Hey, I am on Matrubharti!

એક આશ...
ફરી ઘેરાયા આ કાળા ઘમ્મર વાદળો ની તોળી
રાતલડી એ પહેર્યો વીજ ચમકાર નો નવલખ હાર
મૂસળધાર જળની ધાર સંંગે મનમા દ્વાપરયુગની શરૂઆત
હ્રદય મા "સંભવામિ "ની જાગી "એક આશ"
અણસાર છે એના આવવાનાં ને ફરી એકવાર
કોરોના રુપિ આ કંસના વિનાશ ના
"જય"

વધુ વાંચો

દીપી ઊઠી છે ધરા ,ને ઉજવાય શ્રાવણી દિવાળી
વિચર્યા દેવ ને મહાદેવ, વિરાટને પગથારે
શંખ બોલે મૂર્દંગ બોલે, બોલે પખાવજ ના સૂર રે
જય જય શ્રી રામ જગત આખા માં ગુંજે
જંબુ દ્વિપ ના ભરત ખંડે આર્યાવર્તે અયોધ્યા નગરી
બની સ્વર્ગ ધામ રે હવે ફરી લેહેરશે ભગવો સરયુ ને કાઠ રે
"જય"

વધુ વાંચો

નરોવા કૂંજોવા ના અર્ધ સત્ય થી મહાભારત નો જંગ જીતી શકાય
સાહેબ
આતો પ્રેમ યુધ્ધ છે જ્યા પૂર્ણતા સત્ય થી જ હ્ર્દય પર વિજય મેળવી શકાય છે..
#અર્ધ

વધુ વાંચો

એક લાગણી પડી હતી તૂટેલી, મૃત, વિખરાયેલી
આવી ને તે એ લાગણી ને કરી સ્થિર નવપલ્વિત
નામ મળ્યું એ સંબધ ને દોસ્તી..
"જય"
#મૃત

વધુ વાંચો

મેલાવી મે તો સોનાનો બાજોઠ
ને બિછાવ્યો મે તો મલમલના આસનીયા
ને દીધું આહ્વાન મે તો હરખાતા હરખાતા
કે પ્રભુ પધારો મારે મારે ધામ રે..
આવી હરિ મારે બારણે ઊભા
નિરખી આ તમામ રે
ના બિરાજે ના ના પ્રવેશે નાથ મારે ધામ મહિ
ખૂણે ઊભો વિચારું ના મળે કોઈ તાગ વળી
બાજોઠ મારો સોનાનો ને મલમલ તણા આસનીયા
દીધા મે તો હરિ કાજ શું ખપ રહી વહાલા મારે સેવામાં આજ
મલકી હરિ બોલ્યા સોના રૂપા ના બાજોઠ કરતા
ચડિયાત "હ્ર્દયાસન"
મલમલ સૂતરના ગાદલા થી વધુ પસંદ "ભક્તિઆસન"
જોડી ને બેવ કર નામસ્કાર કરુ હું તને લીલાધર
ને દઈ હ્ર્દયાસન માં સ્થાન તને હું તો ધન્ય થયો ગિરિધર
"જય"

વધુ વાંચો

વસંત ના વાયરા વાયા ને
આંબે મંજરી મોહરી
પાંદડે પાંદડે બેઠા પમરાત કરતું એ પતંગિયું
ને હાથો માં હાથ
હૈયામાં હોમ ભરી
નયન માં પ્રેમ ભરી
ને હોઠો છે નિઃશબ્દ
તન માં છે તમયતા ને
મન માં છે મોજ
આ વસંત તો એક બહાનું છે
બાકી આ જુવાન બેલડી એ મળવું રોજ
મિલન એ જ મોસમ ને
સ્પર્શ એ ધબકાર
ને શ્વાસ એજ સુગંધ
તો ક્યાં જરૂર આ
જુવાન પ્રેમી ને વરસે એક વાર આવતી વસંત ની


"જય"

#જુવાન

વધુ વાંચો