i am hetal joshi gujrati writer....

પ્રેમની એ શર્ત પણ મને મંજૂર છે
મળે જો મને તું તો
પ્રેમનું એ દર્દ પણ મને મંજૂર છે

આ જિંદગી ના રંગ પણ કેવા રંગીન છે...
પળ ખુશી અને પળ માં ગમ છે...

અંધારી રાત માં ચાંદ બનીને આવ...
તપતા સુરજ માં છાવ બનીને આવ...
ધડકતા હ્રદય માં ધડકન બનીને આવ...
જરૂર છે જીવન માં આજે મારી તારી....
જયારે પણ આવ કાયમ માટે આવ...
બસ, કાયમ માટે આવ... કાયમ માટે આવ...

----હેતલ જોષી... રાજકોટ

વધુ વાંચો

હું તને શોધી લઉં છું....

કોઈ સમીસાંજ હું તને શોધી લઉં છું....
આ સંધ્યા ઓના ખીલેલા રંગમાં હું તને જોઈ લઉં છું...
પ્રતીતિ કરાવે છે આ સંધ્યા તારા ચહેરાનું મને...
ક્યારેક ગુસ્સો ક્યારેક પ્રેમ દર્શાવે છે મને...
રંગોમાં ખોવાઈ જાવ છું હું પણ...
તારી યાદોમાં ડૂબી જાઉં છું હું પણ...
દરરોજ યાદ કરી તને જ હું શોધ્યા કરું છું....
ખીલેલી આ સંધ્યાના રંગોમાં હું તને જોઈ લઉં છું..
કોઈ સમી સાંજ હું તને શોધી લઉં છું..
આ સંધ્યા ઓના ખીલેલા રંગમાં હું તને જોઈ લઉં છું.
હું તને જોઈ લઉં છું... હું તને જોઈ લઉં છું...

---- હેતલ જોષી.. રાજકોટ

વધુ વાંચો