જો કોઈ મનુષ્ય કોઈ વિષયનો ઊંડાણપૂર્વક વિચાર કરવા સમર્થ હોય,તો તેને *કવિ* કહેવાય છે.

*સરદાર*
જો હોય કોઈ કવિ કે લેખક અહીં ઉપસ્થિત,
તો મારુ એટલું બયાન છે !

કે ચાલો સહુ મળીને ઘૂંટીએ કલમ,
એ ભૂંસાઈ ગયેલ સરદારના ઇતિહાસની !

જો હર લોકો સુધી પહોંચશે એ,
તો સૌ કોઈ જાણશે વ્યથા સરદારની !

'સ્ટેચ્યુ ઓફ યુનિટી' તો પ્રયાસ છે માત્ર,
સાચી શ્રધ્ધાંજલિ તો ત્યારે થશે જયારે સાંભળશે સૌ ગાથા સરદાર ની !

જો જાણશે, સાંભળશે અને અપનાવશે સૌ સરદારને,
ત્યારે હે કવિઓ ન કરતાં ભૂલ એવું લખીને,
કે અવસાન પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસ,
કેમકે આજે પણ મને સામે 'સરદાર' દેખાય છે !

~ કૌશિક વસોયા

વધુ વાંચો