પ્રોફેશનલ લાઈફમાં એક પિડિયાટ્રિશ્યન છું. પણ અરબન ગુજરાતી વાર્તા લખવી અને લોકો સુધી પહોંચાડવી એ જ મારુ પેશન છે. મારી વાર્તાની ફિડબેક તમે મને આ નંબર અથવા આ મેઈલ વડે પહોંચાડી શકો છો. વાચકો હંમેશા મને સ્ટોરી લખવા માટે પ્રેરણા આપે છે. 9033017576 udavatherat93@gmail.com

આજ ના સમાજની એક કડવી વાસ્તવિકતા,

"સુઘડ વસ્ત્રોમાં સજ્જ, ભણેલી ગણેલી તે વ્યકિતની સૌ ને દેખાતી એ સજ્જનતા,
પાસેથી પસાર થઈ એક સ્ત્રી, ને સજ્જનતા ની આંખોમાં ઉભરાઈ કોઈ ના દેખાય એવી 'દુષ્ટતા'."
#દુષ્ટ

વધુ વાંચો

કળિયુગની એક સચોટ વાસ્તવિકતા આજે જાણે કે મને સમજાઈ,
'સ્પષ્ટ' વિચારોથી જોયું તો દરેક વ્યક્તિમાં'અસ્પષ્ટ' છબી દેખાઈ"
#અસ્પષ્ટ

વધુ વાંચો

"જાત, ધર્મ અને વૈભવથી આ કાળા માથાળો
હરખાયો તો,
અરીસામાં ચેહરો જોયો તો દંભ, કપટ ને ઈર્ષાના 'બહુરૂપી' ભાવથી ખરડાયો તો.
એક જ ક્ષણમાં ઈશ્વરે સૈ ભેદ દૂર કરી દીધા,
નાના મોટા સૌ માથા કવચ(માસ્ક)થી ઢાંકી
'એકરૂપ' કરી દીધા.
નાના મોટા સૌ માથા કવચ(માસ્ક)થી ઢાંકી
'એકરૂપ' કરી દીધા. "

#એકરૂપ

વધુ વાંચો

"ફક્ત તમારા પગલાં મારા ઘરે લાવવા,
સઘળું ય મારું લૂંટાવી દીધું છે,
ઈંટોનું ચણતર પતે નહિં ત્યાં સુધી 'કામચલાઉ ધોરણે',
આ દિલને મકાન બનાવી દીધું છે."
#કામચલાઉ

વધુ વાંચો

નાનપણમાં ક્યાંક વાંચેલું,

વિશ્વાસ રૂપી શ્વાસ કદી તૂટતો નથી,
અને જો તૂટે તો બંધાતો નથી,
અને જો બંધાય તો તેમાં ગાંઠ રહી જાય છે..!
#વિશ્વાસ

વધુ વાંચો

લક્ષણ ને "લખ્ખણ" નું ઘેલું લાગે,
માતૃભાષાને પણ "ગામઠી ભાષા" વ્હાલી લાગે..!
#લક્ષણ

વૃધ્ધાશ્રમનો રસ્તો "શુકનિયાળ" દિકરાએ બતાવ્યો,
છેલ્લો રોટલો તેમ છતાં પણ "અપશુકનિયાળ" મનાતી દિકરીએ જ ખવડાવ્યો.
#અપશુકનિયાળ

વધુ વાંચો

"મને મારા અસ્તિત્વ પર 'ઘમંડ' છે,
તારા નામમાં છુપાયેલો મારો અર્થ 'પ્રચંડ' છે.! "
#પ્રચંડ

"એમના હોઠોનો આજે સ્પર્શ થઈ ગયો,
પ્રેમની સંપૂર્ણ પરિભાષાનો અનુભવ થઈ ગયો.

મુલાયમ જ તો હતો સ્પર્શ એ હોઠો નો,
કોણ જાણે એક અગ્નિનો રોમ રોમમાં તણખો થઈ ગયો.

સૂરા શું છે એ નતી ખબર મને,
પણ સ્પર્શનો નશો એવો હતો કે હું શાયર બની ગયો. "
#હોઠ

વધુ વાંચો

આ કોરોનામાં દરેક શિક્ષકને એક 'ખોટ' સર્જાઈ,
ઑનલાઇન ક્લાસિસમાં એક ચૉક અને ડસ્ટરની 'કમી' સર્જાઈ...!!
#કમી