....

જય શ્રી રાધે...

કૃષ્ણ અને રાધાકૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ એ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફુંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ "રાધા"
~મુકેશ જોષી..

વધુ વાંચો

કોઈ ખૂણો તો બાકી રાખ હૃદયનો..
બધે જ તારુ હોવું જરૂરી છે.!?

રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં ,
જોવ છું જેવી રીતે એની તસવીર ને ...

એ સામે આવ્યા ને બોલાયું જ નહીં ,
કરું છું વાતો જેવી દેખી એની તસવીર ને ...

•••••••••••

હાય, માતૃભારતી આ વાર્તા 'પરિહા - પ્રેમ નો પર્યાય... ' વાંચો અને તમારા યોગ્ય પ્રતિભાવ આપો..


https://www.matrubharti.com

વધુ વાંચો

આવું હોય... ??

માણસ એક સામાજિક પ્રાણી છે એ બધા જાણે જ છે પણ તમે એટલા પણ પ્રાણી ન થઈ જાવ કે inbox સુધી આવી જાઓ, અમે બધા મજામાં જ હોઈએ છીએ, ને અમારી morning good જ હોય છે તો મેસેજ કરી તમારી લાગણીઓનો ઉભરો વેડફો નહિ, બચાવીને રાખો યોગ્ય જગ્યાએ કામ આવશે.......
                       
                      લિ. ઇનબૉક્સથી ત્રસ્ત બહેનો.....

વધુ વાંચો