશબ્દ ,કૃષ્ણ આજ અને કૃષ્ણ સદૈવ
આનંદ મયિ જન્માષ્ટમી ની શુભ કામનાઓ
કીર્તિસિંહ

વધુ વાંચો

હે ખોદાયજી ,

એડિટ કરજો પણ ડિલીટ ના કરતાં

ચોપડા અમારાં ખુબ મોંઘા થઇ ગયા છે

વર્ષે ,વર્ષે સિલેબસ બદલાય ,

કાં તો ચેપ્ટર કા તો મથાળા બદલાય

વિદ્યાર્થી ઓ બધાં શિક્ષાર્થી બની ગયાછે

વધુ વાંચો

હે ખોદાયજી,

ફૂંકાય તેટલુંજ ફૂંકજો

ઝુંપડા અમારા જમીન બની ગયાછે .

તૌકતે તાકે અને યાસ પાછું અનાયાસ ,

વાયરાઓ હવે હવાઈ જહાજ બની ગયા છે .

વધુ વાંચો

હે ખોદાયજી ,

ખોજાય એટલું જ ખોજ જો ,

અમારા ખિસ્સા હવે ખાલી ખોખા બની ગયા છે.

ડેલીએ ડેલીએ ઉધાર રોટલો ,

ઘર અમારા હવે ઘુઘવતાં ગાન બની ગયાછે.

વધુ વાંચો

હે ખોદાયજી ,
ખોદાય એટલું જ ખોદજો ,

અમારા ખાબોચિયા હવે ખાડા બની ગયા છે .

શેરીએ શેરીએ કાળ વરસિયો ,

અમારા આંતર મને હવે અખાડા બનીગયા છે .

વધુ વાંચો