Hey, I am reading on Matrubharti!

ઈસુ જેવા ઈશ્વર બનવાની ચાહ ના હોય તો ચાલશે...
પરંતુ
ઈસુ જેવા માનવ હતા એવા માનવ બનો એ પણ ઘણું
#ઈસુ

સંકટ સમયે આપણને સાંભરે ઘણા
પણ સંકટમાં આપણને સંભાળી લેય
એ જ ખાસ...
#સંકટ

એવો ત્વરિત ઘાવ હતો મિત્રોનો
હું અવાક્ બની બસ વિચારતો રહ્યો
#ત્વરિત

સલામ કરી ને એ લિલામ કરે છે
દુશ્મન દોસ્તનાં વેશમાં વાર કરે છે
#સલામ

અશ્ક્ય છે એમ વિચારવા કરતા
મુશ્કેલ લાગતા ઘણા કામોને
સરળ બનાવવા પ્રયાસ કરજો
#મુશ્કેલ

ધર્માંધ પોતાની નજરમાં શ્રેષ્ઠ ને દુનિયા‌ માટે ઝેર બની જાય છે.....
#ધર્માંધ

બેહોશ કરી દો મને !
કેવી સરસ હોય એ બેહોશી
સમય સાથે તાલ મેળવવાની દોડધામ નહીં
ચિંતા ઊભા કરતા વિચારોનો મારો નહીં
દુઃખી કરતા ભુતકાળનો પડછાયો નહીં
ભાવિ કેવું હશે ! નો કોઈ ડર નહીં
માત્ર
હોય આરામ, શાંતિ, આ ક્ષણે
આપી દો એવી બેહોશી મને !
#બેહોશ

વધુ વાંચો

તરંગીના તરંગને તું તારે હસ્યા કર
બદલશે એ ઈતિહાસ તું જોયાં કર
#તરંગી

આતુર એટલાં પણ ના બનો કે
ચિંતાતુર થવાનો વારો આવે...
#આતુર

મૃતપ્રાય બની જીવું છું
સંજીવની બની આવીશ તું ?
#મૃત