હમેશાં પ્રગતિ કરવી એ જ મારા સાચા જીવનની ગતિ છે...

પશું પ્રાણી ને જાનવર.
આ બધા એક જ શબ્દો છે...
ઘણા લોકોને પશું પ્રેમ ઘણો જ હોયછે માટે ઘણા લોકો તેને પાળે પણ છે આજકાલ તો ઘેર ઘેર કૂતરાં બિલાડી પોપટ જેવા પશું પક્ષી પાળીને ઘરમાં લોકો રાખતા હોયછે ને તેની પાળ્યા પછી તેની શારીરિક કાળજી પણ ઘણી રાખવી પડતી હોયછે તેને રોજેરોજ ફરવા લઈ જવાનું, રોજ તેને નવડાવવાનું, સમયે તેને ખાવા આપવાનું, આ બધુ જ કામ સમયસર
કરવું પડતું હોય છે ને પછી જો તેની કાળજી આપણે ના રાખીએ તો તે બિમાર પણ પડી જાયછે ત્યારબાદ પછી દાક્તરને બોલાવવા પડે..પણ આજકાલ તો પશું પક્ષીઓના દવાખાના પણ ઠેર ઠેર ખુલી ગયા છે તદઉપરાન્ત તેમના ખોરાક પણ તૈયાર અલગ તેની દુકાનમાં મળવા લાગ્યા છે..જેથી તે ઘરે લાવીને પાણી સાથે કે દૂધ સાથે આપી શકાય છે.
આજકાલ ઘરમાં પાળેલ કૂતરો હોય કે બિલાડી તેને એક ઘરના સભ્યની જેમ માનવામાં આવે છે તે બધાની વચ્ચે બેસી જાય, બધા સાથે મસ્તી કરે, આથી મોભી પરિવાર લોકોનો સમય પણ પસાર થઈ જતો હોયછે ને હા ઘણા તો પોતાની સાથે વાહન કે ગાડીમાં ફરવા પણ લઇ જતા હોયછે..જેથી આપણો પણ સમય પસાર થઈ જતો હોયછે ને તેને પણ જરા મજા આવતી હોયછે !
એક નાનો કિસ્સો છે કે સુરતના કતારગામ વિસ્તારમાં આવો જ એક સહિયારો કૂતરી પ્રેમછે એક સોસાયટી વાળા મહોલ્લામાં એક વરસો જુની કૂતરી હતી તેની લોકોની એવી માયા થઈ ગઈ હતી કે તે કયારેય તેનો મહોલ્લો છોડીને બીજે જતી ના હતી ને મહોલ્લા વાળાઓને પણ તેની ઉપર અપાર પ્રેમ હતો..આમ કૂતરી બધાની પ્યારી બની ગઇ હતી આથી લોકોએ તેનુ નામ લાલુડી રાખ્યુ હતું પણ લોકો તેને લાલુ કહીને બોલાવે પણ એક દિવસ આ લાલુડી સમી સાંજથી ગાયબ થઈ ગઈ હતી..બપોર ને રાતનું લોકોનું વધેલું વાળું આમ જ ચાટમાં તેના વગર પડી રહેતું હતું લોકોને ચિંતા થઈ આવી કે લાલુડી ઘણા સમયથી દેખાતી કેમ નથી! પછી બધા જ તેને શોધવા આજુબાજુ જઇને તેના નામથી બુમો પાડે..અરે લાલુડી ઓ લાલુડી, પણ લાલુડી નજીકમાં હોય તો તે આવેને! આમને આમ ઘણા દિવસો વીતી ગયા પણ લાલુડી આવી નથી તેથી એક બેને માનતા રાખી કે અમારી લાલુડી ફરી સહિ સલામત પાછી મહોલ્લામાં આવે તો તેને સાકરથી હું જોખીશ ને તેનો પ્રસાદ આખા મહોલ્લામાં વહેચીશ તો એક ભાઇએ માતાજીના મંદિરે નાળિયેર વધેરવાની બાધા રાખી..આમ દરેકે પોતપોતાની શક્તિ પ્રમાણે બાધા માનતાઓ રાખી ને કહેવાય છે ને કે સાચા મનથી રાખેલી બાધા માનતા જરુર ફળે છે બસ એક દિવસ આ લોકોની પ્યારી લાલુડી આશરે પંદર દિવસ પછી તેના પોતાના મહોલ્લામાં પરત ફરી આ જોઇને બધા એટલા ખુશ થઈ ગયા કે તેનો એક વિડીયો પણ એક બેને પોતાના મોબાઇલમાં ઉતારીને વાઇરલ કર્યો હતો.
આ હતો લાલુડી પ્રત્યેનો સૈનો એક અનેરો પ્રેમ.

વધુ વાંચો

મા શબ્દ એક મહાન શબ્દ છે...
તેની આગળ કોઇ શબ્દ મોટો નથી!
બાપ વગર કોઇપણ સંતાન કયારેક ચલાવી લેશે પણ પોતાની મા નહી હોય તો એક સેકન્ડ તેને એક કલાક બરાબર કાઢવી અઘરી પડશે..મા જેટલો ઠપકો આપે છે ને તેના કરતા કેટલો ઘણો પ્રેમ પણ આપે છે તેને કહેવાય મા..જયારે કોઇ છોકરો તેની માથી કાયમ માટે તેની આંખો બંધ કરીને સદાયને માટે દુર ચાલ્યો જાયછે ત્યારે બાપ કરતાં માને વધુ દુ:ખ થતું હોયછે..કહેવત છે ને કે બાપને ગમે છોકરી ને માને ગમે છોકરો! જયારે છોકરી જન્મે છે ને ત્યારે મા કરતાં બાપને વધુ આનંદ થાયછે ને જયારે છોકરો જન્મે છે ને ત્યારે બાપ કરતાં માને વધુ આનંદ થાયછે..આ એક કુદરતી છે તેને કોઇ જ બદલી શકયું નથી...
બ્રેન ડેડ પામેલ એક છોકરો જયારે દુનીયામાથી ચાલી જાયછે તે પહેલા તેનો પરિવાર એક આદર્શ વિચાર કરી લેછે કે આપણું આ બાળક હવે ફરી સાજુ થવાનું નથી તો કેમ તેના કિમતી અંગો આપણે દાન ના કરીએ!
કદાચ તેના અંગોથી બીજાઓની જીદગી એક સારી જીંદગી બની શકે!
વિચાર ઘણો જ સારો કહેવાય..
આપ્યા જેવું કોઇ દાન નથી
બસ આ વિચારને મક્કમ બનાવીને તેઓ ડોક્ટર સાહેબને વાત કરેછે ને ત્યાર બાદ તે તેમના સંતાનના જરુરી અંગો જેવા કે આંખો, કિડની, ર્હદય, જેવા કિમતી અંગોનું દાન કરી દે છે.. કદાચ આ કરવાથી આપણું દિલ ના પણ માને, પરંતું જો એ કોઇના કામમાં આવતું હોય તો તે અંગો બીજાના શરીરમાં મુકવાથી તે પહેલાની જેમ જ કામ કરતા હોયછે કે જે તે સંતાનના શરીરમાં કામ કરતા હતા..આજ વિજ્ઞાન ઘણું જ આગળ વધી રહ્યુ છે...
આજે અંગોના દાનનો રેસીયો ઘણો આગળ વધી રહ્યો છે ને હવે લોકો આ બાબતે ઘણા જાગ્રત થતા જાયછે..જે એક સારી બાબત કહેવાય.

વધુ વાંચો

કુદરતના કરામતને પણ કયારેક દાદ દેવી પડે હો!!!
કેમકે તે જયારે કોઇપણ જીવનો જન્મ કરેછે તો કયારેક તેના અસલ રુપ વિરુદ્ધ આકાર આપીને પ્રુથવી ઉપર મોકલી દે છે..ને આપણે ભોળી પ્રજા તેને જાત જાતના નામ આપી લઇએ છીએ જેમકે કોઇ ગાયને ત્રણ શીંગડા હોય તો તેની આપણે વધુ પૂજા કરીએ છીએ, લોકો તેના દર્શને આવેછે સાથે હાથમાં દિવો અગરબતી ને નાળિયેર પણ લેતા આવેછે પછી સૈ એક સાથે
બોલશે કે બોલો ગાયમાતાનો જય!
તો ઘણીવાર ગાયના વાછરડાને બે માથા હોય તો પણ લોકો જયજયકાર કરી મુકેછે! તો કોઇ ગાયના ડબલ કલરમાં જો ઓમ જેવી આક્રુતી દેખાય તો પણ તેનો જય જયકાર થઈ જાયછે !
ભલે માનવું ના માનવું દરેકના મનની વાત છે પણ જે આપણે માનીએ છીએ તેવુ બિલકુલ હોતુ જ નથી..
પણ શ્રધ્ધા એક એવી વસ્તુ છે કે જે લોકો માનતા હોયછે તેઓ લાખ કોશીશ કરવા છતાંય તે આપણુ નહી પણ જે તેમનુ મન કહેછે તે માનવાના જ છે.
દુનિયામાં આવા ઘણા જ ચમત્કારો બનતા હોયછે પણ ભારત જ એક એવો દેશ છે કે માણસ શ્રધ્ધા નામે તે કંઇ પણ કરવા તૈયાર હોયછે. એક
દોડે તો તેને જોઇને બીજો પણ કોઇ જ વિચાર કર્યા વગર તેની પાછળ તે પણ દોટ મુકે! ને જયારે બંને ભેગા થાય ત્યારે પાછળ વાળો પુછે કે ભાઇ તમે કેમ આમ બીને દોટ મુકતા હતા ત્યારે પેલો ભાઇ હસીને જવાબ આપે કે ભાઇ હું કોઇ બીકે દોટ ન્હોતો મુકતો પણ સવારનું વોકિંગ કરુછું! અરે ભલી થાય તારી,
મને એમ કે તમે કશુક જોઇને ભાગી રહ્યા હતા! બસ આવીછે આપણી ભોળી જનતા...
દુનિયામાં ભગવાનછે અલ્લાહ છે ને ઈશુ પણ છે પરંતું તેઓ પોતાના દેવાલયોમાં બિરાજમાન છે..ચમત્કારો થતા હોયછે તેમાં કોઇ જ શંકા નથી પરંતું અવનવા આકારો સાથે જન્મ લેતા જીવો સાથે દેવ દેવતાનો કોઇ જ સંબંધ હોતો નથી..પરંતુ તે જીવના પાછલા કર્મોને આધિન હોયછે..રંગ રુપ આકાર એ એક કુદરતની કલા હોયછે પરંતું કયારેક તેનાથી પણ કોઇવાર ભુલ થઈ જતી હોયછે..માટે
આપણે અન્ય ના સમજી લેવું જોઈએ કયારેક બનવાકાળ બની પણ જતું હોયછે.
ઉતર પ્રદેશમાં એક જગ્યાએ એક માણસની પાસે એક માછલીઘર હતુ તેમાં જાતજાતની રંગબેરંગી માછલીઓ હતી તેમાં એક માછલી એવી પણ હતી કે તેના શરીર ઉપર ઇસ્લામ ભાષામાં અલ્લાહ લખેલ હોય તેમ દેખાતુ હતું આ વાત વાયુવેગે બધે જ પહોચી ગઇ બસ પછી તેને ખરીદનારો પણ આવવા લાગ્યા ને આવીને પોતપોતાની બોલી
બોલવા લાગ્યા.. હજાર, દશ હજાર, પચ્ચાસ હજાર, ને ઠેક તેનો અંતિમ ભાવ બોલાયો પાંચ લાખ રુપિયા!!!
પણ માલિકને આ ભાવ પણ નાનો લાગે છે તેને આશા છે કે હજીપણ મારી આ માછલીનો ભાવ વધશે!!!
હવે આનાથી વધુ કેટલો વધશે એ તો મને પણ નથી ખબર!!!

વધુ વાંચો

ભાગો ભાઈ ભાગો પાછળ પેલું ભૂત આવ્યુ..આવું કોઇ આપણને દોડતા દોડતા કહે તો આપણે પણ થોડીક ભૂતની બીક રાખીને પેલા ભાઇ સાથે જોરથી દોટ મુકવાની ચાલુ કરી દઇએ..કારણકે ભૂત શબ્દ જ એક એવી ચીજ છે કે સાંભળી કે જોઇને ભલભલાના હોજા ગગડી જાય! ઘણા લોકોએ ખરેખર ભૂત જોયા પણ હોયછે કે જે ખેતરોમાં મોડી રાત સુધી કામ કરતા હોય છે તો ઘણા બાઇકો લઇ ને મોડી રાત્રે પોતાના ઘરે પરત ફરતા હોયછે...ઘણાએ જોયા હોયછે તો ઘણાને ભૂત જેવો ખાલી આભાસ જ થાયછે..આમ જોઇએ તો ભૂત ઘણા પ્રકારના હોયછે કોઇ આપણને હેરાન પણ કરતા હોય છે તો કોઇ આપણને હેરાન કર્યા વગર આમ તેમ પોતાની રીતે ફરતા હોયછે..
સો વાતની એક વાત ને તમે માનો કે ના માનો પણ ભૂત હોયછે જરુર..પરદેશમાં રહેનાર ધોળયા પણ ભૂતમાં માણતા થઈ ગયા છે ભલે તેમના કોમ્પ્યુટર માઇન હોય કે બહું ઉચ્ચ અભ્યાસ કર્યો હોય પણ તે લોકો પણ જાણે છે કે દુનિયામાં ભૂત જેવી કોઇ ચીજ છે ખરી. જે કયારેક દેખાય પણ છે તો કયારેક દેખાતું પણ નથી..
હોસ્પીટલોમાં આવા બનાવ બહુ બનતા હોયછે..દર્દીનો ખાટલો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપમેળે ખસવો..ધીરેથી દરવાજો ખુલવો..ખુલ્લી લોબીમાં કોઇનો કાળો પડછાયો દેખાવો..અથવા અંધકાર રોડ ઉપર સફેદ સાળી પહેરેલી સ્ત્રી જોવી..અથવા વેરાન કૂવા પાસે કોઇ આક્રુતી ફરતી જોવી
આ બધુ બીજુ કોઇ જ નહીં પણ એક ભટકતી આત્મા જ હોયછે..કહેવાય છે કે જે જોઇને બીવે તેનામાં તે પ્રવેશ કરી જાયછે ને જો તે એકવાર પ્રવેશી જાય પછી તે શરીરમાંથી જલદી નીકળે નહી..
હમણાં એક તાજા સમાચાર એવા આવ્યા છે કે સુરતના અડાજણ વિસ્તારમાં સાંજના સમયે મુખ્ય રોડ ઉપર એક લાલ ગાઉન પહેલી સ્ત્રી મોટા મોટા ભૂત જેવા અવાજો કાઢતી તે આગળ નહી પણ પાછળ પગે દોટ મુકતી હતી..આ જોઇને રોડ ઉપર ચાલતા માણસો આ જોઇને જાણે કોઇએ બોમ્બ મુક્યો હોય તેમ જોઇને ભાગી રહ્યા હતા..ચારેય બાજુ દોડાદોડ ચાલી કોઇ આમ દોટ મુકી તો કોઇએ તેમ દોટ મૂકી લોકો એટલા બી ગયા હતા કે સૈ કોઇ પોતાનો જીવ બચાવવા આમતેમ ભાગમભાગ કરવા લાગ્યા..
લો બોલો..સમી સાંજે લોકોને રોડ ઉપર ભૂત દેખાય છે! બસ લોકો દોડતા જાય ને ભૂત ભાગો ભૂત બોલતા જાય..આ જોઇને રખડતા રોડ ઉપરના કૂતરાં પણ ભો ભો કરતા જાય તેમને પણ નવાઇ લાગી કે આ શું વળી! કુતરાંને પણ મજા પડી કે આતો ખરુ કહેવાય સાલું આવુ વોકીંગ તો હમણાંનું મલ્યું જ નથી ભાગો આપણે પણ ભાગો...પરંતુ એક ભાઇ નાની ઉભેલી કાર બાજુ ચાલી રહ્યા હતા તે ભાગતા ના હતા તેમને કદાચ ખબર પડી ગઇ હશે કે આ કોઇ ભૂત બૂત નથી પરંતું આ કોઇ પાગલ છોકરી જ છે જે પાગલપણ કરેછે!
આપણી પબ્લીક પણ ખરી કહેવાય કે સમી સાંજે જ આમ ભૂત ભૂત કરીને ભાગવા લાગે છે! તો જો સાચુકણુ ભૂત સામે આવી જાય તો શું દશા થાય!!!
ભાગો રે ભૈ ભાગો પાછળ ભૂત આવ્યુ રે...

વધુ વાંચો

મા અંબે જયારે પોતે મંદિરમાંથી બહાર આવીને જાતે એકલા એકલા ગરબા ગાવા લાગેછે ત્યારે તેમને કોઇની જરુર હોતી નથી, બસ તેમના પોતાના જ ગરબા ગાઇને તેઓ પાછા ફરી પોતાના મંદિરમાં પરત ફરે છે.
આ એક સત્ય ઘટના છે..

વધુ વાંચો

નવ દિવસની નવરાત્રી આપણે ખુશ કરીને ચાલી ગઇ...હવે તે ફરી આવશે આવતી સાલ..રહ્યા તો જોઇશું નહી તો હરિ હરિ..
કહેવાય છે કે જયારે નવરાત્રીમાં અંબે માતાના મંદિરે આપણે સાચા ને ભાવથી ગરબા ગાતા હોયએ છીએ તો મંદિરમાં બેઠેલી મા અંબે પણ અંદર બેઠા બેઠા આપણું બધાનું ધ્યાન આપેછે.
તેને ખુશી થાયછે કે જયારે આપણે તેના નામના ગરબા રમતા હોઇએ છીએ..પણ સાચા ગરબા તો મા અંબાના મંદિરે જ ગવાતા હોયછે જયારે ગમે ત્યા મંડપ તૈયાર કરીને ગવાતા ગરબા તો એક જાતનો ગરબાના નામે થતો એક જાતનો રાસ (ડાન્સ) જ કહેવાય..
મા અંબાનું નામ તો દરેક ગરબાની લાઇનમાં ભાગ્યેજ આવતું હોયછે
છતાંય લોકો તેને ગરબા કહેતા હોયછે આવા ગરબામાં ખાલી મનની ખુશી હોયછે પણ દિલની ખરેખર ખુશી તો નહીવત જ હોયછે..ગરબા ગાતા ગાતા પણ લોકોમાં અલકમલકની વાતો થતી હોયછે હાથપગ ભલે આઘાપાછા થતા હોય પણ મોઢેથી બબડાટ તો કોઇ બીજાનો થતો હોયછે આજે કોણ શું પહેરીને આવ્યુછે તે લોકોને જોવા જાણવાની વધુ દિલચસ્પી રહેતી હોયછે..ને સાથે સાથે ગરબા રમતા રમતા કોણ ગરબામાં પેઠુ ને કોણ ગરબામાંથી નીકળી ગયું તે પણ આંખો આપણી બહુજ ધ્યાન આપતી હોયછે..આજના ગરબા એ ગરબા નથી હોતા પણ વરસમાં એક વાર આવતા આવા નવ દિવસના નામે નવલી નવરાત્રી એટલે જ મોજ મસ્તી, ખુલ્લી આઝાદી, સૈને મનભરીને મળવાનો પુરતો સમય જ કહી શકાય..
હમણાં એક ગામમાં નવરાત્રીના એક દિવસે એવુ બન્યુ કે આખા ગામના લોકો મંદિરે ગરબા રમીને ઘરે ચાલ્યા ગયા મા અંબાના મંદિરે આરતી પ્રસાદ પણ ક્રિયા પુરી થઈ ગઈ ત્યારબાદ તે મંદિરના પુજારી પણ મંદિર બંધ કરીને ચાલ્યા ગયા ત્યારબાદ આ મંદિરના આંગણવાળી ગરબાની જગ્યા પણ સુમસામ થઈ ગઈ..
પછી અચાનક મા અંબા બંધ મંદિરમાંથી પોતે બહાર આવેછે ને બહાર આવીને પોતે ગરબાનું એક ચક્કર પણ મારે છે ને પછી તે પાછા પોતાના મંદિરમાં ચાલ્યા જાયછે આ ત્યારે ખબર પડી કે જયારે કોઇ એક ભાઇ મોડી રાત્રે પોતાના ખેતરમાંથી પરત ફરી રહયો હતો ત્યારે તે મંદિરના રસ્તે આવી રહ્યો હતો તો તેને આ નાના નાના કંકુના પગલા જોયા જે મંદિરમાંથી આવીને પરત અંદર મંદિરમાં ફરતા હતા આ જાણીને અમુક ગામ વાળા લોકો પણ ભેગા થઈ ગયા ને પછી આ અજીબ ચમત્કાર જોઇને ખરેખર બધાજ લોકો ડઘાઇ જ ગયા કે આમ કેવી રીતે બન્યુ! ગરબા જયારે લોકો રમતા હતા તો મંદિરની બહાર આવા પગલાં કોઇ જ ના હતા તો શું ખરેખર મા અંબે ગરબા રમવા બહાર આવ્યા હશે!
તમે વિચારો જરા કે મંદિરનો લાકડાંનો મુખ્ય દરવાજે એક તાળું હતું ને તેની આગળની જાળીએ પણ એક તાળું હતું તો પછી આમ કેવી રીતે બની શકે! સૈ કોઇ પોત પોતાના વિચારમાં મગ્ન હતા..પણ આપણે માનવું જ પડશે કે આવા ચમત્કાર ઘણી જગ્યાએ આમ તો થતા પણ હોયછે અને થાયછે કયાં! કે જયાં સાચા ર્હદયથી મા અંબાના ગરબા ગવાતા હોયછે સાચી જયાં તેની ભક્તિ થતી હોયછે ને સાચા જયાં તેના ભક્તો હોયછે ત્યા જરુર મા અંબા તેના અવનવા ચમત્કાર બતાવતી જ હોયછે..
ભગવાન છે ને તે દરેક જગ્યાએ હાજરાહજુર હોયછે બસ આપણી ભક્તિ ભાવના તેના માટે ચોખ્ખી હોવી જોઇએ.
જય અંબે માં.

વધુ વાંચો

(મારા નાના પણ સારા વિચારો..)
--આજની નવી પેઢીને કદાચ એ ખબર નહી હોય કે પહેલા જમાનામાં લોકો એક સાથે બેસીને કેવી રીતે જમતા હતા! કારણકે આજે આ નવા જમાનામાં તો લોકો પાસે નીચે બેસીને એક અડધો કલાક પણ સમય નથી હોતો..જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ જમવાની રીતો પણ બદલાઈ ગઇ..આપણે ઘરોમાં બેસીને સાથે જમીએ છીએ તેની વાત નથી કરતા પણ જયારે કોઇ લગ્નની સિઝન હોય કે કોઇ નાની મોટી પાર્ટીઓ હોય ને તે સમયે જે લોકો જમતા હોયછે તેને આજની ભાષામાં આપણે બુફે કહીએ છીએ..આજે આપણે કોઇ પણ જગ્યાએ જમવા જવાનું હોય ત્યારે જોઇએ છીએ કે એક ટેબલ ઉપર નાની પ્લેટો સાથે નાની વાડકીઓ ને બાજુમાં થોડીક ચમચીઓ પડેલી દેખાય છે પછી આપણે તે ટેબલ ઉપર જઇને એક થાળી વાડકી ને એક ચમચી ઉઠાવી લઇએ છીએ તે લઇ આપણે બીજા ટેબલ ઉપર જઇએ છીએ ત્યા બધી અનેક વાનગીઓ મુકેલી હોયછે સાથે પીરસનારાઓ પણ હોયછે જયારે આપણે આપણી થાળી લંબાવીએ છીએ ત્યારે તે લોકો આપણને થોડી થોડી ચીજો આપણી થાળીમાં મુકેછે
જાણે આપણે તેમની પાસે ખાવાની ભીખ માગતા હોય તેવો આપણને આભાસ થાયછે. જેને આપણે આજ બુફે કહીએ છીએ..જયારે પહેલા જમાનામાં લોકો સંપ ને પરેમભાવથી એકબીજાની સાથે કોઇપણ નાત જાત કે ધરમ જોયા વગર એકસાથે બેસીને જમતા હતા કેવો રૂડો એ અવસર ને સમય હતો! લાઇનબંધ એકસાથે લોકો આપણી થાળીમાં પીરસવા આવતા હતા..કોઇ થાળીમાં લાડવા મુકે તો કોઇ શાક મુકે તો કોઇ મિઠાઇ મુકે કોઇ પુરી મુકે ને પાછળ ગરમ ગરમ દાળ ને ભાત આવતા હોય..કયાં છે એવો સુંદર આજ સમય! આજે તો થાળી લઇ ને ઉભા રહો ઉભા પગે...વાતો કરો ને ખાતા જાવ ખલાસ થાય એટલે બીજુ ઉમેરવા ફરી પાછી દોટ મુકો..એ આલો માઇ બાપ..હજી પુરુ પેટ નથી ભરાયું!
સાથે બેસીને જે આનંદ જમવામાં મળે છે તેવો આનંદ બીજા કશાયમાં
નથી મળતો! આજે એક જમીને જાય તો પછી બીજો જમવા આવે આવી દશા આજ આપણા ઘરમાં ચાલી રહીછે...એ જુના જમાનામાં જે સંપ એકબીજામાં હતો તે આજે ક્યોય એકબીજામાં જોવા મળતો નથી! આજે સગા ભાઇઓ પણ કયાંય સાથે જમતા નથી એક પેલે છેડે જમતો હોય તો બીજો બીજે છેડે જમતો હોય..
સાચો સંપ તો તેને જ કહેવાય કે દરેક ભાઇઓ એકસાથે બેસીને વાતો કરે, સાથે બેસીને જમે, ને સાથે સાથે ફરે...હવે એવો સમય કદી ફરી આવવાનો નથી આજે એ વિતેલો જુનો સમય કયારેક યાદ આવી જાયછે...!
બસ નીચે આપેલ એક ફોટો જોઇને વિચાર કરો કે કેવો હતો એ રૂડો સમય કે લોકો સૈ સાથે બેસીને જમણ જમતા હતા!!!
કાશ ફરી એવો સમય ફરી પાછો આવે...પણ impossible.

વધુ વાંચો