તને ડૂબતા જોઈને હું તારા તરફ દોડયો હતો... મદદ કરવા નહીં તને સાથ દેવા નહીંતર મનેય કયાં તરતા આવડે છે...

નહી તો કીમતી વર્ષો હું મારા ખોઈ ના નાખત,
ખબર નહોતી કે દિવસો જીંદગી ના ચાર થઈ જશે...

તરસ લાગી છે ને પાણી ની બાધા છે

આવી જ કંઈક કાના ની રાધા છે...

મન મૂકીને પ્રેમ કરવો હોય તો,
આબરુ ગીરવે મૂકીને આવજે....

તારી યાદોથી,
‘ભર્યો’ છે છલોછલ,
મારો ‘ખાલીપો’.....

મારા અક્ષર સાથે તારો અક્ષર ભળ્યોને
બન્યો એક મૂળાક્ષર
અનપઢ બની રહી ગય બધી લાગણી ને
જમાનો થઇ ગયો સાક્ષર..

તારી સાથે રહેવાની નહી...
તારી સાથે જીવવાની વાત હતી...

વાર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે
મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે........

ગમતી વ્યક્તિ ના દીદાર નો નશો કેટલો અજીબ હોય છે ,
ના દેખાય તો તડપ
ને દેખાય તો નશો...

બધા સૂઈ ગયા પોતાના દિલ ની વાત કહીને,
કાશ મારું પણ કોઈ પોતાનું હોત,
જે મને મારા જાગવાનું કારણ પુછે...

વેદના સમજવા માટે
સંવેદના
હોવી જોઈઅે
સાહેબ
કેમ કે...
ભાષાનો અનુવાદ શક્ય છે
પણ ભાવનાઓનો નહી...!!!