jagadish keshav gajjar,(bhagat vanod)

¤ ચળકદાર ¤ હાઈકુ ¤
(૧) ખબરદાર,!
વિશ્વાસુ નથી હોતું,
ચળકદાર,,!!
(૨) ચળકદાર,
બગલા જેવો પણ,
મનનો મેલો,,!
(૩) ચળકદાર ,!
શબ્દો ને ઠાઠમાઠ,
દગાબાજના,,!
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
**** વણોદ ****
#ચળકદાર

વધુ વાંચો

¤ સ્વચાલિત ¤
¤ આપણે સ્વચાલિત રમકડાંમાં ચાવી ભરીને રમકડું ચલાવીને ભરપૂર આનંદ લઈએ છીએ, પરંતુ એ તથ્યને હંમેશાં અવગણતા આવ્યાં છીએ કે સ્વચાલિત રમકડું જાતે બીજા સ્વચાલિત રમકડાંમાં ચાવી ભરી
શકતું નથી, કુદરતે ચાવી ભરી અને ચાલવા લાગેલા
માનવ રૂપી રમકડાને પણ ઘણાં ડાન્સ કર્યા પછી અને
ઘણાં ધમપછાડા માર્યા પછી માનવ એક્ટ અને ગોડ
અેક્ટની અંગ્રેજી #અસ્થાઈ #સમજ આવે છે, આ
સમજ સ્થાઈ ક્યારે બનશે,,?!
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
**** વણોદ ****
#સ્વચાલિત

વધુ વાંચો

¤ દુહો ¤
ખેતી પ્રધાન દેશ, ખેડૂત આંદોલન કરે,
તીડ-ટોળાં કનકનાં, ખેતર ઉપર ખાબક્યાં,,!!
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
*** વણોદ ***

વધુ વાંચો

¤ અજાણ્યો રસ્તો ¤
¤ અજાણ્યા રસ્તે ચાલતાં આ જીવનને ક્યારે કોનો ભેટો થઈ જશે એ કહેવું અતિ મુશ્કેલ છે, રસ્તે ચાલતા ચાલતા મહેમાન શ્રી કોરોનાજીનો ભેટો થઈ ગયો, મહેમાન થોડા દિવસો રોકાશે એવું કહેવાયું હતું પરંતુ એ તો વધારે દિવસ રોકાઈ ગયા, અડિંગો એવો જમાવ્યો કે બીજાને મહેમાનગતિ કરવાનું ભુલવાડી દીધું, કંટાળીને યુક્તિબાજ માનવી મહેમાન સાથે જ બથ્થંબથ્થીના રસ્તે ચડી ગયો, ખેર !,,,આ રસ્તો પણ અજાણ્યો છે,,,,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ *****

વધુ વાંચો

¤ સ્વાદિષ્ટ ¤
¤ સ્વાદિષ્ટ વાનગીઓ આરોગવી કોને ના ગમે ?
પરંતુ જ્યારે શરીરમાં ખૂબ તાવ ભર્યો હોય ત્યારે સ્વાદિષ્ટ વાનગી જમવાની રુચિ ગાયબ થઈ જાય છે,
મોટે ભાગે એવું બનતું હોય છે કે ભાવતું ભોજન પેટને
અનુકૂળ ન હોય અને પેટને અનુકૂળ હોય તે ભોજન ભાવતું ના હોય, બસ આ એક સ્વાદનું અસંતુલન ઘણી વાર માણસને અંધશ્રદ્ધા તરફ પણ દોરી જતું હોય છે, તદ્ઉપરાંત અનિચ્છનીય મુશ્કેલીઓને
આમંત્રણ આપવાનું કાર્ય પણ કરે છે,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
**** વણોદ ****
#સ્વાદિષ્ટ

વધુ વાંચો

તમારું ગયું !
નક્કી વધારે જાશે,
લાલચ ભૂંડી !!
*****************
તમારું હતું !
થયું ઠગનું બધું,
લાલચ ભૂંડી,
¤ જગદીશ ગજ્જર ¤
#તમારું

વધુ વાંચો

¤ પીળી ¤
ગુલાબી કાયા
જર્જરી પીળી થઈ,
ઘડપણમાં,,!!
¤ જગદીશ ગજ્જર ¤
#પીળો

¤ યુદ્ધ ¤
¤ પહેલાના સમયમાં ધર્મયુદ્ધ થતાં, આજે તો એવાં વટલાયા કે યુદ્ધ માંથી ધર્મ નીકળી ગયો છે, આચરણ બદલાયું અને આડંબર વધતાં સત્યતા પણ
ઝાઝી રહી નથી,મિત્રતા સાચવીને હક્કના નામે લડાઈ
લડવાની રહે છે, ક્યારેક કોઈના બદલે કોઈ લડી લેતું હોય છે, પરિણામો ઉપરથી ઘણું કહેવાયું છે, જેમ કે
લડાઈ ચકે તો પૈસો દ ઉં,,, વેરીનો ઘા પણ વખાણવો
પડે,,, પાડા પાડા બાઝે ને ઝાડનો ખો કાઢે,,, યુદ્ધ એ જ કલ્યાણ,,,, વિગેરે,,,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ *****
#યુદ્ધ

વધુ વાંચો

¤ સાવધાની ¤
¤ સાવધાનીનો સીધો સંબંધ સમય સાથે છે, અને
એટલે જ કહેવાયું છે કે અણી ચૂક્યો સો વરસ જીવે,
ચકલીયું ખેતરમાં ઉગ્યું ખાઈ જાય પછી એને ઉડાડવાની સાવધાની દેખાડવી હાસ્યાસ્પદ લાગશે,
સાવધાનીની ખૂબ જાહેરાતો કરી, સાવધાન રહેવા
માણસોને મજબૂર કર્યાં, ટૂંકમા માણસથી બની શકે
એટલું મહારોગનું મહાસંક્રમણ રોકવા મહા પ્રયત્નો
કરવા છતાંયે મહારોગ ઘટવાના બદલે વધ્યો, બધી
રીતની તૈયારી માણસે બતાવી પરંતુ મહારોગની તૈયારી
આગળ એ પાંગળી પડી, બીજાના ભલા માટે બીજાને
સાવધાનીની સલાહ આપવી કેટલી સહેલી છે,,? !
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ *****
#સાવધાની

વધુ વાંચો

વિધવા થયા
પછીનું * ડહાપણ *
સધવા પાસે,,,,,!!
¤ જગદીશ ગજ્જર ¤
#વિધવા