The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
399
372.6k
830.4k
study b.a. l.l.b. hoby writing
જીત -Jeet Gajjar
કોઈ કારણ વગર ઘર થી નીકળવાની તારે શું જરૂર હતી..! નીકળ્યા પછી ત્રાસી નજરે મારા જોવાની શું જરુર હતી...! તારી પ્રેમભરી ચાહત થી મારા પર મરવાની શું જરૂર હતી....! જો પ્રેમ જ કરવો હતો તો મને તડપાવવાની શું જરૂર હતા...! જોયા જાણ્યા વગર આમ પ્રેમ માં પડવાની શું જરૂર હતી.....! પહેલી વાર પૂછ્યું હોત તો આમ લવ યુ કહેવાની શું જરૂર હતી....! ભલે તે પ્રેમ કર્યો પણ મારા દિલની વાત તો જાણવાની જરૂર હતી...! ખબર છે તારો પ્રેમ પવિત્ર છે તો સાબિતી આપવાની શું જરૂર હતી...! પ્રેમ તો હું પણ કરતો હતો તારે ઉતાવળ કરવાની શું જરૂર હતી...! વિશ્વાસ હતો તારા પર તો વિશ્વાસ તોડવાની શું જરૂર હતી...! ખબર છે હું તારો જ છું તો ચક કરવાની શું જરૂર હતી...! વ્યસ્ત ક્યાં રહ્યો આમ દિલમાંથી કાઢી નાખવાની શું જરૂર હતી..! પ્રેમ તો હજુ કરું છું એ તારે વિશ્વાસ રાખવાની જરૂર હતી...! જીત ગજ્જર
પરી ને જોઈ હું ઘાયલ થયો, ઘાયલ થઈ હું પ્રેમમાં પડ્યો, મે તો પ્રેમમાં પા પા પગલી કરી..! આંખો આંખો થી ઈશારા થયા, ઈશારા થી બંનેએ વાતો કરી, મે તો પ્રેમમાં પા પા પગલી કરી...! પ્રેમની પહેલી મુલાકાત ની પળ આવી, મુલાકાત અમારી બહુ યાદગાર રહી, મે તો પ્રેમમાં પા પા પગલી કરી...! નજીક આવી ને મારી પાસે બેસી, પાસે બેસીને મારા વાળ પંપાળતી, મે તો પ્રેમમાં પા પા પગલી કરી..! ખોળામાં બેસાડી ખુબ વ્હાલ કરતી, વ્હાલ કરતી કરતી પ્યારી પપ્પી કરતી, મે તો પ્રેમમાં પા પા પગલી કરી...! કોમલ કોમળ હાથ થી મને સ્પર્શ કરતી, અતૂટ પ્રેમ વરસાવી આલિંગન કરતી, મે તો પ્રેમમાં પા પા પગલી કરી...! જીત ગજ્જર
નજર મારી એટલી કે તું મારી નજર સામે રહે..! પ્રેમ માં અપેક્ષા એટલી કે તું મારા દિલમાં રહે...! વાતો બસ એટલી કે તું બસ રોજ વાતો કરે...! દિલમાં તારું સ્થાન એટલું કે તું બસ મારી પરી રહે..! રાહ માં તું રાહદારી રહે એટલી કે બસ તું મારી મંઝિલ રહે..! મને જ વિચારતી રહે એટલે કે તું બસ મારી વિચારધારા રહે..! જીવન મારું ઉઝાસ કરે એટલે કે તું બસ દીપક જેમ રહે..! જીવન મારું સ્વર્ગ બનાવે એટલું કે તું બસ જીવનસાથી રહે...! જીત ગજ્જર -Jeet Gajjar
તારી નજર જોને મારી પર પડી ને કેવી ઘાયલ કરી ગઈ તું.. પહેલા તો નજર ઉઠાવી નજર ઝુકાવી કેવો જાદુ ગઈ તું... પછી મીઠું સ્મિત ફરકાવી વળી મારા જ દિલની ચોરી કરી ગઈ તું.. કહી દવ છુ આમ મને વારે વારે જોયા નાં કર તું. હું ચાહું છું તને તો લોકો પાગલ કહે છે કોઈ, તું ચાહે તો કહે છે મને બધા થી નસીબદાર છે તું. જીત ગજ્જર
શબ્દો થી વાતો થાય છે હવે શાયરી કરવાનું શી જરૂર છે...! સાચવી રાખી છે તારી યાદોને હવે દિલમાં તસવીરની શું જરૂર છે...! પ્રેમના સંબંધ બાંધ્યા છે હવે દોસ્તી ની શું જરૂર છે...! ઘાયલ કરી સુકી છે તું હવે તીર છોડવાની શી જરૂર છે...! બંધાયો છું હું તારા પ્રેમમાં હવે ઝંઝીર ની શી જરૂર છે...! જીવનમાં તારો સાથે મળ્યો હવે મુસાફિરની શી જરૂર છે...! વિશ્વાસ રાખ્યો છે તારા પર હવે તકદીર ની શી જરૂર છે...! બની ચૂકી છે અર્ધાંગિની મારી હવે પ્રેમિકા ની શી જરૂર છે...! જીત ગજ્જર #વિશ્વાસ
જ્યાં જ્યાં અટવાયો છું ત્યાં ત્યાં તે રસ્તો બતાવ્યો છે, જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ત્યાં તું હંમેશા સાથે રહી છે, જ્યાં જ્યાં જ્ઞાન ની જરૂર પડી છે ત્યાં ત્યાં તું શિક્ષક બની આવી છે, જ્યાં જ્યાં વિચારોમાં ખોવાયો ત્યાં ત્યાં તે વિચારવંત કર્યો છે, જ્યાં જ્યાં મુશ્કેલી આવી પડી ત્યાં ત્યાં મદદે તું આવી છે, જીત ગજ્જર
પ્રેમ ક્યારે તારા થી થઈ ગયો ખબર જ ના પડી, તારો મને એ પ્રેમનો નશો થયો ખબર જ ના પડી, તારા પ્રેમમાં હું ડૂબતો ગયો ખબર જ ના પડી, પ્રેમ ને સમજવું હોય તો દિલ જોઈએ તે આજ ખબર પડી, હું ક્યારે તારા પર મરવા લાગ્યો ખબર જ ના પડી, તુ દોસ્ત દોસ્ત કરતા કરતા કયારે પ્યાર બની ગયો ખબર જ ના પડી, હું ક્યારે ધીમે ધીમે તારો થઈ ગયો ખબર જ ના પડી. જીત ગજ્જર -Jeet Gajjar
વાતો વાતોમાં મને રિસાઈ જવાની ટેવ છે, શું તને મારા દિલને મનાવવાની આવડત છે...! ગુસ્સો તો હું ઘણો કરી જાવ છું તારા પર, શું તને મારો ગુસ્સો શાંત કરતા આવડે છે..! રહીને ચૂપ હું તને ઘણું કહી જાવ છે, શું તને ઈશારો કરીને સમજવી શકે છે...! ઘાયલ થાવ છું અમુક તારી વાતો થી, શું તને મલ્હમ લગાડતા આવડે છે...! વરસાવતો રહુ છું મારો પ્રેમ અઢળક તને, શું તને પ્રેમની બુંદ બની ભીંજવી શકે છે..! તારી સાથે વાતો કરવા હું મોડી રાત જાગું છું, શું તને ખબર છે થાક્યો હોય તોય જાગું છું...! પ્રેમ ની સાબિતી તો ઘણી આપી મે તને, શું તું હવે તારો ખરો પ્રેમ સાબિત કરી શકીશ...! જીત ગજ્જર
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser