"પ્રેમ ભરી પ્રકૃતિ એ જ મારી વ્યક્તિત્વ ભરી આકૃતિ"

જ્યારે સંકુચિત માનસિકતા સુધરી જાય ને,
પછી આખું જગ પ્રકાશિત દેખાય,..!
ત્યાં સુધી તો બધું જ ધૂંધળું જ લાગેલું જણાય.
(સૌથી પહેલા તો જાત આગળ ના દર્પણ ની ધૂળ દૂર કરવી જોઈએ. )

-Hina modha.

વધુ વાંચો

જ્યારે જિંદગી અઘરી લાગવા લાગે ને
ત્યારે બસ સંયમ ને વશ થઈ જવું સારું.

-Hina modha.

#Jewel


The most expensive jewelry is just character..!

-Hina modha.

#સંકટ

કોઈ સંકટ કાયમ નથી રહેવાનું
પણ બસ એને શમાવી શકીએ આટલી ક્ષમતા અચૂક હોવી જોઈએ.

-Hina modha.

#ધરતીનું

મેઘ છે સ્વર્ગ આ ધરતીનું
ના પડે મેખ એમની પ્રીત નું
ઐશ્વર્ય તણી અસ્મિતાનું
હરહાલ માં સૌંદર્ય છે બસ એનો મેઘ.

-Hina modha.

વધુ વાંચો

#આતુર

ઓધવજી કૃષ્ણ ને કહેજો ને વહેલા આવે...!!

એ રાધા ની રડતી આંખો ને મક્કમ મન
જશોદાની વહેતી લાગણીઓ ને અધીરુ અંતર
નંદબાબા નો છૂપો પ્રેમ ને ભીંજાતુ હદય
યમુના નો પ્રવાહ ને કપાતું કલકલ કાળજું
વૃંદાવન ની વનરાઈ ને ચોમેર રેલાતી સુગંધ
ગોકુળ ની ગલી ઓ ને વધતી જતી ગમગીની
ગોવાલણો નો ભોળો પ્રેમ ને અઢળક સંજીદગી
કદંબ ની મહેક ને વરસો થી જીવતો સ્નેહ
દૂર ગગન સુધી રેલાતો વાંસળી નો અવિરત નાદ
ને સઘળે ચોમેર માં માખણ આપ ને રેલાતો સાદ
બસ ઓધવજી કૃષ્ણને કહેજો ને વહેલા આવે.


-Hina modha.

વધુ વાંચો

#જિંદગી માં ઘટી ગયેલી ઘટનાઓને વાગોળવા કરતા એ ને ભૂલી જવું ને નવી રીતે જીવવું જ સમજદારી છે.