હું કાવ્ય તથા ગઝલ ને ટૂંકીવાર્તા લખું છું.પ્રતિલિપિ પર મેં કેટલીક post મૂકી છે.સારો પ્રતિભાવ છે.બસ કાગળ પર રંગ પુરવાની કોશિશ કરું છું.મારું લખાણ મારુ પોતાનું મોંલીક છે કોઈએ તેને પોતાના નામ થી રજૂ કરવી કે છપાવવી કોપીરાઈટ નો ભંગ ગણાશે જે ધ્યાને લેવા વિનંતી...આભાર...પ્રતિભાવ આપશો તો ગમશે .મારા લેખન ને સુધારવાની તક મળશે મને...આભાર

કાન્હા ના આવ્યા નો જ્યારે રાધા ને અણસાર થયો
પછી તો શું કહું,સોળે શણગાર થયો
જ્યારે અફવા લાગી લાગણીની વાત માં
પછી તો ભાદરવે ભરપૂર વરસાદ થયો
આમજ કકડતી હતી યાદો ની કોઈ વાત
વાંસળી ના સુર માં જ્યારે રાધા ના જ નામ નો પોકાર થયો
©ગીતા એમ ખૂંટી

-Gita M Khunti

વધુ વાંચો

દુવાઓ કી ઝરૂરતો સે ધિરા હું મૈં
ગીરા હુવા થા પેહલેસે,ઔર ભી નીચે ગીરા હું મૈં
કભી ખામોશી સે કુછ કેહના ચાહા હૈ તુમ્હે
, લબ્ઝ કા મોહતાજ કહા રહા હું મૈં
©ગીતા એમ ખૂંટી

-Gita M Khunti

વધુ વાંચો

લાગણી ની આ રમત માં કાંઈક મારું,કાંઈક તમારું છે

શબ્દો વગર નું આ મૌન મને,શબ્દો થી પણ વહાલું છે

જ્યારે ઢળી ગઈ હતી આંખ તમારી કોઈ કારણ વગર

એમાં આંજેલ કાજળ માં જાણે દિલ મારું રોકાણું છે

©ગીતા એમ ખૂંટી
#તમારું

વધુ વાંચો

વિધવા થૈ છે હવે ઇંતજાર ની પળ મારી...

આવી ને તું સ્નેહ નું સિંદૂર પુરી જા સનમ

©ગીતા એમ ખૂંટી
#વિધવા

હું ઢળતી સાંજ ,ને તું સૂર્ય નું પહેલું કિરણ
અહીં રાતભર ચાંદ નો ઇંતજાર છે,ને ત્યાં નવલા પરભાત ના પગરવ
©ગીતા એમ ખૂંટી

-Gita M Khunti

વધુ વાંચો

ક્યાં જરૂરું હતું બત્રીસ લક્ષણો નું મળવું..

બસ સ્નેહ માં સ્નેહ જ જરૂરી હતો

©ગીતા એમ ખૂંટી
#લક્ષણ

થોડાક લક્ષણ મારી લાગણીઓ ના તારી લાગણિયો થી મળે છે

હું બની જાઉં વહેતી સરિતા,જે નિત સાગર માં જ ભળે છે

©ગીતા એમ ખૂંટી
#લક્ષણ

વધુ વાંચો

ક્યાં બાકી રહી છે ઉષ્મા હવે લાગણિયો માં
અહીં તો ભરપૂર ટાઢક લઈ ને આવી છે રાત
એક ખ્વાબ ને પૂરું કરવા શમણાઓ હજાર જોયા..!
પણ આજ તલક ના આવી એ ચાંદ ભરેલી ઉજળી રાત
©ગીતા એમ ખૂંટી

વધુ વાંચો