મારું પ્રોફેશન ગમે તે હોય પણ મારું પેશન તો હંમેશા લખાણ જ રહ્યું છું..માતૃભારતી દ્વારા મારા જેવા લેખકો ને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ ધન્યવાદ. જેમ સિકંદર પોતાની વિશાળ સેના અને તલવાર લઈને વિશ્વ વિજય કરવા નીકળ્યો હતો એમ હું પણ કલમ અને મારા વિચારો થકી લોકો ના દિલ પર રાજ કરવા માગું છું. થ્રિલર,હોરર,લવ,સોશિયલ જેવા અલગ અલગ પ્રકાર ના વિષયો માં હું મારી મહારથ સિદ્ધ કરવા પ્રયાસ કરી રહ્યો છું.મારો whatsup નંબર 8733097096 છે જેના પર આપ સૌ આપના અભિપ્રાય આપી શકો છો....

આજથી શરૂ થઈ ચૂકી છે ખૌફ અને ભયની એક એવી રોમાંચક સફર જેમાં દરેક ભાગની સાથે રહસ્ય વધુ ઘેરું બનતું જશે. આ નવલકથા વિકમાં બે દિવસ મંગળવાર અને શુક્રવાર રાતે આઠ વાગે રજૂ થશે.

Jatin.R.patel લિખિત વાર્તા "પ્રતિશોધ પ્રથમ અંક - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19885941/pratishodh-1-1

વધુ વાંચો

ગુજરાતી સાહિત્યની પ્રથમ હોરર ટ્રાયોલોજી વાંચો ફક્ત માતૃભારતી એપ પર..29 મે થી ભવ્ય રજુઆત.

મારી નવલકથાકાર અંગેની સફર અને મારાં અંગત જીવન અંગે જાણવા ફોલો કરો મને insta પર.. jatiin_the_star

તા. 16/05/2020
રાતે 9 વાગે..
મારાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તમે મારો લાઈવ ઈન્ટરવ્યુ જોઈ શકશો.
નવલકથા લેખનની નાની મોટી બારીકાઈથી લઈને મારી લેખનની સફર અંગે જાણવાં મને આ ઈન્ટરવ્યુ અચૂક જોજો.
Insta id:- jatiin_the_star

વધુ વાંચો

રિશી કપૂરને ફિલ્માંજલી.💐

પિતા શ્રી 420 હતાં તો દીકરાએ પણ કહી દીધું કે મારું નામ પણ જોકર છે. ટીનએજમાં જ બોબીનાં પ્રેમમાં પડેલો એ યુવક કોઈ રાજાની માફક જીંદા દિલ બનીને રહ્યો. મુશ્કેલીઓ આવી તો ખેલ ખેલમાં રફુચક્કર પણ થઈ ગયો. કભી-કભી એનાં હૃદયમાં પ્રેમમાં એવું બારુદ પેદા થતું કે લોકો એની લવસ્ટોરીને લેલા મજનુ સાથે સરખવતાં. ફિલ્મ લાઈનનો દરેક દૂસરા આદમી એની એક્ટિંગની મજાક ઉડાવતાં કહેતો કે જોવો ચાલ્યો મુરારી હીરો બનવા.

છતાં આ અકબરે પોતાની એક્ટિંગથી નયા દૌરની શરૂવાત કરી. પત્ની નિતુ સાથે નાં સંબંધમાં ક્યારેક કોઈ વો આવી જ નહીં. નસીબનાં જોરે બૉલીવુડનું બાકી રહેલું કર્ઝ ઉતારતાં રિશીએ ખૂબ જ ધન દોલત મેળવીને ઝમાનાને દેખાડી દીધું કે એ આ દુનિયામાં આન અને શાનથી જીવશે. ફિલ્મોને પ્રેમ કરવાના એનાં રોગે દર્શકો સાથે એનો પ્રેમ યોગ કર્યો જેને આગળ જતાં એક પ્રેમ ગ્રંથ બની ગયો. ફિલ્મ લાઈનમાં ઘણાં રાહી બદલાઈ ગયાં છતાં આ નગીના સમાન એક્ટર ક્યારેય ખુદગર્ઝના થયો.

ક્યારેય વિવેચકોનાં પ્રેમનાં કાબીલ નહીં થનારાં આ એક્ટરે વિજય મેળવવા પોતાનાં એક્ટિંગને હથિયાર બનાવી. આખરે વિવેચકોની નિગાહોમાં પણ રિશીએ કપૂર ઘરાનાનું નામ રોશન કરી બતાવ્યું. વર્ષો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહ્યાં બાદ આ શેરદિલ માણસની આત્મખોજ પુરી થઈ અને ઘરમાં એવોર્ડ શેષનાગનાં મણિની જેમ ચમકી ઊઠ્યાં.
પોતાનાં સાથી કલાકારોની નિવૃત્તિ પછી પણ રિશી એક અજુબાની માફક એક્ટિંગની રણભૂમિમાં પોતાની કલાકારીથી હીના જેવી સુગંધ પ્રસરાવતો રહ્યો. પોતાનાં પિતા જેવો એક્ટર ના બનવાની કસક હોવાં છતાં એને દિવાનાની જેમ કપૂર એન્ડ સન્સને જોડી રાખ્યાં જેને જોઈ દુનિયા બોલી ઉઠતી કે રિશ્તા હો તો ઐસા!

આ અનમોલ એક્ટરે પોતાની જવાનીનાં આખરી દિવસોમાં ઈજ્જતની રોટી કમાવવા પર ધ્યાન આપીને કપૂર ખાનદાનની ઘરની ઈજ્જતનું માન રાખ્યું. પોતાની પત્ની સાથેનાં સંબંધોમાં ક્યારેય દરાર ના આવી અને એ સાજનની બાહોમાં હાથ નાંખીને જુહુ બીચ પર ફરતો રહ્યો. જવાનીને વિદાય આપ્યાં બાદ એ રાજુચાચા પણ બન્યો અને તેહઝીબ સાથે એક્ટિંગ માટે એ એવી રીતે ફના થતો કે જોનારા બોલી જતાં યે હૈ જલવા.

લંડનમાં નમસ્તે બોલનારા અને ભારતમાં ઓમ શાંતિ ઓમ બોલનારા આ ચીંટુજી માટે દર્શકોને લવ આજે પણ છે અને કાલે પણ રહેશે. જબ તક જાન હતી ત્યાં સુધી એક્ટિંગનાં અગ્નિપથ પર ચાલનારાં આ એક્ટરની ફિલ્મો તો હાઉસફુલ રહેતી જ પણ જેમ પંજાબીઓ રાજમા ચાવલને પ્રેમ કરે એવો પ્રેમ પણ મળતો. છેલ્લે છેલ્લે એને ચશ્મે બદદુર બની બેશર્મી વટાવી એવી બેવકુફિયા કરી કે લોકો હસીને બેવડ વળી ગયાં. 102 વર્ષે પણ હું નોટઆઉટ રહીશ એવું કહેનારો રિશી જુઠા કહી કા હતો એટલે તો એ આપણને છોડીને ચાલ્યો ગયો; લિવિંગ લેજન્ડમાંથી ધ બોડી બની ગયો.

મનમોહક સ્મિત અને ફિલ્મોમાં સ્ટેજ પર કરવામાં આવેલાં ડાન્સ કે સિગિંગ પફોર્મન્સમાં જેનો કોઈ મુકાબલો નથી એવાં રિશી કપૂરની આત્માને સદગતિ મળે એવી પ્રભુને અંતઃકરણથી પ્રાર્થના.

-જતીન.આર.પટેલ

વધુ વાંચો

ઈરફાન ખાનને મારાં વતી આ નાનકડી ફિલ્માંજલી.💐💐

એક વ્યક્તિ હતો, નામ ઈરફાન ખાન. આજથી બત્રીસ વર્ષ પહેલાં એને મુંબઈમાં આવીને 'સલામ બોમ્બે' કર્યું. ત્યારબાદ 'દ્રષ્ટિ' ગુમાવતા ગુમાવતા એને બોલિવુડને કહ્યું 'મુજસે દોસ્તી કરોગે'. એ એક એવો 'પુરુષ' હતો જેને 'વોરિયર' બનવું હતું, પણ એનો 'કસુર' એટલો કે એ જૂની 'પ્રથા' ને બદલવા માંગતો હતો.

એનાં આટઆટલા 'ગુનાહ' છતાં એને બોલિવુડમાં એનું ઈચ્છિત સ્થાન 'હાસિલ' થયું. આ સાથે જ નસીબ આડેની બધી 'ધૂંધ' હટી ગઈ. 'ફૂટપાથ' ઉપર ચાલતાં આ ''મકબૂલ'ને 'ધ બાયપાસ રોડ' ઉપર 'ચરસ' અને 'ચોકલેટ' ની આદત પડી ગઈ. આખરે એનો આ 'રોગ' એને 'કિલર' બનાવવાનું કામ કરી ગયો, આમ છતાં એ ગર્વથી કહેતો આ જ છે દોસ્ત 'લાઈફ ઈન અ મેટ્રો'.

મન્ડે ટુ 'સન્ડે' કામ કરનાર આ 'ક્રેઝી 4' માણસે 'મુંબઈ મેરી જાન' સ્વીકારી લીધું. છતાં આ 'સલ્મડોગ ને મિલેનીયર' થવું હતું કારણ કે એનું 'દિલ કબ્બડી' કરતું અને મનમાં 'એસિડ ફેક્ટરી' હોય એટલી આગ હતી. એ કહેતો કે મારે 'ન્યુયોર્ક' જવું છે કેમકે 'આઈ લવ ન્યુયોર્ક'. એ કહેતો કે હું 'રાઈટ યા રોંગ' હોઇશ પણ ક્યારેય 'નોક આઉટ' નહીં જ થાઉં. 'આ સાલી જીંદગી'ને પણ એ હંમેશા 'થેંક્યું' કહેતો.

એની ઈચ્છા હતી કે એને 'સાહેબ સમજીને એની બીવી' એનાં માટે ક્યારેક તો 'લંચબોક્સ' બનાવે. ભલે જીવનમાં બધે 'ગુંડા' જ ભટકાયા છતાં એની 'તલવાર'ની ધાર નો 'કિસ્સો' લોકો આજે પણ યાદ કરે છે. આ 'મદારી'ને 'પાનસિંહ તોમર'ની માફક દોડવાનો એવો ચસકો હતો કે એ 'હિંદી મીડિયમ'માંથી 'અંગેજી મીડીયમ' સુધી પહોંચી ગયો.

પોતાનાં ફેસ એક્સપ્રેશનની દ્રશ્યનું વર્ણન અને આંખોથી ડાયલોગ બોલવાની ગજબની કાબેલિયત ધરાવતાં ઈરફાન ખાનની આત્માને અલ્લાહ જન્નત બક્ષે એવી દુવા.

-જતીન.આર.પટેલ

વધુ વાંચો

કોઈ બુક બાકી હોય તો વાંચી લો


https://www.matrubharti.com/jatinpatel2292

હળાહળ
સુંવાળા પુષ્પોનો બાગ જોઈ હક જમાવશે બધાં.
દૂર રાખવા સૌ ને વાવેલાં કાંટાળા બાવળ જોઈએ.

આગને ઠારવા જરૂર પડે મુશળધાર વરસાદની.
બાકી ઠંડક માટે તો મોતી સમું ઝાકળ જોઈએ.

હોય નાનું બાળક તો ભસવું કુતરાઓનું લેખે વળગે.
બાકી ખંધા શિકારી માટે સાવજ કેરી ત્રાડ વિકરાળ જોઈએ.

જેને જીવિત રહેવું હોય એને જરૂર પડે છે જળની.
બાકી જીંદગીથી હારેલાં ને તો સપનાંરૂપી મૃગજળ જોઈએ.

સમુદ્રમાંથી નીકળેલું અમૃત તો દેવો પી ગયાં શિવાય,
શંકર જેમ પૂજાવા રોજ પીવું થોડું હળાહળ જોઈએ.

-જતીન.આર.પટેલ

વધુ વાંચો

વાચકોની આતુરતાનો અંત.. તા-02-04-2020 અને રામનવમીનાં પાવન પર્વ નિમિત્તે ભવ્યાતિભવ્ય રજુઆત ફક્ત માતૃભારતી એપ્લિકેશન પર. દર ગુરુવાર અને રવિવારે રાબેતા મુજબ ભાગ પ્રકાશિત થશે.

વધુ વાંચો