હું પ્રિતેશ, મને પહેલેથી જ લખવાનો શોખ છે , જો કે અત્યારે શીખી રહ્યો છુ, વાંચકો અને મિત્રો ના પ્રતિભાવ મારા માટે અમૂલ્ય છે . ઘણી ભૂલો હોય છે મારા લખાણમાં પણ માણસ ભૂલ થી જ શીખે છે ને અહીં માતૃભારતી પર મારી શોર્ટ સ્ટોરી ને વાંચકો નો સારો પ્રેમ મળ્યો એના માટે હું સહુ વાંચકોનો આભારી છું. ર્બોલ્ડ , થ્રીલર અને લવ સ્ટોરી વાંચવી મને વધારે ગમે છે. મને એના સીવાય ગુજરાતી ગીતો અને ગઝલ ખુબજ ગમે છે. સંગીત સીવાય મને ચિત્રો નો પણ ખુબ શોખ છે. મારી ફેસબૂક પ્રોફાઇલ: pritesh hirpara kaviraaj

Pritesh Hirpara લિખિત વાર્તા "ઝીંદગી પ્યાર કા ગીત હૈ - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19905683/zindagi-pyar-ka-git-hai-2

હમણાં આજ કાલ કુલી નંબર 1 (પાર્ટ 2) ખાસુ ટ્રોલ થયું છે અને એમાંય વરુણ ધવન છોકરાને બચાવવા માટે જે રીત અપનાવે છે તે ન્યુટનને ઉપર બેઠા પણ હાર્ટ એટેક અપાવી દે તે હદની છે. જો કે મેં આ પિચર પુરૂ તો નથી જોયું પણ આ સીન ટ્રોલરોની મહેરબાનીથી બહુ જલ્દી જોવા મળી ગયો હતો. બધાને હમેશા બધામાં પીળું જોવાની આદત પડી ગઈ છે એટલે લીલો કલર જો ઢોલ નગારા વગાડીને પણ પોતાની હાજરી બતાવવા આવશે તોય લોકોના કાન તો બહેરા જ રહેશે. (હવે કોઈ એવું ના કહેવા આવતા કે કાન અને જોવાનું કઈ રીતે કનેક્ટ કર્યું 🤣🤣🤣. આણે આટલી મોટી છૂટ લીધી છે તો હુ ના લઈ શકું ). હવે મને આ સીન પરથી કોઈને ના દેખાયું એ દેખાઈ ગયું.મને આ સીનમાં માનવતાના ના અદભુત દર્શન થયા. તમે વિચારો આ પિચર બનાવવા વાળા લોકો નિયમ પ્રમાણે જાત તો બાળક બચી શકેત ? બધા કરતા સૌથી વધારે મહત્વની વાત બાળકનો જીવ હતો. સ્ટોરી , લોજીક મહત્વના છે એ સમજ્યા પણ સૌથી વધારે મહત્વનો માસુમનો જીવ હતો ભલે ને તેના માટે સ્વર્ગસ્થ આઇજેક ન્યુટનને સ્વર્ગમાં પણ એટેક આવી જાય. બાળકને બચાવવા માટે બધી હદો પાર કર્યા પછી ગોવિંદાની જગ્યા લેવાનો પ્રયત્ન કરેલા વરુણ ધવનના ચહેરા પર જે સંતોષની લાગણી હતી તે અદભુત હતી. તેની સરખામણી કરવી હોય તો તેને પ્રેમી અને પ્રેમિકાના સહ શયન પછી તેમના ચહેરા પર જે તૃપ્તિની ઝલક દેખાય બસ તે જ રીતે મને વરુણ ધવનના ચહેરા પર બાળકને બચાવીને સારું કામ કર્યાનો સંતોષ હતો તેની પરાકાષ્ઠા જોઈ.

હે બોલીવુડની ટીકા કરવા વાળા પિચરેબલ ટ્રોલરો તમને વરુણ ધવનની આ સીનેદર્શનિય માનવતા કેમ ના દેખાઈ ?

✍️પ્રિતેશ હિરપરા"મિત્ર"

વધુ વાંચો

કાલે રાત્રે એક મિત્ર જોડે વાત કરતો હતો, તે કહેતો હતો કે "લિમિટેડ કંપનીમાં જોબ કરવી સારી. કારણકે તેમાં લિમિટેડ કામ હોય , જવાબદારી વહેંચાયેલી હોય અને અને તેથી સારું રહે. અહીં તો બધું મારા એકલા પર જ છે.". હવે આ વાત તો ગઈ કાલ વાળા મિત્રની રહી હવે વાત કરીશ બીજા એક મિત્રની જે પણ આ જ ક્ષેત્રમાં છે. હા તે જોબ એક ખ્યાતનામ હોસ્પિટલમાં કરે છે પણ ત્યાં પણ તેની જ આ જ પરિસ્થિતિ છે. તે હાલ ભલે હોસ્પિટલમાં જોબ કરતો હોય પણ પહેલા તે પણ નાની નાની ફેક્ટરીઓમાં કામ કરીને આગળ આવ્યો છે. હાલ જે હોસ્પિટલમાં જોબ કરે છે ત્યાં સી .એ પણ જોબ કરે છે. પણ છતાંય મોટાભાગનું મારો મિત્ર જોવે છે. તેને પણ કામ સખત હોય છે ત્યાં સુધી કે હેડ ઓફિસ વાળા પણ મારા મિત્ર જોડે જ વાત કરવાનું પસંદ કરે છે. ત્યાં પણ તેનું નામ છે. હોસ્પિટલના મેઈન સાહેબ હોય તે પણ કઈ કામ હોય તો મારા મિત્રને જ પહેલા પુછે છે. ટૂંકમાં તેના માથે બહુ મોટી જવાબદારી છે . અહીં વાત લિમિટેડ કંપની, પેઢી કે પછી નાની કંપનીની નથી અહીં વાત જવાબદારીની પ્રત્યેના અભિગમની છે. એક નો અભિગમ નકારાત્મક અને એકનો અભિગમ હકારાત્મક છે. તમારા માથે જવાબદારી છે તો તેનો અર્થ એ છે કે તમારી આવડત પર ભરોસો છે. તમને જવાબદારી મળે છે તેનો અર્થ એ થાય કે તમે તમારી હાલની પરિસ્થિતિ કરતા એક પગલું આગળ વધ્યા કોઈ પણ વાત ને બે રીતે લઈ શકાય કેવી રીતે લેવું તે તમારા પર છે.

સુપ્રભાત મિત્રો

-પ્રિતેશ હિરપરા"મિત્ર"

#રંગીલી સવાર

વધુ વાંચો

આજે હું શનિવારનો એક કિસ્સો કહીશ . હું શનિવારે મારા ઘર પાસેની એક કારીયાણાની દુકાને ઈલાયચી અને ચારોલી લેવા ગયો હતો. ત્યાં દુકાને માંડ સાતેક વર્ષનો છોકરો હતો. દિવાળીનો સમય હોવાથી દુકાનની બહાર અમુક વસ્તુનો સ્ટોલ લગાવ્યો હતો. તો એક બહેન અમુક વસ્તુ માટે પૂછતાં હતા એટલે પહેલો છોકરો બતાવતો હતો પણ તે બહેન કઈ લીધા વગર જવા લાગ્યા અને હું આયો એટલે પહેલો નાનો છોકરો દુકાનની અંદર આવ્યો. મેં તેને 10 રૂપિયાની ચારોલી અને 10 રૂપિયાની ઈલાયચી આપવાનું કહ્યું. પણ પેલાનું ધ્યાન બહાર હતું. મેં પણ પાછળ જોયું એટલે તે બોલ્યો,
"આ બહેન અજાણ્યા હતા. બીજા જાણીતા હોય તો વાંધો નહીં. કૈક ચોરીને જતા રહે તો? પછી આપડે ક્યાં તેને પકડવા જઈએ. એક વખત અહીં દુકાનેથી જતા રહે અને પછી તેને પકડીએ તો પણ એ વસ્તુ કોઈને ખબર ના પડે તે રીતે નીચે નાખી દે તો આપણે શું કરી શકવાના ?"
મેં મનમાં ને મનમાં નાના છોકરાને શાબાશી આપી દીધી ત્યાં જ દુકાન મલિક આવ્યા અને શું આપે છે તે પૂછ્યું અને પછી પેલા છોકરાને કીધું કે
"આટલી મોંઘી વસ્તુના આટલા ઓછા ભાવ હોય? ખબર ના હોય તો સામે આવીને પૂછી જવુ તું ને ? ચારીલી ગણીને આપવાની હોય"
અને હું પછી વસ્તુ લઈને નીકળી ગયો.

આપણી આજુ બાજુના આવા નાના નાના પ્રસંગો બનતા જ હોય છે બસ એ જોવા માટે મન અને નજર ખુલ્લા હોવા જોઈએ.

✍પ્રિતેશ હિરપરા"મિત્ર"

#રંગીલી સવાર#

વધુ વાંચો

આજે સવારે એક સુંદર દ્રશ્ય જોયું. હું ગુજરાત કોલેજવાળા બ્રિજના રસ્તેથી બાઇક પર ઓફિસ જતો હતો અને આગળ એક્ટિવા પર એક કપલ જતું હતું. તેમાં છોકરી હતી તે છોકરા ખભા પર માથું નાખીને કદાચ સુઈ ગઈ હતી. તે છોકરીના ચહેરા પર એકદમ શાંતિનો ભાવ હતો. અને પેલો છોકરો પોતાની પ્રિયતમાની ઊંઘમાં ખલેલ ના પહોંચે તે રીતે ધીમેથી ગાડી ચલાવી રહ્યો હતો. બ્રિજ પૂરો થવા આવ્યો હતો અને મારે ડાબી બાજુ વળવાનું હતું. પણ હોર્ન મારવાની હિમ્મત જ ના ચાલી.

ખરેખર માં ના ખોળામાં , પ્રિયતમના ખભે કે પછી પ્રિયતમાના ખોળામાં જે દિલને રાહત મળે છે તેવું સુખ આ દુનિયામાં ગમે તેટલી દોલત લૂંટાવીને પણ નથી મળતું.

????

#રંગીલી સવાર??

✍પ્રિતેશ હિરપરા "મિત્ર"

વધુ વાંચો

? સરગમ *જિંદગી* ની, મહેફિલ *સંગીત* ની   ફિલ્મ :ડોર વર્ષ :2006 દિગ્દર્શક : નાગેશ કૂકુનૂર સંગીતકાર :સલીમ સુલેમાન ગીતકાર : મીર અલી હુસેન ગાયક :શફાકત અમાનત અલી ગીત : યે હૌસલા અબ કૈસે રુકે મંજિલ મેળવવા માટે સખત સંઘર્ષ કરવો પડતો હોય છે. કોઈ મંજિલ મેળવવા માટે આગળ વધીએ ત્યારે કેટલીય મુશ્કેલીઓ આવે છે. પણ ત્યારે એક હિંમત જ એક સહુથી મોટી તાકાત હોય છે જે આપણને હારવા નથી દેતી. જ્યાં સુધી હિંમત છે, મંજિલ મેળવવાનો જુસ્સો છે ત્યાં સુધી જીતની આશા જીવંત રહે છે. ઘણી વખત તો એવું પણ થાય કે બધી બાજુથી આપણે તૂટી જઈએ, સંબંધો પણ સાથ છોડી દે. ચારેબાજુ નિરાશા છવાઈ જાય અને બીજો કોઈજ રસ્તો ના દેખાય ત્યારે એક હિંમત જ બચે છે જે આપણો સાથ નિભાવે છે. મન અડગ રાખવું પડે છે. દુઃખોનો ભલે પહાડ તૂટી પડે પણ તેનો પણ એક ચોક્કસ સમયગાળો હોય છે. સમય પરિવર્તનશીલ હોય છે. જે રીતે સુખ કાયમી નથી તેમ દુઃખ પણ કાયમી નથી. બસ મંજિલની તીવ્ર ચાહ ,અડગ જુસ્સો અને હિંમત હોય તો મંજિલ ગમે તેટલી મુશ્કેલ હોય તે મળી જાય છે. શફાકત અલીના અવાજમાં ગવાયેલ આ ગીતમાં  આખી જિંદગીનો સાર આવી જાય છે. 'राह पे काँटे बिखरे अगर उस पर तो फिर भी चलना ही है शाम छुपा ले सूरज मगर रात को एक दिन ढलना ही है रुत ये टल जाएगी, हिम्मत रंग लाएगी सुबहा फिर आएगी ये होन्स्ला कैसे झुके, ये आरज़ू कैसे रुके ये होन्स्ला कैसे झुके, ये आरज़ू कैसे रुके'
✍પ્રિતેશ હિરપરા 'મિત્ર'
-----------------------
ટીમ ✍
? *Limited 10 પોસ્ટ
* 11/10/2018
(આ પોસ્ટ કોપી રાઈટ હેઠળ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો) તમારા ફીડબેક ફેસબુક ઉપર આપવા માટે અને *Limited 10 પોસ્ટ ગ્રુપ* માં જોડાવા માટે નીચેની લિંક ઉપર કલિક કરો https://www.facebook.com/Limited-10-Post-169886837043261/ [17 ગ્રુપ, 4000 જેટલા વાચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 ✉  પોસ્ટ*, મારી પોકેટ ? લાઈબ્રેરી.]

https://youtu.be/JwB_nGx7uAs

વધુ વાંચો

? સરગમ *જિંદગી* ની, મહેફિલ *સંગીત* ની 

ફિલ્મ : સોનબાઈની ચુંદડી
સંગીતકાર-ગીતકાર :અવિનાશ વ્યાસ
ગાયક : આશા ભોંસલે, આસિત દેસાઈ
ગીત:હે રંગલો જામ્યો કલંદરી ને ઘાટ

ભારત એ તહેવારોનો દેશ કહેવાય છે. ભારતના અલગ અલગ રાજ્યોના અલગ અલગ તહેવારો પ્રસિદ્ધ છે. આજથી નવરાત્રીનો તહેવાર ચાલુ થઈ રહયો છે. નવરાત્રી આમ તો પુરા ભારતમાં ઉજવાય છે પણ ગુજરાતમાં તેનું વિશેષ મહત્વ છે. કૃષ્ણ અને ગોપીઓ પર થી ગરબાનો એક પ્રકાર ઉતરી આવ્યો છે જેને રાસ કહેવામા આવે છે. કૃષ્ણ અને ગોપીઓ પર અસંખ્ય ગીતો બન્યા છે તેમાનું આ ગીત 'રંગલો જામ્યો કાલંદરી ને ઘાટ '.
આ ગીતમાં લોકબોલીનું વિશેષ મહત્વ છે.

અવિનાશ વ્યાસ એક એવું નામ કે જેમના વગર ગુજરાતી સુગમ સંગીતનું કઈ જ અસ્તિત્વ નથી તેમ કહેવું હોય તો તે જરાય અતિશયોક્તિ ભર્યું નથી. ગુજરાતી ગીતો, ગઝલો , ગરબાઓ અને અગણિત સર્જનના પિતા એવા અવિનાશ વ્યાસ દ્રારા લખાયેલું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. અને સાથે જ મળ્યો છે આશા ભોંસલે અને આશિત દેસાઈ (મૂળ ગાયક પુરૂષોત્તમ ઉપાધ્યાય) નો સુંદર અવાજ. આ ગીતનો દરેક ઢાળ એવો છે કે તમને નાચવા માટે મજબૂર કરી દે. આ ગીત એક એવું અમર ગીત છે જેના અનેક વર્જન બહાર પડ્યા છે અને હાલમાં પણ એક ફિલ્મમાં પણ આ ગીતની અમુક પંક્તિઓ લેવાયેલી છે. તો ચાલો આજે અવિનાશ વ્યાસના સર્જનને સાંભળીને નવરાત્રીની શુભ શરૂઆત કરીએ.

'હે રંગરસીયા તારો રાહડો માંડી ને, ગામને છેવાડે બેઠા,
કાના તારી ગોપલીએ, તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં.
હે તને બરકે તારી જશોદા તારી માત…
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.'

*લખાણ અને માહિતી સંકલન:* ✍પ્રિતેશ હિરપરા 'મિત્ર'
-----------------------
ટીમ
✍?
*Limited 10 પોસ્ટ*
10/10/2018

(આ પોસ્ટ કોપી રાઈટ હેઠળ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

તમારા ફીડબેક ફેસબુક ઉપર આપવા માટે અને *Limited 10 પોસ્ટ ગ્રુપ* માં જોડાવા માટે નીચેની લિંક ઉપર કલિક કરો
https://www.facebook.com/Limited-10-Post-169886837043261/

[17 ગ્રુપ, 4000 જેટલા વાચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 ✉  પોસ્ટ*, મારી પોકેટ ? લાઈબ્રેરી.]

https://youtu.be/wzppw32AxHY

વધુ વાંચો

#kavyotsav

પ્રેમ અને મૌસમની બબાલ

લે, આજે તો મૌસમ અને પ્રેમ વચ્ચે જબરી બબાલ થઈ;
બન્નેમાંથી ચઢિયાતું કોણ એવી જાણે કે હરીફાઈ થઈ!

મૌસમે સમુદ્રની લહેરોનાં સંગીત સાથે
અને સુરીલા પવનના તાલ સાથે
કરી રજૂ પોતાની વાત;
મૌસમ કહે, 'હું ચઢિયાતી
શરદ ઋતુમાં જો ને પ્રેમ સોળે કળાએ ખીલે
ને ત્યારે જ તો પ્રકૃતિ કેવી હિલોળે ચડે!
લોકોને જુદી જુદી ઋતુમાં નવીનતા મળે.
ક્યારેક વરસાદ તો ક્યારેક શિયાળો,
તો ક્યારેક તાપ વરસાવતો આકરો ઉનાળો.
માનવજીવનમાં કેટલી ભિન્નતા મળે
અને જુદા જુદા પરિવર્તનનો લાભ મળે.
મારા વગર કેવી પ્રેમની પરિભાષા?
અને આમ કહીને મૌસમ અભિમાનમાં ફુલાવા લાગી.

તો પ્રેમ થોડો કંઈ ઓછો જાય ગાજયો?
તેણે પણ લાગણીઓની સાથે,
મિલનની અધિરાઈની સાથે
કરી પોતાની વાત, 'હું જ તો માણસના માણસ સાથેના સંબંધોનો પાયો છું;
હું જ તો માનવજીવનની સાર્થકતાનો ધ્યેય છું.
ખુશીઓને વહેંચતા અને દુઃખને સહેતા શીખવાડું છું.
મારી ગેરહાજરીમાં સૃષ્ટિ કેવી ભાસે?
જાણે કે ધોધમાર વરસાદમાં પણ દુષ્કાળ લાગે!'
ને આમ કહી પ્રેમ લાગ્યો મૂછને તાવ દેવા.

કોઈ હાર માને નહીં,
કોઈના સમજાવે સમજે નહીં,
ને કોઈનું કીધું કરે નહીં.

આમને આમ તો બંને એકબીજાથી રિસાણા.
લીધા એકમેકના અબોલા.

આખરે વડીલ સમયે બન્નેને ટપાર્યા,
'કાં તમે આમ કરો?
કાં તમે આમ લડો?
છે તમને કોઈ ભાન?
કાં તમે આમ મૂર્ખાઈ કરો?
આપણે તો છીએ શ્રુષ્ટિના આધાર,
તમારી લડાઈમાં બીજા હેરાન થાય.
છે તમને કંઈ ખબર?
છે તમને એની કદર?

આમ ને આમ કેટલીય મથામણ ચાલી,
આખરે સમયની સમજાવટ કામ લાગી.

મૌસમ ચડી હિલોળે ને આવ્યો ધોધમાર વરસાદ,
અને શ્રુષ્ટિના કણેેકણમાં સર્જાયું પ્રેમનું સામ્રાજ્ય!

✍પ્રિતેશ હિરપરા 'મિત્ર'

વધુ વાંચો

ઘણી વખત નાનકડા કિસ્સા કે વાતો પણ બહુ મજાની વાત કહી જતા હોય છે જો તમને તે જોતા આવડે અથવા સાંભળતા આવડે તો. 

    વાત એમ છે કે અમારી ઓફિસમાં ગણપતિ બેસાડ્યા છે તો એમા રોજ આરતી થાય તે સ્વભાવિક છે. એમા ગણપતી દાદાના અમુક ગીત એવા આવે કે તાળીને ચોક્કસ લયમાં પાડવી પડે. હવે જ્યારે એક કરતાં વધારે મિત્રો આ રીતે તાળી પડતા હોઈએ ત્યારે તેની એક અલગ જ મજા આવે છે. એક અલગ જ પ્રકારનો આનંદ મળે છે. એકલા તાળી પાડીએ ત્યારે કદાચ એ આનંદ નથી મળતો. અને આવી રીતે બધા મિત્રો મળીને જ્યારે આ રીતેે તાળી પાડીએ ત્યારે જે ભક્તિ સાથે આંનદ મળે તેનો કદાચ ગુણાકાર, ગુણાકારનો પણ ગુણાકાર થતો રહે છે. ટૂંકમાં અમુક વાતો એવી હોય છે કે દોસ્તો હોય તો જ મજા આવે નહીં તો એ કામ ફરજ કે બીજું કંઈ બનીને રહી જાય છે.

✍પ્રિતેશ હિરપરા 'મિત્ર'

વધુ વાંચો


લાગણીની ભીનાશ

બસ હતો કેટલાય દિવસથી એને જોતો,
ક્યારેક એને જોઈ વારેઘડી લલચાતો,
કયારેક ઘરે ફરતી વેળાએ એનો આછડતો  સ્પર્શ થઈ જતો,
ક્યારેય જોરદાર પવનની સામે આવતી એની આછપને ઝીલતો,
ક્યારેક રેઇનકોટના કવચમાંથી પણ ભેદીને એ મને આલિંગવા દોડી આવતો.
પણ હું કેટલીયે ઈચ્છા હોવા છતાં મન મારીને પણ એને નકારતો,
પણ એ લુચ્ચો કશી પરવા વગર ખુલ્લેઆમ મને આમંત્રણ આપતો,
ફરી આજે તેણે સુસવાટા સુરીલા પવન સાથે ઈશારો કર્યો,
એની સાથે જવા માટે મને વારંવાર છેડીને ઉશ્કેર્યો
તો દિમાગ વળી બળવો કર્યો,
'આ શરદી ઉધરસ વધશે,
ને પછી નાહકનો તું હેરાન થશે',
દિલનો આવાજ દિમાગના શોર માં દબાઈ ગયો.
હતો એક દોસ્ત સફરમા આજે જોડે,
એ ભીંજાય ને વાતો કરે એની જોડે,
પાછા પેલો લુચ્ચો મને લલચાવે,
આખરે મનની ઈચ્છા બળવત્તર બની,
તોયે દિમાગને તો બસ હેલ્થની જ પડી.

દિમાગને બેફિકરાઈનું ક્લોરોફોલ સુંઘાડી દીધું.
ને પછી બસ એને એમજ બેહોશીમાં રહેવા દીધું.

તોડી નાખી પ્લાસ્ટટિકના રેઇનકોટની એ સંવેદનાહીન દીવાલ   ,
એની સંગે જૂલ્યો,
એ મુક્તમને મારી પર વરસી પડ્યો,
હું પણ મુક્તમને ભીંજાયો,
એ મનની ભીની લાગણી સાથે,
તેના પરના બનેલા ગીત ગાતો,
દોસ્તની સાથે મસ્તી કરતો
મન ભરીને ભીંજાયો,
આ ભીના વરસાદમાં,
લાગણીનું પણ એવું જ ને
લાગણીમાં ભીના થવું હોય,
તો બસ ખુલ્લા દિલે ,
હૃદયને ખુલ્લું કરીને
સ્વાર્થ, ઇર્ષ્યાને તજી ને
પ્રેમ ભાવ સાથે ભીંજાવો,
એ ભીનાશની સુગંધ ,
પુરી જિંદગી મહેકાવી જશે.

✍પ્રિતેશ હિરપરા 'મિત્ર'

વધુ વાંચો