હું નથી લખતી કંઈ, માત્ર લાગણી મારી પેન પકડાવે છે..... !!! # Always happy

આ અનોખી જમીન તરસે છે બસ, વરસાદ તારા નામ નો હોય... !!
-dave 😊

મુશ્કિલ છે મન ને મનથી મનાવવું... !!
-દવે 😊

હજી આ દિલ ધબકે છે જયારે સાદ તારા નામ નો હોય....
-દવે 😊

શા માટે તારા નામ ની આગ મારામાં ઓલવાતી નથી...???

છૂટ થી ચાહી હતી તને
છટ થી છોડી ગઈ મને... !!
-દવે 😊

બહારથી માત્ર ચહેરો હસતો છે, બાકી અંદર તો હચમચ છે....
-દવે બ્રિજાલી

શું લાગણીના પ્રવાહ ને રોકી શકાય છે...??
-દવે

કંઈ એમ થોડું લખાય છે... !!!

જયારે હોય અનુભવ કેરી પોટલી ત્યારે કંઈક લખાય છે

જયારે જવાની એ થયેલો પ્રેમ આંસુ બની વહે છે ત્યારે કંઈક લખાય છે

જયારે હોય ચહેરા પર હાસ્ય ને અંદરથી કોઈ રડે છે ત્યારે કંઈક લખાય છે

જયારે હોય આપણી દોસ્તી લાખની ને કોઈ દગો કરી છોડી જાય છે ત્યારે કંઈક લખાય છે

જયારે હાથે થી ઉછેરેલા બાળકો હાથ પકડીને વૃદ્ધાશ્રમ મા ધકેલે છે ત્યારે જ કંઈક લખાય છે

જયારે બાળક ગુમાવેલી માતાનુ રુદન રૂધાય (Rundhay)છે ત્યારે કંઈક લખાય છે

જયારે લાગણી ભરેલા હદય મા કોઈ "મજાક" કરીને ચાલ્યું જાય છે ત્યારે કંઈક લખાય છે

જયારે સુખની લહેરકી માં અચાનક દુઃખ નો વાયરો વાય છે ત્યારે કંઈક લખાય છે

જયારે કોઈની વર્ષોથી જોયેલી રાહ "રાખ " થઈને મળે છે ત્યારે કંઈક લખાય છે

જયારે કોઈની ફરિયાદ કરતી વેળાયે એ ફરી યાદ આવે છે ત્યારે કંઈક લખાય છે.
- દવે

વધુ વાંચો