Hey, I am on Matrubharti!

આતુર હતો એક ઝલક પામવા જેની
તરસાવ્યો પણ છે જેણે ઘણો મને
વિધિની વક્રતા કે કુદરતના ખેલ ગણો
એ મારી મુલાકાત તરસી રહ્યા છે
#આતુર

વધુ વાંચો

આતુર હતો જેનો ચહેરો જોવા
પરદા પાછળ છુપાયો હતો
જાણે કે ચંદ્રમા કાળા વાદળોમાં
ખોવાઈ ના ગયો હોય !!!
#આતુર

તરસ કયાં છીપે છે ચાતકની ચોમેર
જળનો બમ્બાકાર છતાં
આતુર છે એ તો મેઘરાજના આગમને
વરસાદની એક બુંદનો
#આતુર

Whenever I look into your eyes
I find the spark of eagerness
That always wants to know
If I truly love you or not!!
#Eager

મૃત્યુની કયાં પરવાહ કરી હતી બીજે
માટીમાં દાટવા છતાં
વૃક્ષ બનવાની ચાહ હતી મોટી એની
અંકુરિત થઇ રહયું

#મૃત

વધુ વાંચો

વરસાદનું ઝાપટું શું આવ્યું..
દિવસો જુના યાદ આવ્યા..

કોઈકની આંબાવાડીમાં ઘૂસીને
ચોરીથી કેરી તોડી
દાંત ખટાઇ જતાં છતાં
કરડીને ખાતા મીઠા મરચા સાથે..
પાકી કેરીની મઝા પણ
ચૂસી ચૂસીને ખાતા જતાં
ગોટલા ફેંકી દેતા ફરતે
મૃત કયાં થઇ ગયા ગોટલા એ
વરસાદના પાણીમાં કીચડ સંગ
અંકુરિત થઇ જતાં ગોટલા..
અંકુરિત ગોટલાની સીટી બનાવી
વગાડવાની મઝા માણતાં...
ઘરે લાવીને પણ રોપતાં
આંબાના વટવૃક્ષની ઘેલછા કરતાં
વરસાદનું ઝાપટું શું આવ્યું..
દિવસો જુના યાદ આવ્યા..

#મૃત

વધુ વાંચો

મૃત સત્યવાનને લઇ જતાં યમરાજને રોક્યા
સતી સાવિત્રીએ સો પુત્રોનું વરદાન માંગી
પતિના દીર્ઘાયુ માટે યમરાજને હરાવ્યા જેણે
ઘર ઘર ગાથા ગવાઈ આ પતિવ્રતા નારીની
#મૃત

વધુ વાંચો

મૃત્યુને જયારે મેઁ નજદીકથી જોયું
કોઈ ગ્લાનિ કોઈ રંજ ના અનુભવ્યો
જે દેહ છોડી જતાં હતા એના મુખ પર
અસીમ શાંતિ ભવ્યતા અનુભવી મેઁ
ઘણાં ઓછા હોઈ છે જે ખરેખર
સાચું જીવન જીવી જાય છે
જીવન જીવવા ખાતર જીવવાવાળા
તો ડગલે ને પગલે મળી જાય
બીજાના ભલા માટે સ્વયં ઘસાતાં
ખુદની કદી પરવાહ ના કરે
મૃત્યુને પણ કદાચ પસ્તાવો થાય
જે મૃત્યુને સત્કારવા તત્પર હોય
#મૃત

વધુ વાંચો

મહા મૃત્‍યુંજય મંત્રનો ખરો મર્મ કયાં જાણું છું હું
કોઈ નિસહાયની વહારે આવી જીવન બક્ષી શકું હું
#મૃત

જીવંત દેહે
મૃત આશાઓ ઘણી
જીવંત થવા

જીવન મૃત્યુ
શરૂઆતનો અંત
મીનમેખ છે

મીનમેખ છે
છતાં ડર લાગે છે
સૌને મોતથી

મોતનો ખોફ
કોરોનાની ધમકી
અવગણુ હું
#મૃત

વધુ વાંચો