Hey, I am on Matrubharti!

#શકિતશાળી
જો પ્રણયનાં નામની આ હાથમાં અંકાય રેખા,
ભૂંસવા ચાહો છતાંયે ના પછી ભૂંસાય રેખા.

હોય છોને પાસપાસે તોય પણ અસ્તિત્વ નોખાં,
બિંદુઓ જોડાય બન્ને, તો જ એ કહેવાય રેખા.

ભાગ્યરેખાઓ હથેળીમાં નથી હોતી પ્રથમથી,
કર્મ ની શક્તિશાળી અંકણી પછી દોરાય રેખા,

એક રીતે જોઈએ તો ચિત્રમાં લીટા જ છે બસ,
આંખ રેખામય બને તો આ બધી વંચાય રેખા.

પ્રેમનાં શાશ્વતપણાંનો 'હિરેન' આ પણ છે પુરાવો,
જો હજીય મલકાવ છું સાંભળતાં નામ રેખા.

વધુ વાંચો

#માત્ર

માત્ર ખાપણ


ફૂટી આંખો મહીં અંજન ન હોયે,
જીવન નું મોત પર મંથન ન હોયે,

સ્મશાનની ખાકમાં શાંતિથી પોઢી,
હિરેન અચેત કાય પર કુંદન નહોયે,

રૂડા આ વિશ્વના બજાર માંથી,
અને સમૃદ્ધ આ સંસાર માંથી,

જવાનું સ્મશનમાં લઇ ને ખાપણ એક-
એ પણ બનેલું માત્ર ચંદ કાચા તારમાંથી.

વધુ વાંચો

#દિલ


હું દિલ થી ખુબ કોતરાયેલો માણસ છું,
ને ચારેય કોરથી છેતરાયેલો માણસ છું,
અશ્રુઓની અવિરત ધારામાં વહુ છું,
એટલે દિલથી ખૂબ ઘવાયેલો માણસ છું,

વધુ વાંચો

#વધવું

રમતમાં જ દિધું બચપણ વિતાવી,
જવાની પણ છે મસ્તી માંજ જવાની!

ઈચ્છા તો છે સહુ ને અહીં રોકાવાની,
જીવન, નદીની નીયતી વધવું વધતી જવાની,

જવાની છે તો કરી લે પ્યાર ઓ દીવાની,
તો તને પણ જિંદગી સમજાઈ જવાની,

પ્રેમ ની વાતો કરી મીઠી યાદો સંઘરવાની,
ઘડપણ ના ઘરમાં બેસી એ યાદો વાગોળવાની,

હિરેન તુજ હ્રદયમાં મ્હેકતી રહે પ્રેમ ની ધુપદાની,
પરીમલ જિંદગી ની જગમાં આમજ પ્રસરવાની.

વધુ વાંચો

#માન


એમના મોત પર રડતા જોઈ જગત ને,
દુઃખી મનમાં મારા વિચાર એ આવ્યો ,
કે ભટકતો રહ્યો જે આત્મસંન્માન માટે,
મળે જો એ માન મર્યા પછી! શું કામનું?

વધુ વાંચો

#ભવ્ય


આભ રહ્યું છે
ઝુકી પૂનમની આ
ભવ્ય રાત્રીમાં,

--------------------------------------
--------------------------------------

તારલા રહ્યા
ટમટમી ભવ્ય આ
આભ ચંદર્વે

---------------------------------------
---------------------------------------

શીત ચાંદની
વર્ષી પૂનમ ની આ
ભવ્ય રાત્રીમાં,

-------------------------------------
-------------------------------------

પ્યાસ ચાતક
તણી બુઝી પૂનમ
ની ભવ્ય રાતે.

------------------------------------
------------------------------------

વધુ વાંચો

#આનંદ


રમતો એક ગેમ જીંદગીની
મળતો જેમાં આનંદ અપાર,
પાર કરતો સ્ટેજ એક પછી એક,
જેમ જીંદગીમાં દુ:ખ પછી સુખ,

ન થાકતો ના થાકીશ કદી આ ગેમ થી,
ભલે આવે કઠિન થી વધુ કઠિન પણ સ્ટેજ,
નમળે અસફળતા ક્યારેક તો કરીશ ફરી પ્રયાસ
ખેલીશ એજ આનંદથી, જીતીશ હું જીંદગી ની ગેમ.

વધુ વાંચો

#નિયતિ

મહોબ્બત મારી અટવાઇ આ નિયતિ માં
નહીં તો એમને પણ ક્યાં ચાલતું મરા વિના.

લડતા ઝગડતા પાછા સમ દઇ મનાવતા,
ભલા વિસરાય ક્યાં એ મધુર પ્રેમ ની વાતો

ખેલ ખેલાયો જ્યારે આ નિષ્ઠુર નિયતિનો
અકળાઇ જગતથી તમેજ સમ દય રોક્યો'તો

મહોબ્બત મારી અટવાઇ આ નિયતિ માં
નહીં તો મને પણ ક્યાં ફાવતું એના વિના.

વધુ વાંચો

#આકૃત્તિ

સ્મરણો સ્નેહનાં તુજ, વાય છે ચારે દિશાઓમાં,
ને તારા કેશની ફોરમ રહી પ્રસરી હવાઓમાં,

લચક તુજ દેહની જાણે છે આ લીલી લતાઓમાં,
વદનનું છે મશધુરું સ્મિત નવલખ તારલાઓમાં,

મને નિત યાદ તારી જાય છે ઘેરી, નિશાઓમાં,
તારી આકૃત્તિઓમાં અટવાય છે મનડું વ્યથાઓમાં!

ન વીતી જાય હિરેન આ જીવન કંઈ કલ્પના ઓમાં!
વીતાવું છું જીવન તુજ આગમની આસ્થાઓમાં.

વધુ વાંચો

#દુકાળ

લઇ બેઠો હું કલમ કાગળ લખવા ની થઇ ઇચ્છા,
ખૂબ વિચાર્યું શોધવા કે લખુ હું ક્યાં વિષય પર.

છતાંય ન સુજ્યુ કંઈ લાગે પડ્યો દુકાળ વિચાર નો,
ત્યાજ થયો ઝબકાર કે લાવ લખું એજ દુકળ પર.

વિષય મળ્યો માહા મેહનતે તો શબ્દોના કાં સાસા!
આજેતો ન સ્ફુરી કોઇ સ્ફુરણા લાગે શબ્દનો પણ
દુકાળ!

છોડ હિરેન તારા શાંત મનમા આજ છે કાંકરીચાળા બહુ,
લાગે છે, તારે આજે તો છે શાંતિ નો પણ દુકાળ!!!

વધુ વાંચો