Hey, I am reading on Matrubharti!

"હદય " એ બહુ મુશ્કેલ થી "છુપાવી હતી એ વાત દુનિયા થી" ,
પણ "આંખો એ" દગો કર્યો.
હેમાંગી

ધીમે ધીમે ચાલતો ગયો
"સમય " હાથ માંથી સરકતો ગયો

મંદ મંદ મુસ્કાઇ બોલ્યો
તુ ઠગાઈ ના કર મારા સાથમા
તુજ છેતરાઇ જાય છે
તારી જાતમાં

મને હાથે બાંધવાથી
હું નથી બંધાતો તારી જાતમાં
તુજ ઠગાઈ જાય છે
મારા "સમય" ના જાળમાં

ગર્વ ના કર તુ તારી જાતમાં
બહુ બળવાન હું છું મારી જાતમાં
આજે રાજા તો કાલે રંક બનાવું છુ
બધાને પરવાળ માં

છેતરી શકે છે તુ
બધાને તારી વાત માં
પણ હું નથી છેતરાતો
જીવન ના માયાજાળ માં
સુપ્રભાત
હેમાંગી

વધુ વાંચો

માનવી આખી જીંદગી બધુ જ કમાય પૈસા,પ્રતિષ્ઠા ,મોભો.પણ સૌથી અગત્ય નું જ રોકાણ કરવાનું ભૂલી જાય. તે છે "સંબંધો "
જયારે જિંદગી એવા વળાંક પર આવે કે ત્યાં બધું જ કમાયેલું કામ ના લાગે. ત્યાં ફક્ત રોકાણ કરેલું જ કામ લાગતું હોય ત્યાં માનવી એકલો પડી જાય
હેમાંગી

વધુ વાંચો

શબ્દો એવી રમત રમી જાય છે
કે લાગણીઓ ત્યાં હારી જાય છે
હેમાંગી

અમુક સંબંધો માનવી ની સમજ ની ઉપરના હોય છે. માનવી જેટલું તેને સમજવાની કોશિશ કરે છે તેટલો તેમાં ઉલજાતો જાય છે. જરુરી નથી કે દરેક સંબંધ નું કોઈ નામ હોય કે નામ આપવું જોઈએ. બસ તે સંબંધ ને માણવાની જરૂર છે
હેમાંગી

વધુ વાંચો

જો માનવી એ ખરેખર "સત્સંગ " કરવો હોય તો "નાના બાળકો " જોડે જવું જોઈએ. તેનાથી સારો & સાચો "સત્સંગ " બીજે કશે જ નહિ મળે.
સત્સંગ મતલબ સત્ એટલે સત્ય, શુધ્ધ, કપટ વિનાનું
સંગ એટલે સંગાથ.મતલબ શુધ્ધ સંગાથ.
બાળકથી વધારે કોઈ જ સત્ય & કપટ વિનાનું નહિ હોય. મોટા ઓ તો યેન કેન પ્રકારે ઇચ્છા ઓ ને મારી ને 'સત્સંગ ' કરાવતા હોય છે. પરંતુ નાના બાળકો જન્મ થી જ 'સત્સંગી ' હોય છે
હેમાંગી

વધુ વાંચો

જૂના એ દિવસો ફરી ફરી ને યાદ આવે છે
ચાલને મન પાછા એ સમય માં આંટો મારી આવીયે

એ પરોઢિયા ના પ્રભાતિયાનું ગાવું
પક્ષીઓ ની સાથે સૂર મિલાવવું
સૂરજદાદા નું ધીમે ધીમે ધરતી માતા ના ચરણને સ્પર્શવું
ચાલને મન પાછા એ સમયમાં

મંદ મંદ હવાનું વહેવું
સાથે સાથે ભીની ભીની માટીનું મહેકાવવું
એ સવારના મંદિરોની ઘંટીનું
વાતાવરણ ને શુધ્ધ કરવું
ચાલને મન પાછા એ સમયમાં

એ બપોરમાં ટપાલીકાકા નું આવવું
ટપાલના ઢગલા માં પોતાના સ્વજન નું મહેકાવવું
ચાલને મન પાછા એ સમયમાં

સંધ્યાની એ આરતી નું કાનમાં ગુંજવું
મંદિરોમાં એ ઘંટારવનું થવુ
સાથે ઢોલ નગારા નું જોડાવવું
વાતાવરણ માં એક સાત્ત્વિક વિચારો નું ફેલાવવું
ચાલને મન પાછા એ સમયમાં

રાત્રીના અંધકારમાં અગાસી માં જવુ
તારાઓની સાથે વાતોમાં મશગુલ થવું
હજારો તારાઓની ચાદર ઓઢી નિંદરમાં પોઢવું
ચાલને મન પાછા એ સમયમાં
સુપ્રભાત
હેમાંગી

વધુ વાંચો

જીંદગી
શું છે આ જીંદગી!
મન થી માનો તો વસંત
અને ના માનો તો પાનખર છે આ જીંદગી!

કોઈ ના માટે ધૂપ,
તો કોઈ ના માટે છાવ છે આ જીંદગી
મન થી માનો તો.........

સંબંધો ની આંટીઘૂટી નું આ એક સરસ મજાનું જાળુ છે આ જીંદગી
એકબીજા ને ગમતા રહીયે તો સ્વર્ગ છે આ જીંદગી
મન થી માનો તો. .......

શું કામ વ્યાકુળ થાય છે ઓ નાદાન દિલ!
તને જે મળ્યુ તે તારુ હતુ
જે ના મળ્યુ તેનો ગમ નહિ પણ ઉત્સવ મનાવ એ દિલ
મન થી માનો તો વસંત
અને ના માનો તો પાનખર છે આ જીંદગી
સુપ્રભાત
હેમાંગી

વધુ વાંચો