મસ્ત.. www.jaydevpurohit.com

મોટી લાગણી એકાદ મેં સાચવી રાખી
તને કહેવાય એ વાત તો હું શક્તિશાળી

- જયદેવ પુરોહિત

❤️❤️❤️❤️❤️❤️


#શકિતશાળી

વધુ વાંચો

તડકાને ભીંજવવાના એક બે બહાના શીખો
ને રોજ રોજ વાદળ બની થોડું વરસતાં શીખો

આમ ક્યાં સુધી રડ્યા કરશો ગોદડું ઓઢી તમે
ખુલ્લામાં આવી હવે તો આંસુ લૂછતાં શીખો

રોજ લખીને જે મોકલો છો મેસેજમાં મને
હવે તો સામે આવી એ બધું બોલતાં શીખો

ને થોડાં ઇમોજીસ મોકલી કંઈ અડાતું હશે મને
ઓચિંતા સાવ નજીક આવી થોડું સ્પર્શતા શીખો

- જયદેવ પુરોહિત "મસ્ત"

#શીખો

વધુ વાંચો

जब गले लगाया तुमने तो सब फ़िके लगने लगे
ये शाम, ये चाँद , ये सितारे और ये रात

~ जयदेव "मस्त"

#महसूस

"મસ્ત સ્પેશ્યલ - જયદેવ પુરોહિત"

~ ~ ~ ~ ~ ~ ~ ~ ~

🦁ગુજરાત : મોઢું સોહામણું ને સોળે શણગાર🦁

આપણું ગુજરાત વિવિધતાથી છલોછલ છલકતું મલકતું છે. કામઢાના ક થી લઈને જ્ઞાનના જ્ઞ સુધીની બારાક્ષરી ગુજરાત ક્ષણે ક્ષણે જીવે છે . ચાંદ પર જઈને જુઓ કે નજીક આવીને જાણો અમારી ચમક નોખી અનોખી ને અનેરી છે. અદકેરી છે. ગુજરાતનો ઈતિહાસ સંસ્કાર, સભ્યતા અને સાહસનો પરિચય છે તો વર્તમાન પરમાર્થ, પરિશ્રમ અને પરોપકારનું ઉત્તમ ઉદાહરણ છે.

ગુજરાત કયારેય ઘરડું નહિ થાય. ગુજરાત કયારેય ધ્વસ્ત નહિ થાય. ગુજરાત કયારેય નમાલું નહિ થાય. ગુજરાતી લોકો ગુજરાતને રોજ ઓક્સિજન આપે છે. અને ગુજરાતનું અસ્તિત્ત્વ એ સમગ્ર દેશ માટે સંજીવની છે. આપણી માણસાઈની પારસમણી ઘણાએ ચાખી છે, ઓગાળી છે, અને પચાવી પણ છે. અહીંની માટીમાં માનવતાની લાકડી અને ચારિત્ર્યના તાંદુલની કૂંપણો ક્ષણે ક્ષણે ફૂટે છે.

ગરીબાઈની તિરાડમાંથી સંસ્કારોની સરિતા આજે પણ અવિરત કૂદકા મારે છે. ખુમારીમાં દાનવીરતાનો સરવાળો કરો એટલે......

વાંચો ગુજરાતી હોવાનું સ્વમાન છલકી ઉઠે એવો લેખ...👇🏻

https://jaydevpurohit.com/the-colorful-gujarat/

- જયદેવ પુરોહિત jp

વધુ વાંચો

હું તારી સાથે...

રાત...વાત...ને ... મુલાકાત...

દિવસભર થાકવાનું અને રાતે તારી સાથે બેસવાનું. આમ રોજ રાતે તને મળવાનું અને આંખો બંધ કરી “તું અહીં જ છો ” એવું feel કરવાનું....

રાત પછી એમની રીતે આગળ ચાલે ને હું ત્યાં જ થંભી જઉં, બેઠો રહું, વિચારું, તને મળું, તારી સાથે વાતો કરું... કારણ કે, આ રાત મને ગમે છે.. એમાં પણ તારી વાત મને ગમે છે.

ખબર છે કે આ વિચારોની મુલાકાત છે. મેં જ વિચારેલી તારી સાથેની આ મિટિંગ છે. છતાં એમાં આપણે બંને મળ્યાનો અહેસાસ છે. કાળા ડિબાંગ અંધારામાં પણ જયારે બે પાંપણો વચ્ચે તારું વાદળ બને ત્યારે એ અંધારું પણ મને ગમે છે. મજા તો એ વાતની છે કે, લોકો ચાંદ જોઈને કોઈને યાદ કરવામાં પડ્યા હોય ત્યારે હું તો અંધારામાં તને મળી લઉં છું. ક્યારેક ચાંદ વિનાની રાત મને ખૂબ ગમે છે... કારણ કે, મને તારી વાત ગમે છે... આપણી મુલાકાત ગમે છે...

કયારેક તો એવું પણ થાય કે આ રાત પકડીને રાખું... પરંતુ પછી એ પણ યાદ આવે કે તને અને મને બંધન પસંદ નથી. અને આવી રાતો પણ ક્યાં ખૂટી જવાની છે???

રાત આવશે... વાત આવશે.. મુલાકાત લાવશે..

- જયદેવ પુરોહિત jp

વધુ વાંચો

मेरा जन्म एक प्यास का परिणाम है
स्त्री को मिलता यह माँ का सन्मान है

किसीसे क्रोध किसीसे स्नेह होगा
जो जैसा होगा सामने में ऐसा होगा

खोज है एक प्यार की
दौड़ है एक प्यास की

न कोई मंज़िल होगी न कोई मुक़ाम होगा
चलता फिरता गिरता सँभलता सफ़र होगा

मेरा जन्म एक प्यास है....


- jaydev purohit

#जन्म

વધુ વાંચો

We are born to get burn
~ jaydev purohit


#Born

મારી લાગણી સાવ પરબારી છે

#કલા #art

મારુ વિશ્વ તું ને તારું વિશ્વ હું

#વિશ્વ