dr.priyavijay gorasiya

Share

મનનાં વિચારો ને ક્યાં કોઈ સીમાડા નડે છે,
પાણીમાં વમળો રચવા ક્યાં કોઈ દીવાલો ચણે છે,
એક કંકર જ કાબેલ હોય છે ત્વરિત પ્રેમ ની ઇમારત તોડવા,
પછી ભલેને એ પથ્થર નો હોય કે શંકા નો!!!
dr.priyavijay gorasiya
#ત્વરિત

વધુ વાંચો

જો ત્વરિત પાંખો મળે મારી કલ્પનાને, તો ઉડવાની મજા છે,
જો શબ્દો ના અર્થે બધે જ મળે "તું" તો લખવાની મજા છે,
જો રંગ મળે તારા સ્મિતનો તો આકાશ માં પણ રંગોળી પૂરવાની મજા છે,
જો સંગ મળે તારો જીવનભર તો આ ભવસાગર તરવાની મજા છે!!
dr.priyavijay gorasiya
#ત્વરિત

વધુ વાંચો

સલામ છે એ દરેક અશ્રુઓને કે જે લાચારીની ભાષા બોલે છે,
ગરીબ છે પણ મન કાયમ પ્રામાણિકતા ની લિપિ શીખે છે!!!!
dr.priyavijay gorasiya
#સલામ

વધુ વાંચો

મુશ્કેલ તો ઘણું હતું માનવદેહ પર ગજ -મસ્તક લઈને ફરવું,
જ્યાં પ્રહાર કરનાર ખુદ પોતાના જ હોય ત્યાં હું કોને ફરિયાદ કરું????
dr.priyavijay gorasiya
#મુશ્કેલ

વધુ વાંચો

મુશ્કેલ તો ઘણું છે, એ પ્રીતનું ગીત ગાવું,
જયારે ખબર જ છે કે કોઈ નથી મારાં પડઘા ને ઝીલનારું!!
dr.priyavijay gorasiya
#મુશ્કેલ

વધુ વાંચો

મારી આસપાસ ખુશીઓનો વરસાદ વરસે છે, અને
તું મારાં રોમે રોમ માં વસે છે, કાન્હા!!!!!!
# ખુશી #
dr. priyavijay gorasiya

ખીલવું છે મારે તારી સાથે એ ગુલાબ ની જેમ,
તું કેમ અર્ધ ખુલ્લું સ્મિત આપે છો?? આ ફૂલ ની જેમ!!!!
#અર્ધ #
dr. priyavijay gorasiya

અર્ધ સત્ય ને વળગી રહેવું એના કરતા
સત્ય નો વિરોધ કરવો શું ખોટો છે????
#અર્ધ

મનના ચાતક ક્યાં સુધી રડીશ તું એની યાદ માં??
એક વાર યાદો ના ડુંગર માંથી બહાર નીકળ,
એકવાર મનના ચાતક તમે સાજા-થાઓ,
પછી ખુદ ની હકુમત કરી મન ના રાજા થાઓ !!!!
-dr.priyavijay gorasiya
#સાજા -થાઓ

વધુ વાંચો