આમ તો મેં બીએસસી કેમેસ્ટરી કર્યુ છે પરંતુ જયારે હું 9મા ધોરણમા હતી ત્યારથી સાહિત્ય મા રસ ધરાવુ છુ જયારે મે પહેલી કવિતા બનાવી ત્યારે મારા ક્લાસટીચરે મને પ્રોત્સાહન આપેલુ માતૃભારતી પર હું મારી કોઈ રચના પ્રકાશિત કરવા જઈ રહી છું ત્યારે મારી આ પ્રથમ પત્ર "તારા જવાબની જોવાતી રાહ" મારા જીવન ની હકીકત છે એક એવી ઘટના જે અવિસ્મરણીય છે,હું મારી સાહિત્યને પ્રકાશિત કરવા એક મંચ શોધતી હતી ત્યાં મને માતૃભારતી એ મોકો આપ્યો તે માટે હું તેમનો દિલથી આભાર માનું છું

ખાલી એકજ વસ્તુ સમયે થાય છે, ભૂખ લાગવી...... બાકી સવારે ઉઠતાની સાથે હજુ થોડો વધારે આરામ કરી લવ એવુ થાય છે.
#આરામ

વધુ વાંચો

રસ્તાય સૂનાને સૂની શેરીઓ,
રસ્તા પર વરસતો એકલો વરસાદ,
સૂના મંદિરને સૂના ભગવાન,
એકલી આરતીને બમણો ૫૨સાદ.... આ કોરોના નો હાહાકાર

વરસમાં એક જ વાર આવતા તહેવાર,
તો પણ તુ ક્યાં સમજે છે યા૨,
થાય છે, કરીને કાલ પર છોડેલા કામ
હવે ઘડી આજ કરુ આવે છે યાદ........

મોઢા પર માસ્ક નહિતો બાંધે છે રૂમાલ,
માણસ એની જાત પર જ કરે છે સવાલ........😷.....#corona

-Harshika suthar H@₹$!

વધુ વાંચો

ખુદાની આ મહત્તા પર કોઇ દૃષ્ટી નથી કરતું,
હતું અદ્રશ્ય રહેવાનું છતાં એણે ઘડી આંખો…

#દુષ્ટ

આ ઝડપી દોડતા સમયને રોકીને પૂછવું છે, શું ઉતાવળ છે ?
#ઝડપી

Harshika Suthar Harshi True Living લિખિત વાર્તા "પ્રેમ એક મૃગતૃષ્ણા - ભાગ ૧" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19886723/prem-aek-mrugtrushna-part-1

વધુ વાંચો

ખબર છે મને મારા એક જ પ્રસંગમાં લોકો શાંતિપૂર્ણ રીતે આવશે.....#શાંતિપૂર્ણ

મરણપ્રસંગ

બુદ્ધિમત્તા ત્યારે જ સાર્થક છે,
જ્યારે વિવેક પણ સાથે હોય.

સુંદરતા ત્યારે જ સાર્થક છે,
જ્યારે ચારિત્ર શુદ્ધ હોય.

પરિવાર નુ હોવું ત્યારે જ સાર્થક છે,
જ્યારે તેમાં પ્યાર અને આદર હોય.

મંદિરમાં જવું ત્યારે જ સાર્થક છે,
જ્યારે હ્રદયમાં ભાવ હોય.

વેપાર ત્યારે જ સાર્થક છે,
જ્યારે વ્યવહાર પણ સારો હોય.

પ્રસિદ્ધ ત્યારે જ સાર્થક છે,
જ્યારે મનમાં અહંકાર ના હોય.

#વિવેકી

વધુ વાંચો

હું કાયમ તારા પહેલા દેહત્યાગની ઈચ્છા રાખુ છું જેથી તું મને ત્યાં મળવા આવે તો હું શુશોભિત હોવ..... #શુશોભિત

વધુ વાંચો