Hey, I am reading on Matrubharti!

એ હવે નાજુક મજાની રીતથી એની શરમની કોઈ સરગમ છેડશે,

મેં ફરીથી સ્પર્શના એક તારને આ ટેરવાથી છેડીને છોડી દીધો છે.

*~સાકેત દવે*

વધુ વાંચો

અહીં આંખના
પલકારામાં
વિતે છે જીંદગી...

તું રાહ જોઇશ રાતની
તો સપના
અધૂરા રહી જશે..!!

ધીરે ધીરે એવું કંઇક સમજાય છે,
કાળ ગુપચુપ ઘણું લૂંટતો જાય છે,

કહીયે દિલ ની વાતો એવા માણસો,
ચુપ થતા જાય છે,ગુમ થતા જાય છે,

શ્વાસ થી યે નિકટ જે હતા અબઘડી,
આંખ થી સાવ ઓઝલ થતા જાય છે,

ડગ સ્વયંભૂ વળી ને જતા જે તરફ,
એ ઘરો તૂટતા ખૂટતા જાય છે,

કોણ જાણે કયો શાપ લાગી ગયો,
લીલાછમ માણસો રણ થતા જાય છે,

જે ઘરો માં જઈ સહેજ હળવા થતા,
બારણાં એ બધા બંધ થતા જાય છે,

ભાઈ કહેતા'તા સાચું તમે,
સ્થાન હળવાશ ના કમ થતા જાય છે...

વધુ વાંચો

*વિશ્વાસનો* છોડ
રોપતા પહેલા
*'જમીન'* પારખી લેવી...


દરેક *'માટી'* ની ફિતરત
*'વફાદાર'* નથી હોતી...

*❛ખૂબ ખજાના ખોયા છે*
*એવાય મૌસમ જોયા છે.*

*ખૂબ પલળતા લોકોને, અંદર થી કોરા જોયા છે.❜*

કામ કરો છો ના કરવાના !
આવા ઊંડા ઘા કરવાના ?

બધાં દુઃખને આમંત્રીને,
અમને મોટા ભા કરવાના ?

જબરો છે બિઝનેસ તમારો,
પડછાયા લાંબા કરવાના.

એને શું પૂછો છો સઘળું,
એ તો હા જી હા કરવાના.

ઘુવડનો ફતવો તેં વાંચ્યો ?
સૂરજના કટકા કરવાના.

અવસર છે તો ઊજવો દિલથી,
આંસુ પર પરદા કરવાના ?

("આવશે"માંથી) કૃષ્ણ દવે.

વધુ વાંચો

શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે,
કુવો ખોદો તો આખી સરિતા નીકળે.

જો જનક જેવા આવીને હળ હાંકે
તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે,

હજી ધબકે છે કયાંક લક્ષ્મણ રેખા
કે રાવણ જેવા ત્યાંથી બીતા-બીતા નીકળે.

છે કાલિદાસ ને, ભોજના ખંડેરો
જરીક ખોંતરો ત્યાં કવિતા નીકળે,

સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની
કે મહાભારત વાવો તો ગીતા નીકળે.

વધુ વાંચો

ચહેરા જોઈને માણસ ઓળખવાની કળા હતી મારી પાસે..

તકલીફ તો એ પડી કે માણસો પાસે ચહેરા ઘણા હતા..!