नाम - ए - जिगर हूँ , हर सीने मे धड़कता हूँ.....

જીવંત છે તને મળવાની હજી આશ
ચાલ્યા હતાં સાથે તે રસ્તા છે ઉદાસ
ઉભો છું ત્યાંજ જોઈને તારી વાટ
ન ડગીશ ભલે પછી થઈ જાઉં હું લાશ.
#જીવંત

વધુ વાંચો

હસતો રમતો માણસ જીવંત છે એમ માનવું નહીં
રોજ અંદર એની કંઇ કેટલુંય મરતું હોય છે.
#જીવંત

ભીની ભીની લાગણીઓ ને,
સુકા સુકા હોઠ
મળે જ્યારે એને કોઇના
પ્રેમની ઓથ
આખી રાત બળે બે દીવા
બની એક જ જ્યોત.
ભીનું થાય ખોળિયું
મનનો મોર કરે કલશોર.......
#ભીનું

વધુ વાંચો

મારી આસપાસ ભીનું ભીનું લાગતું હતું
બીજુ કાંઇ નહીં બાળકે
ગોદળૂ પલાળ્યું હતું.
#ભીનું

કોને કહેવા દુષ્ટ એ જ સમજાતું નથી
નક્કી કરી લેવું અરીસો જોઇ સૌએ.
#દુષ્ટ

તારા પ્રેમમાં ઉન્નતિ મારી એટલી તો થઈ
ખોઈને તને મજનુ તો નહીં શાયર બની ગયો.
#ઉન્નતિ

ઉન્નતિનાં શિખરે લઇ જતાં પગથિયાંને યાદ રાખજો
પાછા ફરવું પડે તળેટી તરફ તો ઘડી પોરો ખાઈ શકીએ.
#ઉન્નતિ

સફર રોમાંચક હતી તારી ને મારી એકબીજા સુધી પહોંચવાની
ખોઈને થોડા ઈગો,જીદ,માન્યતાઓ ને ભ્રમો,ઘણુંબધુ પામવાની
#રોમાંચક

વધુ વાંચો

દિલ લઇ તમે તમારુ દિલ દઇ દીધું
બોલ્યા વીના આંખોથી ઘણુ કહી દીધું
આભારી છું તારો ઓ મારા હમરાહ
હું બોલ્યો ન્હોતો તેં એ સાંભળી લીધુ.

#આભારી

વધુ વાંચો

આભારી છું એય ખુદા તારો, તે મુજને દિલ દીધું,
સલામત રાખવા "એને" જગા નથી બીજી કોઈ જગમાં.
#આભારી