તમે અને તમારી વાતો ભુલાતી નથી....

#માળો

એ મધદરિયા માં નાવડું તારું

કાંઠે લાવીને ડુબાડીશ મા,

તરી શકાય તો તરજે જીવળા

બીજાને ડૂબાડીશ મા,

પંખી પરેવડા નો "માળો" આતો

એના માળા વિખેરીશ મા,

દુઃખડા બીજા ના જોય ને વિરલા

મન માં આંનદ માણીસ મા,

મહેલ પરાયા જોય ને તું તો

ઝુંપડી તારી બાળીશ મા,

સગા રે ભાઈ નું સારું દેખીને

દિલ માં આગ લગાડીશ મા,

તારી વાડી માં આંબલા રોપજે

બાગ બીજા નો બગાડીશ મા,

ગાતું હોય કોઈ પ્રભુ ના ગુણ તો

એનો તાલ બગાડીશ માં.

-કાનો

વધુ વાંચો

#અર્થ
તું દૂર છો ઘણી આમ તારી યાદ મને ગમે
પણ જો મળવાનું થાય તો મજા આવે,

પછી તારા બંધ હોઠ આમ મુસ્કાન કરે તો ગમે
પણ થોડીક વાત કર તો મજા આવે,

મારુ નામ હરઘડી આમ તારા મોઢે મને ગમે
પણ હું જરાક તારું કહું તો મજા આવે,

તું થોડીવાર માટે આમ મળવા આવે મને ગમે
પણ અર્થ છું સમજું આવી મુલાકાત નો??

જો આમ જ જીંદગીભર મારી પાસે રહે તો મજા આવે.

-કાનો

વધુ વાંચો

#પોતે

જાણે મોટો નવાબ ..પોતે

કરે મોટા રુવાબ... પોતે

હાલ એ લોકો ગામડાં ...ગોતે

મોટા સિટી માં ...પોતે

અંધારી ઓરડી માં..પોતે

હાલ એ લોકો અજવાળાં ..ગોતે

નથી કાઈ મારુ કે નથી કાઈ તારું..

આવિજા બેઘડી જો પ્રભુની જ્યોતે..

મળશે આંનદ તને અનોખો જીવનનો પછી ભલે જીવ જમડાં પણ ગોતે.

-કાનો

વધુ વાંચો

મારા નાનપણ નો જોડીદાર,

સાચા માર્ગ નો ચીંધનાર,

મારા મીઠા ઝગડા નો ભાગીદાર,

એ મારા ભાઈ તું જ હોઈ હર જન્મ નો સાથીદાર.

Happy brother's day my all lovely friends.

વધુ વાંચો

#નસીબ

માલ-ખજાના તારે બંગલા ને ગાડીયું,
રહ્યું નથી કે રહેવાનું નથી,

ગામ-ગરાસને તારે મોટી મોટી વાડિયું,
સંગાથી થયું નથી ને થવાનું નથી,

માત-પિતા ને બેની બાંધવ તારા,
સાથી કોઈ નથી ને થવાનાં નથી,

"નસીબ"થી વધુ ને સમય થી પેલા,
મળ્યું નથી કે મળવા નું નથી.

-કાનો

વધુ વાંચો

#પ્રકાશ

એક મારા શિવજી એ આપ્યો મનુષ્ય નો અવતાર,

એક મારી (જનની)માં એ ઉદર માં રાખ્યા નવમાસ,

એક ધરતી માં જેને ઝીલ્યો છે ભૂમિ કેરો ભાર,

એક મારા ગુરુજી એ આપ્યું વિદ્યા નું દાન,

એક મારા હનુમાનજીએ હૃદય માં રાખ્યા છે રામ,

એક મારા સુરજદાદા એ આપ્યો છે નિત્ય "પ્રકાશ",

છઈએ ઉજળા તમ થકી અમ બાળક ની લેજો સંભાળ.

-કાનો

વધુ વાંચો

#શીખો

અમે તો એક ખોબા પાણી માટે
આખો દરિયો દઈ બેઠા,

તમે અમને મજધારે નાવડું રાખી
ધક્કો દઈ બેઠા,

આશા રાખીતી અમે તમારા સાથની
તમે તો ખાલી શિખામણ દઈ બેઠા.

-કાનો

વધુ વાંચો

#રાખવું

દુઃખ તારુ ને દર્દ મને દઈ જાય છે,

તું નથી કહે'તી એ બધું કહી જાય છે,

થોડુંક તારું ધ્યાન રાખવું એ સાજણ,,,

તારું એ ચૂપ રેહવું મારો જીવ લઈ જાય છે.

-કાનો

વધુ વાંચો

#પતંગ

સન્નાટો છે હવે આકાશમાં
સમય સમય નું કામ કરી ગયો,
ચગે એ કપાય...
પછી માણસ હોય કે પતંગ.
-કાનો

#શૂરવીર

પોખણ ને પરણવેળા તણી

રાણા રમતું મેલ,

ખેલ ખાંડાના ખેલ

મારી વેગડ ના આવી વીર વાછરા.

-જય વછરાજ સોલંકી દાદા

વધુ વાંચો